• Gujarati News
  • National
  • More Than 15 Lakh Cows Infected Across The Country, Center Said Need To Speed Up Vaccination

લમ્પીથી રાજસ્થાનમાં 46 હજાર ગાયોનાં મોત:દેશભરમાં 15 લાખથી અધિક ગાયો સંક્રમિત, કેન્દ્રએ કહ્યું- વેક્સિનેશન ઝડપી કરવાની જરૂરત

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

લમ્પી વાઇરસે દેશના 15 રાજ્યામાં 175 જિલ્લામાં પગપેસારો કર્યો છે. સત્તાવાર આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધી 15 લાખથી વધુ ગાયો સંક્રમિત તઇ ચૂકી છે અને 75 હજાર મૃત્યુ પામી છે. સૌથી ખરાબ હાલત રાજસ્થાનમાં છે. સરકારી આંકડા મુજબ, અહીં અત્યાર સુધીમાં 10.61 લાખ ગાયો સંક્રમિત થઇ ચૂકી છે, જ્યારે 46 હજારથીવધુ ગાયોનાં મોત થઇ ચૂક્યાં છે. જોકે વાસ્તવિક હાલત એનાથી પણ ભયાનક છે.

રાજસ્થાનમાં એક લાખથી વધુ ગાયોનાં મોત
ગોવંશના મૃત્યુનો આંકડો એક લાખને પાર કરી ચૂક્યો છે. એનાથી ગો-પાલન પર નિર્ભર પરિવારો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. બીજી બાજુ દૂધની અછત ઊભી થઇ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે જે રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યાં વેક્સિનેશન ઝડપી કરો. પશુપાલન વિભાગે આગલા 2 મહિનામાં 40 લાખ ગાયોને વેક્સિનેશનનો ટાર્ગેટ રાખ્યો છે.
જો કે એક સમસ્યા એ પણ છે કે સૌથી વધુ સંક્રમિત જિલ્લા જોધપુર અને બાડમેરમાં કેટલાય દિવસોથી વેક્સિનેશન જ બંધ છે. જોધપુરમાં અત્યાર સુધી 1,13,485 અને બાડમેરમાં 1,01,487 ગાયો સંક્રમિત થઇ ચૂકી છે.

જે રાજ્યોમાં લમ્પીનો કહેર વધુ છે, ત્યાંની સરકારો વરસાદ બંધ થવાની રાહ જોઇ રહી છે. એવું માનવામાં આવે છે કે વાઇરસ વરસાદમાં વધુ સક્રિય થાય છે. વરસાદ રોકાતા જ વાઇરસ ફેલાવનારા મચ્છર-માખી આછી થશે અને લમ્પી પર લગામ લાગશે. આ દરમિયાન વેક્સિન લગાવવાનું કામ જરૂર ઝડપી થઇ રહ્યું છે. અત્યારે ગાયોને ગોટ પોક્સ વેક્સિન લગાવવામાં આવી રહી છે. જો કો રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર અને ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાને સ્વદેશી વેક્સિન તૈયાર કરી લીધી છે.

ફેસ્ટિવલ સિઝન સુધી બધું સામાન્ય થવાનું અનુમાન
અમૂલના એમડી આરએસ સોઢીનું કહેવું છે કે લમ્પીથી પીડિત થવાથી ગાય દૂધ આપવાનું ઓછું કરી દે છે. અમારે અહીં દૂધની આવકમાં અડધા ટકાનો ફરક પડ્યો છે. ફેસ્ટિવલ સિઝન સુધી બધું સામાન્ય થઇ જવાની ઉમેદ છે. જેટલી માગ હશે, તે મુજબ અમે સપ્લાયની યોજના બનાવી લઇશું.

દૂધની આવક ઘટી, તો દૂધ સંઘોએ ભાવ વધાર્યા
લમ્પીથી સંક્રમિત થતાં જ ગાયનું દૂધ આપવું ઓછું થઇ જાય છે અથવા બંધ થઇ જાય છે. રાજસ્થાનમાં સૌથી વધુ પ્રભાવિત 5 જિલ્લોમાં દૂધ ઉત્પાદન 30% ઓછું થઇ ગયું છે. ગુજરાતમાં આ 10% છે. આવક ઘટવાથી કેટલીક ડેરી અને સંઘોએ દૂધના ભાવમાં 2થી 4 રૂપિયાનો વધારો કરી દીધો.

સારસંભાળ સારી હોવા છતાં ભારતીય નસલો પ્રભાવિત, આ જ વધારે દૂધ આપે છે
લમ્પીની લપેટમાં ભારતીય નસલો વધુ આવી રહી છે. રાજસ્થાન વેટરનરી યુનિવર્સિટીના પૂર્વ વીસી ડો. એકે ગહેલોતના અનુસાર, સારી સારસંભાળ રાખવા છતાં રાઠી, થારપારકર, કાંકરેજ, ગિર અને સાહિવાલ સંક્રમિત થઇ રહી છે. આ પાંચે નસલો અધિક દૂધ આપે છે.

શું છે બીમારી?
આ બીમારી એશિયામાં સૌથી પહેલા જુલાઇ 2019માં બાગ્લાદેશમાં સામે આવી. એ જ વરસે ભારતનાં પૂર્વોત્તર રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ કેશ મળ્યા. આ વરસે એ અંડમાન-નિકોબાર સમેત પશ્ચિમ બંગાળ અને ઉત્તરનાં રાજ્યોમાં ફેલાયો. લમ્પી વાઇરસ ત્વચાના રોગનું કારણ બને છે. આ કેટલાંક માખી-મચ્છર તેમજ ઇતરડીથી દ્વારા ફેલાય છે. તેમાં પશુઓની ત્વચા પર ગાંઠો થઇ જાય છે.

ઇલાજ માટે શીતળા માતાના દ્વારે પશુપાલકો
લમ્પીમાં ગાયોમાં ઓરી-અછબડાની જેમ દાણા નીકળે છે. લગાતાર મોતોથી પશઉપાલકો ચિંતિત છે. એવામાં તેઓ તેને ઓરી-અછબડા માની શીતળા માતાના દ્વારે માનતા માનવા પહોંચી જાય છે. ગુરુવારે અહીં 100થી વધુ પદયાત્રાઓ પહોંચી. તેમાં દસ હજારથી વધુ લોકો હતા. શીતળા માતાને ટાઢું ખાવાનું ધરાવીને પૂજા-અર્ચના કરી અને ગોવંશને આ આપદાથી બચાવવાની માનતા માની. માતાજીનું ચરણામૃત પશુપાલકો સંક્રમિત ગાયોના શરીર પર લગાવી રહ્યા છે.

પશુપાલકોને વળતર કેન્દ્રના ભરોસે
પશુપાલક વિભાગના સચિવ પીસી કિશને જણાવ્યું કે પશુપાલકોને વળતર બાબતે સીએમે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. એટલે કે વળતર હાલ તો કેન્દ્રના ભરોસે છે. સરકારી આંકડાઓમાં મોતનો આંકડો એટલો મોટો છે કે વળતર આપવું તે એક મોટો પડકાર છે. આ બાજુ કિશને જણાવ્યું કે એલએસડી પ્રો. વેક્સિન પણ હજુ સુધી કારગત નથી નીવડી. કેન્દ્રએ તેના પર હજી નિર્ણય નથી લીધો. હમણાં તો ગોટ પોક્સ વેક્સિન લગાવવામાં આવે છે. 21 લાખ ડોઝ આવી ચૂક્યા છે. ત્યાં 25 લાખ ડોઝ બીજા મંગાવવા માટે અમે ઓર્ડર આપ્યો છે. બે મહિનામાં 40 લાખ ગાયોને વેક્સિન લાગી જશે. એમાંથી લગભગ 12 લાખ ગાયો રાજ્યની ગૌશાળાઓમાં છે. પશુપાલન મંત્રી લાલાચંદ કટારિયાનું કહેવું છે કે પશ્ચિમી રાજસ્થાનમાં સંક્રમણ અને મૃત્યુદર ઘટ્યો છે. જેસલમેરમાં એક વીકમાં લમ્પીથી કોઇ પશુનું મૃત્યુ થયું હોય તેનો રિપોર્ટ નથી મળ્યો.

લમ્પીને મહામારી જાહેર કરવાની માગ ઊઠી
લમ્પીનો કહેર કોરોનાની જેમ ભયાવહ છે. લમ્પીથી પશુ પ્રભાવિત છે, જે પોતાનું દર્દ કોઇને કહી નથી શકતું . બીમારી 2019થી ચાલી આવી રહી છે, પરંતુ બે વરસ સુધી તેના આછા મામલા સામે આવ્યા. આ વરસે મે-જૂનમાં સંક્રમણ કોરોનાની જેમ ફેલાઇ રહ્યું છે.
કેન્દ્રએ તાત્કાલિક પગલાં લેવાં જોઇએ અને તેને મહામારી જાહેર કરવી જોઇએ. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણે બચાવની કમાન સંભાળવી જોઇએ.જે કિસાનોનાં પશુઓ મર્યાં છે, તેમને વળતર મળવું જોઇએ. જ્યારે ઉદ્યોગપતિઓને પેકેજ મળી શકે છે તો લમ્પી પ્રભાવિત કિસાનોને કેમ નહીં?

અન્ય સમાચારો પણ છે...