તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 63 Lakh People Have Been Vaccinated In The Last 24 Hours, Bringing The Total Number Of Doses To Over 35 Crore

કોરોના વેક્સિનેશનનો 169મો દિવસ:છેલ્લા 24 કલાકમાં 63 લાખથી વધુ લોકોને વેક્સિન લગાવાઈ, કુલ ડોઝની સંખ્યા 35 કરોડને પાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં, કોરોના વેક્સિનના કુલ 35 કરોડ ડોઝ આપવામાં આવ્યા
  • આગામી દિવસોમાં સરકારનું લક્ષ્ય દરરોજ 1 કરોડો ડોઝ આપવાનું છે

દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સિનેશન અભિયાન અંતર્ગત, અત્યાર સુધીમાં, કોરોના વેક્સિનના કુલ 35 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે 169 દિવસમાં આ આંકડો પાર કરી લીધો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે શનિવારે સાંજના 7 વાગ્યા સુધીના ડેટા અનુસાર અત્યાર સુધીમાં 35.05 કરોડ વેક્સિન આપવામાં આવી છે.

માત્ર શનિવારે જ 57.36 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તેમાંથી 18 થી 44 વર્ષની વય જૂથના 28.33 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 3.29 લાખને બીજી ડોઝ આપવામાં આવ્યો હતો. કોવિન પોર્ટલ મુજબ રાત્રે 11 વાગ્યા સુધીમાં 63.39 લાખ લોકોને વેક્સિન અપાઇ હતી.

પંજાબના જાલંધરની સિવિલ હોસ્પિટલમાં શનિવારે 7 દિવસ બાદ જ્યારે વેક્સિનેશન સેન્ટર ખુલ્યું ત્યારે ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.
પંજાબના જાલંધરની સિવિલ હોસ્પિટલમાં શનિવારે 7 દિવસ બાદ જ્યારે વેક્સિનેશન સેન્ટર ખુલ્યું ત્યારે ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.

18-44 વર્ષના 10 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન
37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, આ વય વર્ગના 10.21 કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. આઠ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આ સંખ્યા 50 લાખથી વધુ છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 18 થી 44 વર્ષની વય જૂથના 10 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

દરરોજ એક કરોડ ડોઝ લગાવવાનું લક્ષ્યાંક
સરકારનું માનવું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર મોડી આવી શકે છે. આવી સ્થિતિમાં, દરેકને વેક્સિન આપવા માટે 6-8 મહિનાનો સમય હોય છે. આગામી દિવસોમાં સરકારનું લક્ષ્ય દરરોજ 1 કરોડો ડોઝ લગાવવાનું છે.

અન્ય સમાચારો પણ છે...