• Gujarati News
  • National
  • More Than 58% Of Daughters Have Gotten A Family In The Last Three Years; 19,709 Children Were Adopted, Including 6234 Daughters, 4475 Sons

દત્તક લેવા પુત્રી પહેલી પસંદ:છેલ્લા ત્રણ વર્ષમાં 58%થી વધુ પુત્રીને પરિવાર મળ્યો; 19,709 બાળક દત્તક લેવાયા, જેમાં 6234 પુત્રી, 4475 પુત્ર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં પુત્રીઓને લઈને માતા-પિતાનો દૃષ્ટિકોણ સતત સકારાત્મક થઈ રહ્યો છે. ફક્ત જન્મમાં જ નહીં, દત્તક લેવાના મામલામાં પણ હવે હજારો દંપતી પુત્રીઓને જ પ્રાથમિકતા આપે છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળકો દત્તક લેવાના આંકડા પર નજર નાંખીએ તો સુખદ ટ્રેન્ડ દેખાય છે. દેશ-વિદેશમાં બાળક દત્તક લેવામાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા)એ હાલમાં જ ડેટા જાહેર કર્યો હતો કે, દેશમાં બાળકો દત્તક લેવાની રાહ જોતા વાલીઓની સંખ્યા 28,501 સુધી પહોંચી ગઈ છે.

આ ડેટા વિશ્લેષણ કહે છે કે, દેશમાં 2021-22માં 2991 બાળકો દત્તક લેવાયા, જેમાં 1698 પુત્રી અને 1293 પુત્ર હતા. જ્યારે વિદેશી દંપતીઓએ 414 બાળક દત્તક લીધા, જેમાં 259 પુત્રી અને 155 પુત્ર હતા. આ રીતે 2020-21માં દેશમાં 3142 બાળક દત્તક લેવાયા, જેમાં 1856 પુત્રી અને 1286 પુત્ર હતા. વિદેશમાં સંખ્યા 417 રહી, જેમાં 234 પુત્રી અને 183 પુત્ર હતા. આ ઉપરાંત 2019-20માં કુલ 3351 બાળક દત્તક લેવાયા, જેમાં 1938 પુત્રી અને 1413 પુત્ર હતા. આ દરમિયાન વિદેશી દંપતીઓએ 394 બાળક દત્તક લીધા, જેમાં 249 પુત્રી અને 145 પુત્ર હતા. એટલે કુલ 10,709 બાળક દત્તક લેવાયા, જેમાં 6234 પુત્રી અને 4475 પુત્ર હતા.

દત્તક લેવામાં મહારાષ્ટ્ર આગળ, પુત્રીઓને પ્રાથમિકતા
દસ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના ડેટા વિશ્લેષણથી માલુમ પડે છે કે, બાળકો દત્તક લેવામાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીં 1661 બાળત દત્તક લેવાયા, જેમાં 937 પુત્રી અને 724 પુત્ર હતા. બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, જ્યાં 2019-2022 વચ્ચે 701 બાળક દત્તક લીધા, જેમાં 272 પુત્રી અને 229 પુત્ર હતા. ત્રીજા નંબરે મધ્ય પ્રદેશ છે. આ દરમિયાન રાજ્યમાં 428 બાળક દત્તક લેવાયા, જેમાં 236 પુત્રી અને 192 પુત્ર હતા.

16 હજારથી વધુ દંપતીને દત્તક લેવાની મંજૂરી અપાઈ
દેશભરમાં 28,501 સંભવિત માતા-પિતા બાળક દત્તક લેવાની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી 16155 તો છેલ્લા ત્રણ વર્ષથી સંતાનની આશામાં બેઠા છે. આ માતા-પિતાનો હોમ સ્ટડી પણ ત્રણ વર્ષ પહેલા થઈ ચૂક્યો છે. હાલમાં જ એક આરટીઆઈના જવાબમાં કારાએ આ આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા પ્રમાણે, 28 જૂન સુધી દેશમાં 3596 બાળક કાયદાકીય રીતે દત્તક લેવા ઉપલબ્ધ હતા, જેમાં વિશેષ જરૂરિયાવાળા 1380 બાળકો પણ સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...