પુણે-બેંગલુરુ હાઇવે પર કન્ટેનરે 48 વાહનને ટક્કર મારી:50થી વધુ લોકો ઘાયલ થયા; બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો

10 દિવસ પહેલા
  • કન્ટેનર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું

મહારાષ્ટ્રના પુણે-બેંગલુરુ હાઈવે પર રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક બેકાબૂ કન્ટેનર 48 વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાંની સાથે જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્પીડમાં કન્ટેનર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ. આ પછી બેકાબૂ કન્ટેનર 30થી વધુ કારને ટક્કર મારતું આગળ વધતું રહ્યું. એની સાથે આ કાર્સે અન્ય કેટલાંક વાહનોને ટક્કર મારી હતી. આમ, કુલ 48 વાહનોને નુકસાન થયું છે. આ પછી કન્ટેનર વડગાંવ પુલ પાસે અથડાયું હતું.

અકસ્માત પછી ત્રણ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો
સિંહગઢ અને દત્તવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારી દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ સિવાય 12થી 15 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સતારાથી મુંબઈ જતા રોડ પર બેથી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો.

પોલીસ કમિશનર સોહેલ શર્માએ જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર મંગેશકર અને નવલે હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. એકની હાલત ગંભીર છે અને કેટલાકને પ્રાથમિક સારવાર આપી ઘરે જવા દેવામાં આવ્યા છે તેમજ આ અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઈવરને પણ ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બ્રેક ફેલ થવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી નથી.

પુણે-બેંગલુરુ હાઇવે પર રાત્રે લગભગ 9 વાગ્યે સ્પીડમાં એક કન્ટેનરે અનેક વાહનોને ટક્કર મારી હતી.
પુણે-બેંગલુરુ હાઇવે પર રાત્રે લગભગ 9 વાગ્યે સ્પીડમાં એક કન્ટેનરે અનેક વાહનોને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતમાં 48 વાહનોને નુકસાન થયું. કારમાં ફસાયેલા લોકોને સ્થાનિક લોકોએ બચાવ્યા.
અકસ્માતમાં 48 વાહનોને નુકસાન થયું. કારમાં ફસાયેલા લોકોને સ્થાનિક લોકોએ બચાવ્યા.
અકસ્માત પછી અનેક વાહનો રોડ પર પલટી ગયાં હતાં. ઘણાને ખરાબ રીતે નુકસાન થયું હતું.
અકસ્માત પછી અનેક વાહનો રોડ પર પલટી ગયાં હતાં. ઘણાને ખરાબ રીતે નુકસાન થયું હતું.
બેકાબુ કન્ટેનર પાછળથી વાહનોને ટક્કર મારી હતી. જેના પગલે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા.
બેકાબુ કન્ટેનર પાછળથી વાહનોને ટક્કર મારી હતી. જેના પગલે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા.
સતારાથી મુંબઈ જતા રોડ લગભગ બેથી ત્રણ કિમી લાંબો જામ છે.
સતારાથી મુંબઈ જતા રોડ લગભગ બેથી ત્રણ કિમી લાંબો જામ છે.
ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પહોંચી અને ઈજાગ્રસ્તોને મંગેશકર, નવલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પહોંચી અને ઈજાગ્રસ્તોને મંગેશકર, નવલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડ ઓફિસર સુજિત પાટીલે કહ્યું હતું કે જાણકારી મુજબ, કન્ટેનરની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને તેણે 48 વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...