તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 10 Lakh Active Corona Patients In The Country, The Relief Is That 50% Of Them Are Hospitalized, I.e. More Than 12 Lakh Covid Beds Are Vacant In The Country.

રાહત:દેશમાં સક્રિય કોરોના દર્દીઓ 10 લાખથી વધુ, રાહતની વાત એ છે કે તેમાંથી 50% હોસ્પિટલોમાં દાખલ, એટલે કે દેશમાં 12 લાખથી વધુ કોવિડ બેડ ખાલી

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
કોરોના વોર્ડની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કોરોના વોર્ડની ફાઇલ તસવીર.

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક રાહતના સમાચાર છે. દેશમાં સક્રિય કેસમાં 50%ને જ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ કેર સેન્ટરમાં ભરતી થવાની જરૂર પડી છે. આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆરની નવી હોમ આઈસોલેશન નીતિ હેઠળ લક્ષણ વિનાના કે હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવાના બદલે ડૉક્ટરની દેખરેખ હેઠળ ઘરે આઈસોલેશમાં રાખી શકાય છે. આ સ્થિતિમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ભલે 11 લાખને પાર થઈ ગઈ હોય, પરંતુ હોસ્પિટલોમાં હાલ લગભગ 5.50 લાખ દર્દી જ ભરતી છે. તેનો અર્થ એ છે કે, આરોગ્ય ક્ષેત્રનાં સંસાધનો મુદ્દે પાછળ ગણાતા ભારતમાં હજુ કોવિડ દર્દીઓ માટે અલગ કરાયેલા કુલ બેડ્સમાંથી 12.70 લાખથી વધુ બેડ ખાલી છે.

દિલ્હીમાં 18.8% તો ઝારખંડમાં 98.9% દર્દી હોસ્પિટલમાં દાખલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, 11 સપ્ટેમ્બરે દેશભરમાં 4,57,417 કોરોના દર્દી જુદાં જુદાં રાજ્યની હોસ્પિટલોમાં ભરતી હતા. તેમાં સૌથી વધુ 1,14,984 કોરોના દર્દી મહારાષ્ટ્રમાં ભરતી હતા, જ્યારે ઝારખંડમાં આશરે 99% દર્દી હોસ્પિટલો કે કોવિડ કેર સેન્ટરોમાં ભરતી હતા. એ દિવસે દેશમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 9,57,795 હતી.

રાજ્યસક્રિય દર્દીભરતી દર્દીટકાવારી
બિહાર15678793950.6
ચંદીગઢ258688634.2
છત્તીસગઢ332462428773
દિલ્હી26907506618.8
ગુજરાત162351100367.7
હરિયાણા18875386320.4
હિમાચલ2873210673.3
ઝારખંડ151801501598.9
મધ્ય પ્રદેશ189921551581.6
મહારાષ્ટ્ર27156611498442.3
પંજાબ190961712189.6
રાજસ્થાન15859863454.4

​​​​​​આ આંકડા 11 અને 12 સપ્ટેમ્બરના છે. હાલમાં જ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રાલયે આ આંકડા રજૂ કર્યા હતા. આ આંકડા રાજ્ય સરકારોએ કેન્દ્રને મોકલ્યા હતા.

સક્રિય દર્દીઓમાંથી 2.12% આઈસીયુમાં
9થી 10 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સક્રિય દર્દીઓમાંથી 2.12% દર્દી આઈસીયુ, 0.38% દર્દી વેન્ટિલેટર પર અને 3.64% દર્દી ઓક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ હતા. જોકે, દિલ્હીમાં સેંકડો દર્દીઓ હોસ્પિટલમાં ભરતી ન હતા, પરંતુ તેમને જ ઘરે જ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવો પડ્યો હતો.

કોરોના દર્દીઓ માટે કેટલા બેડ

  • કોવિડ હોસ્પિટલો: 4,16,116 (તેમાં 36,418 બેડ અને 1,25,250 ઓક્સિજન બેડ)
  • કોવિડ હેલ્થ સેન્ટર: 3,23,173 (તેમાં 20,97,000 બેડ અને 81,969 ઓક્સિજન બેડ)
  • કોવિડ કેર સેન્ટર: 10,84,183

કોને અપાય છે હોમ આઈસોલેશન
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં લક્ષણ ના હોય અથવા ખૂબ હળવા લક્ષણ હોય તો ડૉક્ટરની દેખરેખ હેઠળ હોમ આઈસોલેશન આપી શકાય છે. જોકે, તે માટે ઘરમાં પૂરતી સુવિધા હોવી જોઈએ. 10 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું જરૂરી છે અને છેલ્લા ત્રણ દિવસમાં તાવ ના આવે તો તે વ્યક્તિ કોરોના મુક્ત મનાય છે. એ પછી પણ તેમણે સાત દિવસ ઘરમાં રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...