તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 750 Villages Of Jalgaon Submerged In Water, More Than 500 Cattle Including A Woman Died; People Are Still Stranded In Many Villages

મહારાષ્ટ્રમાં ફરી પૂરનો કહેર:જલગાંવમાં 750થી વધુ ગામો પાણીમાં ડૂબ્યાં, 500થી વધુ પશુઓનાં મોત; ઘણાં ગામોમાં હજી પણ લોકો ફસાયેલા છે

જલગાંવ(મહારાષ્ટ્ર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાલીસગાંવમાં આવેલા પૂરની સ્થિતિ દર્શાવતી આ તસવીર હેલિકોપ્ટરથી લેવામાં આવી છે. - Divya Bhaskar
ચાલીસગાંવમાં આવેલા પૂરની સ્થિતિ દર્શાવતી આ તસવીર હેલિકોપ્ટરથી લેવામાં આવી છે.

મંગળવારે મુશળધાર વરસાદને લીધે જલગાંવના ચાલીસગાંવ તાલુકાનાં 750 ગામમાં પાણી ભરાઈ ગયાં છે. જોકે હવે વરસાદ બંધ થતાં રાહત થઈ છે, પરંતુ ગામોમાં પાણી તો હજી ભરાયેલાં જ છે. જિલ્લા પ્રશાસન તરફથી પ્રાપ્ત થતી જાણકારી અનુસાર, હજી પણ ગામોમાં સ્થિતિ ભયાવહ છે. અચાનક આવેલા પૂરમાં એક મહિલાનું મોત થયું છે અને 500થી વધુ પ્રાણીઓ તણાઈ જવાની જાણકારી સામે આવી રહી છે. જિલ્લામાં ઘણી જગ્યાઓ પર માર્ગો તૂટી ગયા છે.

ચાલીસગાંવના અનેક વિસ્તારોમાં માર્ગો તૂટી ગયા છે.
ચાલીસગાંવના અનેક વિસ્તારોમાં માર્ગો તૂટી ગયા છે.

કન્નડઘાટ અને ઔરંગાબાદના પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે ઔરંગાબાદ-ધુલે હાઈવે હજી પણ બંધ રાખવામાં આવ્યો છે. હાઈવે પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં હજી પણ લોકો ફસાયેલા છે અને તેમને કાઢવા માટે NDRFની ટીમો કામે લાગી ગઈ છે. લોકલ ઓફિસરો ઘટનાસ્થળે હાજર છે. હવામાન વિભાગ અનુસાર, વિદર્ભના પશ્ચિમી ભાગોમાં ઓછા દબાણનું ક્ષેત્ર હોવાથી મુંબઈ અને એનાં ઉપનગરોમાં આગલા 24 કલાકોમાં વરસાદ રહેશે.

આ તસવીર કન્નડઘાટની છે, અહીં ભારે વરસાદને કારણે ટ્રક કીચડમાં ફસાઈ ગઈ છે.
આ તસવીર કન્નડઘાટની છે, અહીં ભારે વરસાદને કારણે ટ્રક કીચડમાં ફસાઈ ગઈ છે.

વહીવટી તંત્ર તરફથી સંભવ દરેક મદદ કરવામાં આવી રહી છે
પંચાયત સમિતિ અને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને અસ્થાયી આવાસોમાં નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ આપવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. વિવિધ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર અને પોલીસ મંગળવારની સવારથી જ ઘટનાસ્થળે હાજર છે અને ગામોની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...