• Gujarati News
  • National
  • More Than 2 Lakh People Affected In 24 Districts, 7 Deaths So Far; Heavy Rain Alert In Kerala

આસામમાં પૂરનો કહેર:24 જિલ્લાઓમાં 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, અત્યાર સુધી 7લોકોના મોત; કેરળમાં ભારે વરસાદનું એલર્ટ

ગુવાહાટીએક મહિનો પહેલા
  • સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ, પુલોને ભારે નુકસાન થયું છે.
  • નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.

આસામમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. હવે રાજ્યના કછાર, ચરાઈદેવ, દરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ અને દિમા હસાઓ સહિત 24 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે કેરળનાં 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ ભૂસ્ખલન પછી પહાડી જિલ્લા દિમા હસાઓનો રાજ્યનાં બાકીના ભાગ સાથેનો સંપર્ક તુટી ગયો છે. સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાફલોંગ તરફ જતા તમામ રસ્તાઓ અને રેલ્વે લાઇન 15 મેથી બંધ કરી દેવામાં આવી છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ ન્યૂ હાફલોંગ રેલવે સ્ટેશન પર કાદવમાં ટ્રેન ફસાઈ ગઈ હતી.
ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ ન્યૂ હાફલોંગ રેલવે સ્ટેશન પર કાદવમાં ટ્રેન ફસાઈ ગઈ હતી.

વરસાદને કારણે લાખોનું નુકસાનસતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ, પુલોને નુકસાન થયું છે. પાક નાશ પામ્યો છે. ઘણી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહે છે. પૂરને કારણે કછાર જિલ્લામાં બે મૃત્યુ નોંધાયા હતા, જ્યારે દિમા હસાઓમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા.

પૂરના કારણે ઘણા લોકોને ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવું પડ્યું છે.
પૂરના કારણે ઘણા લોકોને ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવું પડ્યું છે.

અત્યાર સુધીમાં 652 ગામો પૂરથી પ્રભાવિત થયા છે
અત્યાર સુધીમાં 20 જિલ્લાના 46 મહેસૂલ વિભાગના કુલ 652 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. લોકોને રાહત આપવા માટે સાત જિલ્લાઓ નજીક છે 55 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે જેમાં 32 હજાર 959 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. એનડીઆરએફ, આર્મી, એસડીઆરએફના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.

આ ફોટો દિમા હસાઓનો છે, વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન થયું છે.
આ ફોટો દિમા હસાઓનો છે, વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન થયું છે.

કેરળમાં ભારે વરસાદ, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી
હવામાન વિભાગે કેરળ અને મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લા સહિત ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણીનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે.

કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે.
કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદથી નદીઓમાં પૂર
કોટ્ટાયમમાં બારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. નદીઓમાં પૂર આવ્યું છે. વાજ સેવા ખોરવાઈ ગઈ છે અને ખેડૂતોના પાકના ભારે નુકશાન થયું છે. ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. આ દરમિયાન, કેરળનાં આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે ચોમાસાની તૈયારીઓ બાબતે અરોગ્ય વિભાગની સાથે બેઠક કરી હતી. મુખ્ય સચિવે જીલ્લા કલેકટરોને તમામ જિલ્લાઓમાં જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...