તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. ગત દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા બાદ દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી છે તેવા દર્દીની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં રેકોર્ડ 50,438નો વધારો થયો છે.
દેશમાં 7 લાખ 37 હજાર 870 કોરોનાના દર્દી સારવાર
દેશમાં 7 લાખ 37 હજાર 870 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. આ આંકડો એક મહીના પહેલા એટલે કે 4 માર્ચે એક્ટિવ કેસના આંકથી 4 ગણો વધ્યો છે. 4 માર્ચે દેશમાં 1 લાખ 73 હજાર 374 એક્ટિવ કેસ હતા. છેલ્લા એક જ મહીનામાં દેશમાં 7548 લોકોને મોત પણ થયા છે.
8 એપ્રિલના રોજ PM મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે
રાજ્યોમાં કોરોનાની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવામાં આવશે. આ અગાઉ તેમણે રવિવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોમાં જાગૃત્તિ અને તેમની ભાગીદારી જરૂરી છે. જો 5 ફોલ્ડ સ્ટ્રેટેજી (ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ગાઈડલાઈન્સ પ્રમાણે વ્યવહાર અને વેક્સિનેશન)ને ગંભીરતાથી અપનાવવામાં આવે છે તો આ મહામારીને અટકાવવામાં મદદ મળશે.
છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કેસ નોંધાયા
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ મળી આવ્યા છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાની વેક્સિન લીધી
દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે વેક્સિનેશન અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. લખનઉની સિવિલ હોસ્પિટલમાં સીએમ યોગીએ ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ દરમિયાન તેમણે લાયક લોકોને કોરોનાની વેક્સિન લગાવવા માટેની અપીલ પણ કરી હતી. વેક્સિન લગાવતા બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, 'દેશવાસીઓને નિ:શુલ્ક કોરોનાની વેક્સિન આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર, આ સાથે જ તેમણે કહ્યું કે હું તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું જેમણે સમય પર ભારતમાં બે વેક્સિન લોન્ચ કરી દીધી, આ વેક્સિન સંપૂર્ણપણે સલામત છે અને આપણે બધાએ આ વેક્સિન લગાવવી જોઈએ.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath receives first dose of COVID-19 vaccine at Civil Hospital, Lucknow pic.twitter.com/MwpMAUca7K
— ANI UP (@ANINewsUP) April 5, 2021
સમગ્ર દેશમાં મહામારી ભયાનક બની ગઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં એ સંપૂર્ણ રીતે બેકાબૂ છે. અહીં નવા સંક્રમિત થયાના ડેટા રોજ નવા રેકોર્ડો બનાવી રહ્યા છે. રવિવારે રાજ્યમાં 57,074 કેસ નોંધાયા હતા. તેની તુલના ભારત સિવાય બીજા દેશોમાં રવિવારે મળી આવેલા કેસો સાથે કરીએ તો ફક્ત ફ્રાન્સ (60,922) જ આગળ હતું.
અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.26 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.17 કરોડ સાજા થયા છે અને 1.65 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 7.37 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
કોરોનાં અપડેટ્સ
મુખ્ય રાજ્યની પરિસ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં રવિવારે 57,074 નવા દર્દી મળી આવ્યા હતા. 27,508 દર્દી સાજા થયા અને 222 લોકો મૃત્યુ પામ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 30.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 25 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,878 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
2. દિલ્હી
અહીં રવિવારે 4,033 નવા કેસ નોંધાયા હતા. 2,677 દર્દી સાજા થયા અને 21 લોકોનાં મોત થયાં . અહીં અત્યારસુધીમાં 6.76 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.51 લાખ લોકો સાજા થયા છે અને 11,801 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 13,982 દર્દી સારવાર હેઠળ છે.
3. મધ્યપ્રદેશ
અહીં રવિવારે 3,178 કેસ નોંધાયા હતા. 2201 લોકો સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.06 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 2.81 લાખ સાજા થયા છે, જ્યારે 4,040 લોકોનાં મોત થયાં છે. હાલમાં 21,335 લોકોની સારવાર ચાલી રહી છે.
4. પંજાબ
રવિવારે 3,006 નવા દર્દી મળી આવ્યા હતા. 2,955 સાજા થયા, જ્યારે 51 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.51 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.19 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,083 લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં 25,314 લોકો સારવાર લઈ રહ્યા છે.
5. ગુજરાત
રવિવારે અહીં 2,875 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા. 2,024 દર્દીઓ સાજા થયા, જ્યારે 14 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.18 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, જેમાંથી 2.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,566 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 15,135 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.
6. રાજસ્થાન
રવિવારે અહીં કોરોનાના 1,729 કેસ નોંધાયા હતા. 587 દર્દી સાજા થયા અને 2 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.39 લાખ દર્દી આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.23 લાખ લોકો સજા થયા છે, જ્યારે 2,829 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 12,878 દર્દી સારવાર લઈ રહ્યા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.