દાળ પછી દવા પણ મોંઘી:પેરાસિટામોલ સહિત 800થી વધુ દવાઓ મોંઘી થશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તેલ, દાળ અને ઈંધણ બાદ દેશમાં દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. દવા મૂલ્ય નિયામક એનપીપીએએ મૂલ્ય નિયંત્રણ હેઠળ આવનારી જરૂરી અને અનુસૂચિત દવાઓની કિંમતોમાં મહત્તમ 10.7% વધારાની શુક્રવારે મંજૂરી આપી છે. તેના કારણે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (એનએલઇએમ) હેઠળ 800થી વધુ દવાઓની કિંમત એપ્રિલથી વધી જશે.

આ યાદીમાં પેરાસિટામોલ, બેક્ટીરિયલ ઇન્ફેક્શનના સારવારમાં ઉપયોગમાં લેવાતી એજીથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક્સ, એન્ટી-એનીમિયા, વિટામિન્સ અને મિનરલ્સ જેવી દવાઓ આવે છે. કોવિડ-19 દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ અને સ્ટેરોઇડ પણ યાદીમાં સામેલ છે.

મૂલ્ય નિયંત્રણ હેઠળ આવનારી આ જરૂરી દવાઓની કુલ ફાર્મા બજારમાં 16% હિસ્સેદારી છે. નેશનલ ફાર્માસ્યૂટિક્લ્સ પ્રાઇસિંગ ઓથોરિટીએ શુક્રવારે જાહેર નોટિસમાં કહ્યું, આ વધારો જથ્થાબંધ ભાવ સૂચકાંકના અનુરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...