• Gujarati News
  • National
  • More Than 3,500 Accidents Were Reported Due To Potholes On Roads In 2020, The Ministry Said

ભારતના માર્ગો પર ખાડાનો હાહાકાર:2020માં માર્ગો પર ખાડાઓને કારણે 3500થી વધુ અકસ્માતો નોંધાયા, મંત્રાલયે જાણકારી આપી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતના માર્ગોની સ્થિતિ- ફાઈલ ફોટો. - Divya Bhaskar
ભારતના માર્ગોની સ્થિતિ- ફાઈલ ફોટો.
  • 2020માં કુલ 3,66,138 અકસ્માતમાં 1,31,714 લોકોનાં મોત થયાં

દેશમાં રસ્તાઓની સ્થિતિને લઈને સતત સવાલ ઊઠતા રહે છે અને વિપક્ષ સત્તા પક્ષ પર આ વિશે સતત આરોપ પણ લગાવતા રહે છે, પરંતુ ગમે તેટલા વિરોધ પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. હવે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે 2019માં ખાડાને કારણે 4,775 અકસ્માત નોંધાયા અને 2020માં 3,564 અકસ્માતો નોંધાયા છે. આ આંકડા સામે આવ્યા બાદ દેશમાં માર્ગોની સ્થિતિ અંગે ફરીથી ચર્ચાઓ થવા લાગી છે.

સાંસદ જયદેવ ગાલાના સવાલથી આ જાણકારી જાહેર થઈ
મંત્રાલયે સંસદમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ જયદેવ ગાલાના એક સવાલના જવાબમાં આ જાણકારી જાહેર કરી હતી. ગાલાએ છેલ્લાં બે વર્ષ દરમિયાન ખરાબ રસ્તાઓને કારણે માર્ગ અકસ્માતોની જાણકારી માગી હતી.

માર્ગ અકસ્માતોનાં ઘણાં કારણો હોઈ શકે છે
મંત્રાલય તરફથી જણાવાયું હતું કે માર્ગ અકસ્માતો ઘણાં બધાં કારણોથી થઈ શકે છે, જેવાં કે ઓવર સ્પીડ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, દારૂ પીને ગાડી ચલાવવી, ઓવરલોડેડ ગાડી, ખરાબ લાઈટ, રેડ લાઈટ જમ્પ, ઓવરટેક કરવો, ખરાબ હવામાન, ડ્રાઈવરની ભૂલ, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, ખરાબ માર્ગ અને સાઈકલ તથા બાઈકસવારની ભૂલ.

ગડકરીએ કહ્યું, દુર્ઘટનાના આંકડાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
આ વર્ષની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તે જ આંકડાઓનો હવાલો દેતાં કહ્યું હતું કે ગયા વર્ષે ખાડાને કારણે થયેલા અકસ્માતનો આંકડો છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી ઓછો છે.

ભારતમાં ખાડાને કારણે નોંધાયેલા અકસ્માતો
વર્ષઅકસ્માતની સંખ્યા
20166424
20179423
20184869
20194775
20203564
ભારતમાં ઓવરઓલ નોંધાયેલા અકસ્માતોની સંખ્યા
વર્ષઅકસ્માતની સંખ્યામૃતકોની સંખ્યા
20181,40,8431,51,417 મોત
20191,37,1911,51,113 મોત
20203,66,1381,31,714 મોત
અન્ય સમાચારો પણ છે...