તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • More Than 200 People In West Godavari District Experience Epilepsy like Symptoms, Headache With Vomiting And Dizziness.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધ્ર પ્રદેશમાં અજ્ઞાત બીમારી:પશ્ચિમ ગોદાવરી જીલ્લામાં 290થી વધારે લોકો અજ્ઞાત બીમારીની ઝપટમાં, એક વ્યક્તિનું મૃત્યુ

વિશાખાપટ્ટનમ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંધ્ર પ્રદેશમાં પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એલુરુમાં ફેલાયેલી અજ્ઞાત બીમારીની ચપેટમાં આવનારાઓની સંખ્યા 290 થઈ ગઈ છે. એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. આ બીમારીના દર્દીઓ અલગ-અલગ વિસ્તારોમાંથી શનિવારે રાત્રે સામે આવવાની શરૂઆત થઈ. રવિવારે સવાર સુધીમાં 140 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એલુરુની સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મોહને જણાવ્યું હતું કે બીમાર થનારાની સંખ્યા વધી રહી છે. શનિવારથી રવિવાર સવાર સુધીમાં આશરે 140 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. દર્દીમાં ચક્કર આવવા, માથાનો દુખાવો અને વાઈ જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે.આ બીમારી અંગે હજુ સુધી જાણી શકાયુ નથી.

વિવિધ વિસ્તારોમાંથી દર્દી આવ્યા

ડોક્ટરોએ કહ્યું કે અત્યારે દર્દીઓના લોહી, ભોજન અને પાણીના નમૂના મેળવી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી તેમના રિપોર્ટ આવ્યા નથી. તમામ દર્દીના સીટી સ્કેન અને એક્સરે રિપોર્ટ સામાન્ય આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ દર્દી અલગ-અલગ વિસ્તારમાં રહે છે. તેમની વચ્ચે પરસ્પર કોઈ સંપર્ક પણ નથી અને તાજેતરમાં એવો કોઈ કાર્યક્રમ પણ યોજાયો ન હતો.

તેમ છતા તમામમાં એક જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. 76 મહિલાઓ અને 46 બાળકો સહિત અન્ય દર્દીની સારવાર ચાલી રહી છે. છ મહિનાના એક બાળકની સ્થિતિ ગંભીર છે,જેને વિજયવાડામાં રેફર કરવામાં આવ્યુ છે.

ડેપ્યુટી CM અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

વેસ્ટ ગોદાવરી અને કૃષ્ણ જીલ્લાના વિવિધ હોસ્પિટલોની મેડિકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. અહીં ખાસ શિબિરમાં દર્દીની સારવાર ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારી સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે.

આંધ્ર પ્રદેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે
આંધ્ર પ્રદેશ કોરોના મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોમાં ત્રીજા ક્રમ પર છે. તેનાથી આગળ મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 8.71 લાખ કેસ આવ્યા છે. તેમા સાત હજારથી વધારે મૃત્યુ થયા છે. 8 લાખ 58 હજાર 115 દર્દી સાજા થયા છે. 6 હજાર 166 દર્દી સારવાર હેઠળ છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો