તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 1.60 Lakh Cases Were Reported For The Second Day In A Row; Active Cases Cross 12.5 Lakh, More Than 6.78 Lakh Active Cases In 11 Days

કોરોના દેશમાં:ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ યાદવ નિરહુઆ સંક્રમિત; આજે 13 લાખને પાર થઈ જશે એક્ટિવ કેસનો આંકડો

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 51,751 નવા દર્દી મળી આવ્યા
  • 1.60 લાખથી વધુ કેસ નોંધાયા; એક્ટિવ કેસ 12.5 લાખને પાર,12 દિવસમાં જ એક્ટિવ કેસ 6.78 લાખથી વધુ થયા

ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ યાદવ નિરહુઆ કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. નિરહુઆ વર્તમાન સમયમાં બાંદામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમની સાથે શૂટિંગમાં સામેલ બે ક્રૂ મેમ્બર્સનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેટલાક દિવસ અગાઉ ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી આમ્રપાલી પણ સંક્રમિત થઈ હતી.

સતત બીજા દિવસે 1.60 લાખથી વધારે કેસ મળ્યા
​​​​​​​
દેશમાં કોરોનાની ગતિ ભયાનક બની રહી છે. સોમવારે 1 લાખ 60 હજાર 694 નવા દર્દી મળી આવ્યા હતા. 96,727 સાજા થયા અને 880 લોકો મૃત્યુ પામ્યા. આ સતત બીજો દિવસ હતો, જ્યારે 1 લાખ 60 હજારમાંથી નવા દર્દીઓ વધુ મળ્યા. એક દિવસ પહેલાં રવિવારે 1 લાખ 59 હજાર 914 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.22 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 71 હજાર 89 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસ, એટલે કે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એની સંખ્યા આ મહિનાના 12 દિવસમાં 6 લાખ 78 હજાર 519 વધુ નોંધાયા છે. 1 એપ્રિલે 5 લાખ 80 હજાર 387 એક્ટિવ કેસ હતા, જે હવે વધીને 12 લાખ 58 હજાર 906 થઈ ગયા છે. સોમવારે એ વધીને 62,946 પર પહોંચી ગયા છે.

કોરોનાં અપડેટ્સ

  • દેશમાં કોરોનાની બીજી લહેરની અસર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. જો સૂત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના ઘણા સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતી રૂપે સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ ન્યાયાધીશો તેમના પોતાના નિવાસસ્થાનથી કાર્ય કરશે. આ દરમિયાન કોર્ટની વિવિધ બેંચ નિર્ધારિત સમયથી એક કલાક મોડી બેસશે અને સુનાવણી કરશે.
  • દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજ્યમાં કોરોના કેસ નવા સ્તરે પહોંચ્યા છે. દરેકને વિનંતી છે કે જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. અમે સતત બેડ વધારી રહ્યા છીએ. છેલ્લા એક અઠવાડિયામાં 5,000 બેડ વધારી દીધાં છે, આજે પણ 50% બેડ ઉપલબ્ધ છે, અમે એને હજી પણ વધારી રહ્યા છીએ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 14 એપ્રિલે કોરોના અને વેક્સિનેશન મુદ્દે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે.
  • અમદાવાદનો સાબરમતી આશ્રમ કોરોનાના વધતા જતા કેસોને જોતાં 13 એપ્રિલથી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
  • રાજસ્થાનમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 6-7 ધોરણનાં બાળકોને આગળના વર્ગમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • હરિયાણામાં સોમવારે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 51,751 નવા દર્દી અહીં મળી આવ્યા હતા, 52,312 દર્દી સ્વસ્થ થયા અને 258 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 34.58 લાખ લોકોને સંક્રમણ લાગ્યુ છે, જેમાંથી 28.34 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 58,245 લોકો મૃત્યુ પામ્યા. હાલમાં અહીં લગભગ 5.64 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
સોમવારે 13,604 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 3,197 લોકો સાજા થયા અને 72 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 7.05 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 6.14 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,224 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 81,576 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
સોમવારે રાજ્યમાં 11,491 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 7,665 લોકો સ્વસ્થ થયા અને 72 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 7.36 લાખ લોકોને સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 6.87 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,355 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 38,095 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. છત્તીસગઢ
સોમવારે રાજ્યમાં 13,576 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 4,436 લોકો સ્વસ્થ થયા અને 107 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 4.56 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 3.52 લાખો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,031 દર્દી મૃત્યુ પામ્યા છે. 98,856 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મધ્યપ્રદેશ
રાજયમાં સોમવારે 6,489 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 3,306 લોકો સાજા થયા અને 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં અત્યારસુધીમાં 3.44 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.01 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,221 લોકોનાં મૃત્યુ થયાં છે. 38,651 દર્દી સારવાર હેઠળ છે.

6. ગુજરાત
સોમવારે રાજ્યમાં 6,021 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 2,854 લોકો સાજા થયા અને 55 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 3.53 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 3.17 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4855 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અહીં 30,680 દર્દી સારવાર લઈ રહ્યા છે.