તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોની છત્રછાયા છીનવાઈ:ગુજરાતમાં 100થી વધુ તો દેશમાં 26 હજારથી વધુ બાળકોએ માતા-પિતામાંથી એકને ગુમાવ્યાં

6 દિવસ પહેલા
  • NCPCRએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે 30,071 બાળકો નિઃસહાય થયાં

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે 30,071 બાળકો નિઃસહાય થયાં છે, જેમાં 26,176 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યાં છે અને 3,621 બાળકો અનાથ થયાં છે. વળી, 274 બાળકોને તો તેમનાં નજીકનાં સગાં-સંબંધીઓએ પણ તરછોડી દીધાં છે.

મધ્યપ્રદેશમાં સૌથી વધુ 706 બાળકો અનાથ થયાં છે. એની સાથે MPમાં 226થી વધુ બાળકોને તરછોડી દીધાં હોય એવું પણ પ્રકાશમાં આવ્યું છે. NCPCRએ સોમવારે કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2020થી 5 જૂન 2021 સુધીના આંક સ્વરાજ પોર્ટલ પર દર્શાવાયા છે. જોકે પોર્ટલમાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ગુજરાતમાં 604 બાળકો નિઃસહાય
કોરોના સંક્રમણને કારણે ગુજરાતનાં 604 જેટલાં બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. યુવાનોના એક સંગઠને કરેલા સરવેમાં આ વાત બહાર આવી છે. ગુજરાતમાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધાં છે, જ્યારે 501 બાળકોએ માતા કે પિતાને ગુમાવી દીધાં છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિમાં વિશ્વાસ નહીં રાખતા આ યુવાનોના જૂથે હવે આ પ્રકારનાં બાળકોનો જીવનનિર્વાહ યોગ્ય રીતે થાય એના માટે તૈયારી શરૂ કરી છે. 604 બાળકો તેમનાં માતા-પિતા કે બેમાંથી એક ગુમાવી ચૂક્યાં છે. એમાં 347 છોકરા અને 257 છોકરી છે.

બાળકોની ઉંમરસંખ્યા
1થી 5 વર્ષ72
6થી 10 વર્ષ132
11થી 15 વર્ષ163
16થી 18 વર્ષ107
18 વર્ષથી વધુ130

કયા જિલ્લામાં કેટલાં બાળકો

  • અમદાવાદ - 235
  • રાજકોટ - 46
  • બનાસકાંઠા - 30
  • ગાંધીનગર - 29
  • સુરત - 27

કોર્ટનો આદેશ- રાજ્ય, ગેરકાયદે રીતે બાળકોને દત્તક આપતાં NGO પર કાર્યવાહી કરે
કોરોના કહેરને પરિણામે અનાથ બાળકો અંગે સુપ્રીમ કોર્ટે લેખિતમાં આદેશ આપ્યો છે. ખંડપીઠે કહ્યું- આવાં બાળકોને દત્તક લેવા માટે જાહેરાત કરવી અયોગ્ય અને ગેરકાયદે છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની પાર્ટનરશિપ વગર દત્તક આપવાની અનુમતિ આપવામાં આવી નથી. કિશોર ન્યાય અધિનિયમ-2015થી વિપરીત પ્રભાવિત બાળકોને દત્તક લેવાની અનુમતિ આપવી અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...