• Gujarati News
  • National
  • More Than 1000 Mm Of Rainfall Was Recorded In The Monsoon For The First Time In 18 Years; The Weather Department Issued An Orange Alert

દિલ્હીમાં ફરી રેકોર્ડ બ્રેક વરસાદ:રનવેથી એરપોર્ટ સુધી પાણી ભરાયાં, 1 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ ડાઇવર્ટ; 46 વર્ષનો સૌથી વધુ વરસાદ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • દિલ્હી, એનસીઆર, હરિયાણા અને યુપીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

દેશની રાજધાનીમાં ગઈ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં આ વર્ષે ભલે ચોમાસાએ મોડા દેખા દીધું હોય, પરંતુ એણે 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજધાની દિલ્હીમાં ચોમાસાની સીઝનનો અત્યારસુધીમાં 1005.3 મિમી વરસાદ નોંધાયો છે. આ 2010 બાદ આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદે ચોમાસામાં 1000 મિમીનો આંકડો પાર કર્યો છે. આ પહેલાં 1 સપ્ટેમ્બરે દિલ્હીમાં 19 વર્ષ બાદ એક દિવસનો સૌથી વધુ વરસાદનો રકોર્ડ નોંધાયો છે.

મશીનોથી પાણી બહાર કાઢી રહ્યા છે
દિલ્હીમાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે ત્યાંના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3માં પાણી ભરાઈ ગયું છે. અહીં પાર્ક કરેલાં વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય અને ચાર ડોમેસ્ટિક ફ્લાઇટ્સને જયપુર અને અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે. દિલ્હી જાહેર બાંધકામ વિભાગ (PWD)ના અધિકારીઓનું કહેવું છે કે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યાં મશીનો દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે.

એરપોર્ટના ગેટની સામે પાણી ભરાયા પછી આવી રીતે પત્થર રાખીને વ્યવસ્થા કરવી પડી હતી.
એરપોર્ટના ગેટની સામે પાણી ભરાયા પછી આવી રીતે પત્થર રાખીને વ્યવસ્થા કરવી પડી હતી.
સાઉથ દિલ્હીના અંડરપાસમાં પાણી ભરાવાને કારણે રસ્તા બંધ થઈ ગયા છે.
સાઉથ દિલ્હીના અંડરપાસમાં પાણી ભરાવાને કારણે રસ્તા બંધ થઈ ગયા છે.
દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરીવળ્યું.
દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરીવળ્યું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં શનિવારે પણ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ અનુસાર, દિલ્હી, એનસીઆર, હરિયાણા અને યુપીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

આ સીઝનમાં સરેરાશ વરસાદ બમણો પડ્યો છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી દિલ્હીમાં ચોમાસું શરૂ થાય છે. સમગ્ર વરસાદની ઋતુમાં સરેરાશ 649.8 મિમી વરસાદ પડે છે. જો આપણે 1 જૂનથી 10 સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો સરેરાશ 586.4 મિમી વરસાદ થાય છે. આ વખતે 10 સપ્ટેમ્બરના રોજ આ આંકડો 1005.3 પર પહોંચી ગયો. અગાઉ 2003માં અહીં 1005 મિમી વરસાદ નોંધાયો હતો.

દિલ્હીમાં 13 જુલાઇએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી, જે 19 વર્ષમાં સૌથી મોડું પહોંચ્યું હતું. એમ છતાં અહીં 16 દિવસ વરસાદ પડ્યો, જે ચાર વર્ષમાં સૌથી વધુ છે. ઓગસ્ટમાં માત્ર 10 દિવસ વરસાદ પડ્યો હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો છે. જ્યારે સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 248.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે દિલ્હીમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં 129.8 મિમી વરસાદ પડે છે.

દિલ્હી-NCRના વિસ્તારમાં રેડ અલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસવાના પગલે રેડ અલર્ટ જાહેર કરાયું છે. જેમાં દિલ્હી NCRના બહાદુરગઢ, ગુરુગ્રામ, લોની દેહાત, હિંડન એરફોર્સ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇંદિરાપુરમ, છપરૌલા, ચરખી દાદરી, મટ્ટનહેલ, સોનીપત, રોહતક, મોદિનગર, હાપુર, બાગપત વિસ્તારનો સમાવેશ કરાયો છે.

આ વિસ્તારમાં પાણી ભરાયા
મધુ વિહાર, હરિ નગર, રોહતક રોડ, બદરપુર, સોમ વિહાર, IP સ્ટેશન રિંગ રોડ પાસે, વિકાસ માર્ગ, સંગમ વિહાર, મેહરોલી-મદરપુર રોડ, પુલ પ્રહલાદપુર અંડરપાસ, મુનારિકા, રાજપુર ખુર્દ, નંગોલી અને કિરારી

જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે
સ્કાઇમેટ વેધરના વાઇસ-પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હવે માત્ર 24 કલાકમાં 100 મિમી સુધી વરસાદ પડી રહ્યો છે, પહેલાં આટલો જ વરસાદ 10થી 15 દિવસમાં પડતો હતો. આવા વરસાદથી ભૂગર્ભજળ રિચાર્જ થતું નથી અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે.