• Gujarati News
  • National
  • More Than 90 Million Will Have To File Income Tax Returns In 17 Days, Less Likely To Extend The Deadline

ભાસ્કર વિશેષ:17 દિવસમાં 9 કરોડથી વધુએ ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે, છેલ્લી તારીખ લંબાવાની શક્યતા ઓછી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં અત્યાર સુધી 10 ટકા કરતાં ઓછા લોકોએ આઇટી રિટર્ન ફાઇલ કર્યું

નાણાવર્ષ 2021-22 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે પણ જુલાઇના પહેલા અઠવાડિયા સુધીમાં 10%થી પણ ઓછા ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ થયાં છે. માત્ર 17 દિવસમાં 90%થી વધુ (9.29 કરોડ) કરદાતાઓએ આ કામ પતાવવું પડશે. 31 જુલાઇ પછી રિટર્ન ફાઇલ કરવા પર લેટ ફીની સાથોસાથ બાકી ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડશે.

7 જુલાઇ, 2022ની સ્થિતિએ દેશમાં 10.28 કરોડ રજિસ્ટર્ડ આઇ-ટી કરદાતાઓ છે. તેમાંથી સરેરાશ 7 કરોડ દર વર્ષે આઇ-ટી રિટર્ન ફાઇલ કરે છે પણ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 99.20 લાખ (9.65%) લોકોએ જ આઇ-ટી રિટર્ન ભર્યું છે.

ઓછાં આઇટી રિટર્ન ફાઇલ થવાનાં ત્રણ મુખ્ય કારણ
1 કોવિડની અસરને કારણે છેલ્લાં 2 વર્ષ આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઇ હતી.
2 કરદાતાઓ માને છે કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ કમસે કમ 31 ઓગસ્ટ સુધી લંબાવાશે.
3 જૂનના અંતમાં ઇનકમ ટેક્સ પોર્ટલ ઠપ હોવા અંગે વિભાગે 2 જુલાઇએ ટિ્વટ કર્યું હતું જેના કારણે પણ છેલ્લી તારીખ લંબાવાય તેવી શક્યતા વધી છે.

સમયસર રિટર્ન ભરવાના શું ફાયદા છે? જો તમે સમયસર રિટર્ન ફાઇલ કરી દેશો તો લેટ ફી અને વ્યાજથી બચવાની સાથોસાથ રિફંડ પ્રોસેસ પણ જલદી થશે.

અન્ય સમાચારો પણ છે...