• Gujarati News
  • National
  • The Killer's Son's Intentions Were Estimated, Making 2000 Calls In 5 Days; Would Have Gone Home But Never Got A Ticket

PUBG હત્યાકાંડમાં પિતાની જુબાની:હત્યારા પુત્રના ઈરાદાનો અંદાજ આવી ગયો હતો, 5 દિવસમાં 2000 કોલ કર્યા; ઘરે ગયો હોત, પરંતુ ટિકિટ જ ન મળી

લખનઉ18 દિવસ પહેલા

લખનઉમાં માતાની ગોળી મારીને હત્યા કરનાર 16 વર્ષના પુત્રના ઈરાદાનો અંદાજ પિતાને પહેલેથી આવી ગયો હતો. તેમણે 5 દિવસમાં જ 2 હજારથી વધુ કોલ કર્યા હતા. 3 જૂને એક વખત વાત થઈ હતી, જોકે બીજી વખત કોલ રિસીવ જ થયો નહોતો. એ પછી તેમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે તેમની પત્ની હવે જીવતી નથી. તેમનો અંદાજ એ વખતે જ વાસ્તવિકતામાં પરિણમ્યો, જ્યારે તેમના પોતાના પુત્રએ જ તેમને કોલ કરીને કહ્યું કે તેની માતા મૃત્યુ પામી છે.

નવીને ભાસ્કર સાથે વાત કરી છે. નવીનની જુબાની જ આ પાંચ દિવસની સંપૂર્ણ કહાની છે, જ્યારે તેને પ્રત્યેક ક્ષણે આંખો સમક્ષ એ બધું દેખાઈ રહ્યું હતું, જે તેણે જોયું જ નહોતું.

3 જૂન શુક્રવારેઃ પત્ની સાથે અંતિમ વખત વાત થઈ
નવીન કુમાર સિંહ પશ્ચિમ બંગાળના આસનસોલમાં 21 રાજપૂતાના બટાલિયમાં પોસ્ટેડ છે. એ જણાવે છે કે શુક્રવારે સવારે લગભગ 8 વાગ્યે મેં પત્ની સાધનાને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે વીજળીનું બિલ જમા થયું કે નહિ. તો જવાબ મળ્યો- JEની પાસે જ જઈ રહી છું. આ મારી પત્ની સાથેની અંતિમ વાતચીત હતી. તે પછી મેં સાંજે ફોન કર્યો, જોકે કોલ રિસીવ જ ન થયો. સતત લગભગ 50 કોલ પર પણ કોઈ જવાબ ન મળ્યો. એ સમયે મને લાગ્યું કે પુત્રએ માતાને મારી નાખી હશે.

4 જૂન શનિવારઃ બપોરે પુત્રએ ફોન ઉઠાવ્યો
શુક્રવારે કોઈ રિપ્લાઈ ન મળ્યો તો શનિવારે સવારથી જ મેં ફરીથી ફોન કરવાનું શરૂ કર્યું. બપોરે પુત્રએ ફોન ઉઠાવ્યો. તેણે કહ્યું કે મમ્મી વીજળીનું બિલ ભરવા ગઈ છે. મને લાગ્યું કે સાધના કોઈ વાતથી નારાજ થઈને ફોન ઉઠાવતી નથી. જોકે પુત્રની વાત પર પણ વિશ્વાસ આવ્યો નહોતો. ફોનની પ્રત્યેક રિંગ પર હું ગંભરાઈ જતો હતો. મારે ઘરે પહોંચી જવું હતું. ઘરે આવવા માટે ટ્રેનની તત્કાલ ટિકિટ કઢાવવા માટે પહોંચ્યો હતો. જોકે ટિકિટ મળી નહિ. સાંજે ફરી ફોન લગાવવાનું શરૂ કર્યું.

આ ફોટો નવીનની પત્ની સાધનાનો છે. 3 જૂને નવીનની છેલ્લી વખત વાત થઈ હતી.
આ ફોટો નવીનની પત્ની સાધનાનો છે. 3 જૂને નવીનની છેલ્લી વખત વાત થઈ હતી.

5 જૂન રવિવારઃ પાડોશીએ કહ્યું, પુત્ર સ્કૂટી લઈને જઈ રહ્યો છે
રવિવારે સવારે 8 વાગ્યા હતા. મેં ફોન કર્યો તો અચાનક જ પુત્રએ ફોન ઉઠાવ્યો. મેં પૂછ્યું કે-મમ્મી ક્યાં છે. પુત્રએ કહ્યું સામાન લેવા બહાર ગઈ છે. મેં તેને કહ્યું કે બહેન સાથે વાત કરાવ. પુત્રીએ પણ એ જ વાત કહી, જે અગાઉ ભાઈ કહી ચૂક્યો હતો, જોકે તેનો અવાજ થોડો દબાયેલો આવી રહ્યો હતો. મને પાક્કું લાગવા લાગ્યું કે પુત્રએ તેની માતાને મારી નાખી હશે. એ પછી મેં સામે રહેતા પાડોશીને ફોન કર્યો. તેને ઘર મોકલ્યો. પાડોશીએ કહ્યું કે ઘરે હાલ કોઈ નથી. પુત્ર ક્રિકેટની કિટ લઈને સ્કૂટી પર કોઈ જગ્યાએ જઈ રહ્યો છે. પછીથી મારો શક પાક્કો થઈ ગયો, કારણ કે સાધના તેના પુત્રને ક્યારેય સ્કૂટી આપતી નહોતી.

6 જૂન સોમવારઃ ટ્યૂટરને ઘરે મોકલ્યા, તેને ગેટ અંદરથી લોક મળ્યો
મને લાગી રહ્યું હતું કે કંઈક ગડબડ છે. મેં પુત્રના ટ્યૂશન ટીચરને ફોન કર્યો. તેમને ઘરે મોકલ્યા. તે જ્યારે ઘરે પહોંચ્યા તો ઘરનો ગેટ અંદરથી લોક હતો. તેમણે ગેટને ખૂબ જ ખખડાવ્યો, પરંતુ ન ખૂલ્યો. તેમણે જણાવ્યું કે લોબીમાં ધૂળ જામી છે. પાલતુ કૂતરુ જે હંમેશાં અંદર ACમાં બેસતું હતું, એ બહાર લોબીમાં બેઠું છે. એ પછી ટ્યૂટરે સાધનાને વ્હોટ્સઅપ નંબર પર મેસેજ મોકલ્યો. થોડીવાર પછી સાધનાના નંબર પરથી જ પુત્રએ કહ્યું કે તે બહાર છે. ટ્યૂટર ત્યાંથી નીકળી ગયા. મારો શક વાસ્તવિકતામાં પરિણમતો ગયો હતો. મેં સાધનાના નંબર પર સવારથી સાંજ સુધીમાં 1,000થી વધુ કોલ કર્યા, જોકે કોઈ જ જવાબ ન મળ્યો. નિરાશ થઈને કોઈપણ રીતે રાત પસાર કરી હતી.

આ તસવીરમાં આરોપીના પિતા નવીન કુમાર સિંહ સફેદ હાફ પેન્ટ અને ટી-શર્ટમાં દેખાઈ રહ્યા છે.
આ તસવીરમાં આરોપીના પિતા નવીન કુમાર સિંહ સફેદ હાફ પેન્ટ અને ટી-શર્ટમાં દેખાઈ રહ્યા છે.

7 જૂન મંગળવારઃ પુત્રએ ફોન કરીને કહ્યું કે માતાને કોઈએ મારી નાખી છે
સવાર થતાં જ ફરીથી કોલ લગાવવાનું શરૂ કર્યું હતું. બપોરે સાધનાના પિતાને ફોન કર્યો, જોકે ત્યાંથી પણ કંઈ જાણવા મળ્યું નહિ. સાંજે લગભગ 7.30 વાગ્યા હતા. સાધનાના નંબર પરથી કોલ આવ્યો હતો. રિસવ કરતી વખતે કંઈક અલગ જ અવાજ સંભળાયો હતો. કહ્યું- પપ્પા, મમ્મીની કોઈએ હત્યા કરી દીધી છે. આ વાત સાંભળતાં જ હું ચોંકી ગયો. મારા મોઢામાંથી નીકળ્યું- હરામખોર, પોતાની માતાને મારી નાખી.

અન્ય સમાચારો પણ છે...