તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 300 Cases Were Reported In Delhi For The Second Day In A Row; More New Patients Were Coming Forward Than Patients Recovering In 15 States

કોરોના દેશમાં:મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોરોનાના નવા કેસોમાં તીવ્ર વધારો થયો,15 રાજ્યોમાં સાજા થતાં દર્દીઓ કરતાં નવા દર્દીઓની સંખ્યા વધી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • દિલ્હીમાં સતત બીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા
  • મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા
  • મહારાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે 10,000થી વધુ નવા કેસ સામે આવ્યા

દેશના છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ છ રાજ્યમાંથી સંયુક્ત રીતે કુલ 18,711 નવે કેસ પૈકી 84.71 ટકા નવા કેસ આવ્યા છે. આ પૈકી મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે 10,187 કેસ, ત્યારબાદ કેરળમાંથી 2,791 જ્યારે પંજાબમાંથી 1,159 કેસ નોંધાયા છે. જે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા વધારે છે તેમની સાથે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે.

બીજીબાજુ મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીં સતત બીજા દિવસે 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. શનિવારે અહીં 321 કોરોનાના કેસ મળી આવ્યા હતા. જ્યારે, શુક્રવારે 312 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. જો એક્ટિવ કેસની વાત કરીએ તો, છેલ્લા 6 દિવસમાં અહીં 444 એક્ટિવ કેસ વધી ગયા છે, એટલે કે,દર્દીઓની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશના 15 રાજ્યોમાં કોરોનામાંથી સાજા થયેલા લોકો કરતાં વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે 10,000થી વધુ નવા કેસ મળી આવ્યા છે. જ્યારે, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે.

24 કલાકમાં 18 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા
છેલ્લા 24 કલાકમાં 18 હજાર 684 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 હજાર 338 લોકો સાજા થયા અને 98 લોકોનાં મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 1 કરોડ 12 લાખ 10 હજાર લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 1 કરોડ 8 લાખથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 57 હજાર 791 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1 લાખ 81 હજાર 644 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ રસી લીધો હતો.
દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ રસી લીધો હતો.

કોરોના અપડેટ્સ

તિબેટીયન બૌદ્ધ ધર્મ દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ રસી લીધો હતો. અહીંની ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન લગાવાયા બાદ દલાઈ લામાએ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે જનતાને પણ વેક્સિન લગાવવાની અપીલ કરી હતી.

કોરોના વાયરસથી સમગ્ર દેશમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અત્યાર સુધી 240 દર્દીઓની ઓળખ થઈ છે, જેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ નવો સ્ટ્રેન ખૂબ જ જોખમી અને ઝડપથી ફેલાનાર છે. યુકે, બ્રાઝિલ અને અમેરિકા તેની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે જે લોકોનો વિદેશ જવાનો કોઈ ઇતિહાસ નથી, તેઓમાં પણ આ નવ સ્ટ્રેનથી સંક્રમણ મળી રહ્યું છે.

મધ્યપ્રદેશના ઈંદોરમાં વાઇરસના નવા સ્ટ્રેને દેખા દીધી છે. નોડલ કોવિડ ઓફિસર અમિત માલાકરે જણાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ 106 નમૂનાઓમાંથી દિલ્હી તપાસ માટે મોકલવામાં આવેલા હતા જેમાંથી 6માં યુ.કે.વાળા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ દર્દીઓમાં 10 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી. આમાંથી કોઈ પણ દર્દીનો વિદેશ આવવા-જવાનો કોઈ જ ઇતિહાસ નથી.

6 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 187 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 6,080 લોકો સાજા થયા અને 47 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 લાખ 8 હજાર 586 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 20 લાખ 62 હજાર 31 લોકો સાજા થયા છે, જ્યારે 52 હજાર 440 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 92 હજાર 897 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. કેરળ
શનિવારે રાજ્યમાં 2,791 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 3517 લોકો સાજા થયા અને 16 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 10 લાખ 75 હજાર 228 કેસ નોંધાયા છે. તેમાંથી 10 લાખ 27 હજાર 826 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4288 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જેમાં 42 હજાર 817 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. મધ્યપ્રદેશ
શનિવારે રાજ્યમાં 467 નવા કેસ મળ્યાં હતાં. 395 લોકો સાજા થયા અને બે લોકોનાં મોત નીપજ્યાં. અત્યાર સુધીમાં 2 લાખ 64 હજાર 214 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2 લાખ 56 હજાર 819 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 3868 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 3527 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. ગુજરાત
​​​​શુક્રવારે રાજ્યમાં 571 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 403 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યાર સુધીમાં 2 લાખ 72 હજાર 811 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 2 લાખ 65 હજાર 372 લોકો સાજા થયા છે, જ્યારે 4414 દર્દીઓનાં મોત થયાં છે. અહીં 3025 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. રાજસ્થાન
શનિવારે રાજ્યમાં 233 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 114 લોકો સાજા થયા. અત્યાર સુધીમાં 3 લાખ 21 હજાર 356 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 16 હજાર 864 લોકો સાજા થયા છે, જ્યારે 2789 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. અહીં 1703 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. દિલ્હી
શનિવારે રાજધાની દિલ્હીમાં 321 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 320 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યાર સુધીમાં 6 લાખ 40 હજાર 815 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ28 હજાર 117 લોકો સાજા થયા છે, જ્યારે 10,919 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યાં 1779 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...