• Gujarati News
  • National
  • More Than 41 Still Missing, Rescue Operation Continues On Third Day; Oppressed People Are Less Likely To Survive

અમરનાથ દુર્ઘટના:41થી વધુ હજુ લાપતા, ત્રીજા દિવસે બચાવ અભિયાન ચાલુ; દટાયેલા લોકો જીવિત હોવાની શક્યતા ઓછી

શ્રીનગર, જમ્મુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જવાનો કાટમાળમાંથી દટાયેલા લોકોને શોધી રહ્યા છે - ફાઇલ તસવીર - Divya Bhaskar
જવાનો કાટમાળમાંથી દટાયેલા લોકોને શોધી રહ્યા છે - ફાઇલ તસવીર
  • જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ બચાવકાર્યની સમીક્ષા કરી

અમરનાથમાં વરસાદી દુર્ઘટનાઓ અને પૂર પછી લાપતા થયેલા લોકોને શોધવા ત્રીજા દિવસે પણ બચાવ અભિયાન ચાલ્યંુ હતું. જોકે, ત્રણ દિવસ વીતી જતા કાટમાળ નીચે દટાઈ ગયેલા લોકો જીવિત હોવાની શક્યતા ઘણી ઓછી છે. સૈન્યના જવાનો અને બચાવકર્મીઓ દ્વારા જીવિત લોકોને બહાર કાઢવાના પ્રયાસને પ્રાથમિકતા અપાઈ રહી છે. બીજી તરફ, અમરનાથ ગુફામાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ખરાબ હવામાનના કારણે જમ્મુના રસ્તે પણ અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ કહ્યું કે, ‘અમારું બચાવ અભિયાન ત્રીજા દિવસે પણ ચાલુ છે. અમે કોઈ પણ વ્યક્તિ જીવિત હોવાની આશામાં સતત કાટમાળ હટાવી રહ્યા છીએ. આ પ્રકારનું કામ મોટા ભાગે એવા વિસ્તારોમાં થઈ રહ્યું છે, જ્યાં સ્નિફર ડૉગ છે. સેનાના એન્જિનિયરો પણ કાટમાળ હટાવવા અને પવિત્ર ગુફાનો માર્ગ સરળ રાખવા 24 કલાક કામ કરી રહ્યા છે.’

અમરનાથ ગુફાના રસ્તે શુક્રવારે સાંજે ભારે વરસાદ પછી આવેલા પૂર-કાટમાળની ચપેટમાં આવી જવાથી 16 શ્રદ્ધાળુના મોત થઈ ગયા હતા, જ્યારે 41 લોકો લાપતા પણ થઈ ગયા હતા. આ દરમિયાન 53 શ્રદ્ધાળુને ઈજા પણ થઈ હતી, જેમાંથી 35ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આ ઉપરાંત 17ની સારવાર ચાલી રહી છે.

રાહત અને બચાવકાર્યમાં વાયુસેનાના ચાર એમઆઈ-17વી5 અને ચાર ચિતલ હેલિકોપ્ટર પણ તહેનાત કરાયા છે. અત્યાર સુધી ચિતલ હેલિકોપ્ટરોએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોરન્ટ ફોર્સ અને સૈન્યના પાંચ જવાનો, 3.5 ટન રાહત સામગ્રીને લઈને 45 ઉડાન ભરી છે, જ્યારે પવિત્ર ગુફામાંથી 45 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ અમરનાથમાં ચાલતા બચાવ અને રાહત કાર્યની સમીક્ષા કરી છે. સિંહાએ પહલગામ શિબિરે જઈને પણ તીર્થયાત્રીઓ સાથે મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...