ચોમાસુ પોર્ટ બ્લેરથી 425 કિમી દૂર નાનકોવરી ટાપુ પર અટકી ગયું છે. છેલ્લા 6 દિવસથી તે અહીં જ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અહીંથી આગળ વધવા માટે જે અનુકૂળ પવન જોઈએ, તે આગામી બે દિવસ સુધી બનતા જોવા મળી રહ્યા નથી. સામાન્ય રીતે ચોમાસુ 21 મેના રોજ પોર્ટ બ્લેર પહોંચે છે. પછી 11 દિવસ પછી કેરળમાં 1 જૂને પહોંચે છે.
જોકે, ચોમાસુ 2-3 દિવસ મોડું હોવાની આગાહી અગાઉ જ કરી હતી. હવે તે પોર્ટ બ્લેરથી પણ આગળ વધુ બે દિવસ અટકેલું રહી શકે એમ છે, એટલે તેના 5થી 9 જૂનની વચ્ચે કેરળ પહોંચવાની આશા છે. જૂનનમાં ચોમાસાનાં પવનો નબળા રહેવાની સંભાવના છે. આથી, ચોમાસુ કેરળથી આગળ વધવાની ગતિ પણ ધીમી રહી શકે છે.
હવામાનના પૂર્વાનુમાનને સચોટ બનાવવા સુપરકમ્પ્યૂટર ફીટ કરાશે આગામી જાન્યુઆરીથી હવામાનનું પૂર્વાનુમાન વધુ સચોટ આવશે. નોએડાના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અને પુણેના આઈઆઈટીએમમાં સુપરકમ્પ્યૂટર લગાવાશે.
અત્યારે દેશમાં 12 કિમીના ગ્રિડમાં સચોટ ભવિષ્યવાણી થાય છે, એટલે કે 12 કિમીના વિસ્તારમાં જો વરસાદ, કરા, વીજળી, આંધી કે તીવ્ર ગરમી કે ઠંડી પડવાની છે તો તેનું અનુમાન લગાવી શકાય છે. સુપરકમ્પ્યૂટર ફીટ થયા પછી 6 કિમી વિસ્તારનું સચોટ અનુમાન લગાવી શકાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે, અત્યારે જે પૂર્વાનુમાનને 6 કલાક લાગે છે, નવા સુપરકમ્પ્યૂટરમાં અઢીથી ત્રણ કલાક લાગશે.
ઉત્તર ભારતમાં વરસાદથી તાપમાન એક દિવસમાં પાંચ ડિગ્રી ઘટ્યું
ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે પ્રવેશ કરતાં બુધવારે લૂ ચાલી ન હતી. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડમાં કેટલીક જગ્યાએ તેજ પવન સાથે વરસાદ પણ પડ્યો છે. જેના લીધે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી ઓછું રહ્યું હતું.
ચોમાસા પહેલાં તીવ્ર ગરમી પડવાને કારણે વરસાદ પ્રભાવિત થયો છે. જમીનમાં ભેજ ન હોવો અને વધુ તાપમાન રહેવાથી ચોમાસુ સરળતાથી ખેંચાતું હોય છે.
વિશેષજ્ઞ કહે છે- આ સમયે વરસાદ ચોમાસા માટે સારો સંકેત નથી| હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું માર્ચથી મે સુધી સક્રિય રહેવું સારો સંકેત નથી. આમ તો ચોમાસુ અનેક કારણોસર પ્રભાવિત થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.