તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 10 Naxals Killed In Corona In South Bastar, Police Claim They Are Also Ordering Vaccines And Medicines In Sukma

ભાસ્કર એક્સક્લૂસિવ:દક્ષિણ બસ્તરમાં કોરોનાથી 10થી વધુ નક્સલીઓનાં મોત, પોલીસનો દાવો- તેઓ સુકમામાં વેક્સિન અને દવાઓ પણ મંગાવી રહ્યા

જગદલપુર/દંતેવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છત્તીસગઢના જંગલ વિસ્તારમાં રહેતા નક્સલીઓ પણ કોરોનાની ઝપેટમાં

છત્તીસગઢના જંગલવાળા વિસ્તારોમાં રહેતા નક્સલવાદીઓ સુધી પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં 10 થી વધુ નક્સલવાદીઓના આ મહામારીના કારણે મોત થયા છે. તેમાંથી 8 લોકોના મૃતદેહ સળગાવી દિશા હોવાની સુરક્ષા એજન્સીઓની માહિતી પણ મળી છે.

દાંતેવાડાના એસપી ડો.અભિષેક પલ્લવ કહે છે કે મૃત્યુ પામેલા નક્સલીઓ દક્ષિણ બસ્તર વિસ્તારના છે. તેમના નામની તપાસ કરવામાં આવી રહી છે. પલ્લવો દાવો કરે છે કે સુકમામાં તો નક્સલવાદીઓએ પણ સંક્રમણ સામે લડવા માટે વેક્સિન અને દવાઓ માંગાવી છે. અમારી અપીલ છે કે જે નક્સલી બીમાર છે તેઓ આવીને આત્મસમર્પણ કરે. પોલીસ તેમની સારવાર કરાવશે.

નક્સલવાદીઓ દવાઓ અને વેક્સિન લૂંટવામાં સામેલ
દંતેવાડા પોલીસને બાતમી મળી છે કે નક્સલવાદીઓ સામે કોરોના અને ફૂડ પોઇઝનિંગ હવે એક મોટી સમસ્યા બની રહી છે. મૃત્યુ પામેલા નક્સલીઓ પૈકી કેટલાક મોટા માથા જણાવાઈ રહ્યા છે. પોલીસને એવી માહિતી પણ મળી છે કે થોડા દિવસો પહેલા જ નકસલવાદીઓએ કોટા અને દોરનાપાલ વિસ્તારમાં કોરોનાની વેક્સિન અને દવાઓની લૂંટ કરી હતી.

બે દિવસ પહેલા જ નક્સલી લીડર સહિત 100થી વધુ લોકો બીમાર હોવાના સમાચાર મળ્યા હતા
​​​​​​​બે દિવસ પહેલા 100 થી વધુ નક્સલવાદીઓને દક્ષિણ બસ્તર વિભાગ, દરભા વિભાગ અને પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી હતી. તેમાં 25 લાખ રૂપિયાના ઇનામી સુજાતા, જયલાલ અને દિનેશ પણ સામેલ છે. એકલા દક્ષિણ બસ્તરમાં જ દંતેવાડા, બીજાપુર અને સુકમા જિલ્લા આવે છે. આ વિસ્તારમાં સરકારે આંધ્રપ્રદેશના સ્ટ્રેન અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે. અધિકારીઓએ પણ આ જ સ્ટ્રેનથી નક્સલીઓ સંક્રમિત થયાની આશંકા વ્યક્ત કરી છે.