રાજ્યના વધુ 4 IASને કોરોના:આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાજકુમાર બેનિવાલ પોઝિટિવ, અન્ય અધિકારીઓના રિપોર્ટ પોઝિટિવ આવવાની શક્યતા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ) - ફાઇલ તસવીર - Divya Bhaskar
જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ) - ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે આવતીકાલની કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે
  • IAS હારિત શુક્લા બીજી વખત કોરોના સંક્રમિત થયા, 2020માં સંક્રમિત થયા હતા

ગુજરાત સરકારના વધુ બે IAS કોરોના સંક્રમિત થયા છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS રાજકુમાર બેનિવાલ, IAS હારિત શુક્લા, IAS મનોજ અગ્રવાલ અને જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા છે. સાંજે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે, આવતીકાલે વધુ કેટલાંક અધિકારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા છે.

જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ) - ફાઇલ તસવીર
જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ) - ફાઇલ તસવીર

ગુજરાત સરકારના કુલ 5 IAS અધિકારી કોરોના સંક્રમિત થયા છે. IAS હારિત શુક્લા વર્ષ 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમણે હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે કેબિનેટ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાને કારણે રદ કરવામાં આવ્યું છે.

મનોજ અગ્રવાલ, ACS (હેલ્થ) - ફાઇલ તસવીર
મનોજ અગ્રવાલ, ACS (હેલ્થ) - ફાઇલ તસવીર

આ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા

  • મનોજ અગ્રવાલ, ACS (હેલ્થ)
  • જગદીશ પ્રસાદ ગુપ્તા, પ્રિન્સિપલ સેક્રેટરી (ફાઇનાન્સ)
  • હારિત શુક્લા, સેક્રેટરી (ટુરિઝમ)
  • જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ)
  • રાજકુમાર બેનિવાલ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અમદાવાદ
રાજકુમાર બેનિવાલ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અમદાવાદ - ફાઇલ તસવીર
રાજકુમાર બેનિવાલ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અમદાવાદ - ફાઇલ તસવીર

ગુજરાતમાં આજે 2265 કેસ નોંધાયા
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે.

હારિત શુક્લા - ફાઇલ તસવીર
હારિત શુક્લા - ફાઇલ તસવીર

7881 એક્ટિવ કેસ અને 18 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 293ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 125 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 287 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7881 એક્ટિવ કેસ છે, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7863 દર્દીની હાલત સ્થિર છે.

જગદીશ પ્રસાદ ગુપ્તા, પ્રિન્સિપલ સેક્રેટરી (ફાઇનાન્સ) - ફાઇલ તસવીર
જગદીશ પ્રસાદ ગુપ્તા, પ્રિન્સિપલ સેક્રેટરી (ફાઇનાન્સ) - ફાઇલ તસવીર

પોરબંદરમાં કોરોનાના કેસ નહીં પરંતુ ઓમિક્રોનનો એક કેસ
રાજ્યમાં નવા વર્ષના સાથે જ કોરોનાના કેસમાં જંગી ઉછાળા આવી રહ્યા છે. માત્ર ચાર દિવસમાં જ કેસ એક હજારથી વધીને સીધા 2200 ઉપર થઈ ગયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં રાજ્યમાં માત્ર પાંચ જિલ્લા જ બચ્ચા છે જ્યાં આજે (4 જાન્યુઆરીએ) એકપણ કેસ નોંધાયો નથી. જેમાં બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદર સામેલ છે. તો ઓમિક્રોનની વાત કરીએ તો પોરબંદર જ એકમાત્ર જિલ્લો છે, જ્યાં કોરોનાના કેસ નથી પરંતુ ઓમિક્રોનનો એક કેસ છે.

હજી 24મીએ 98 કેસ હતા, 4 જાન્યુઆરીએ 188 ઘણા કેસ વધી ગયા
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 4 જાન્યુઆરીએ ડબલ જેટલા 2265 નવા કેસ થયા છે. જ્યારે 24 ડિસેમ્બર બાદ 12 દિવસે કેસમાં 188 ઘણો વધારો થયો છે અને 2265 થયા છે.

અન્ય સમાચારો પણ છે...