તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Monsoon Rains Forecast Tracker Latest Update | Monsoon 2021 Predictions India | Orange Alert MP, Gujarat, Rajasthan, Bihar

મોન્સૂન ટ્રેકર:મુંબઈમાં ભારે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું; 2-3 દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ

5 દિવસ પહેલા

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું હતું. ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે 9થી 10 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે પણ આ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. IMD મુંબઈએ કહ્યું છે કે સેટેલાઈટ ઓબ્ઝર્વેશન પ્રમાણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 3-4 કલાક દરમિયાન 2-3 સે.મી. પ્રતિ કલાક પ્રમાણે વરસાદ થવાની સંભાવના છે.

હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. સવારથી થઈ રહેલા વરસાદને લીધે માર્ગો પર ઘૂંટણ સુધી પાણી ભરાયેલું છે. IMD મુંબઈના વડા ડો.જયંત સરકારના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસા પ્રત્યેક વર્ષ 10 જૂન સુધી પહોંચે છે. પણ આ વખતે સમય કરતા એક દિવસ વહેલુ ચોમાસુ આવ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદને જોતા લોકલ ટ્રેન સેવાને કુર્લા અને CSMT સ્ટેશન વચ્ચે સવારે 9.50 વાગે અટકાવવામાં આવી છે.

મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે
મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે આજે બુધવારે સવારે 11.45 વાગ્યે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન સમુદ્રમાં 4થી 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. જો વરસાદ આમ જ વરસતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. આને કારણે કોરોના સંક્રમણ અંગે પણ મુશ્કેલીઓમાં વધારો નોંધાશે.

મુંબઈમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આગામી કેટલાક દિવસોમાં મોન્સૂન તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય કેટલાક ભાગો સક્રિય થઈ શકે છે. આગામી 4-5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

ચેન્નાઈમાં પણ સોમવાર અને મંગળવારે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે દિવસ દરમિયાન પણ વાહન લાઇટ્સ ચાલુ કરવી પડી હતી.
ચેન્નાઈમાં પણ સોમવાર અને મંગળવારે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે દિવસ દરમિયાન પણ વાહન લાઇટ્સ ચાલુ કરવી પડી હતી.

મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ યથાવત
મુંબઈમાં મોન્સૂન આગામી 2-3 દિવસમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોન્સૂન મુંબઈ અને કોલકાતામાં એકસાથે પહોંચી શકે છે. અત્યારે મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. આ સપ્તાહે મુંબઈ અને અન્ય કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનાં એંધાણ જણાયાં છે.

મુંબઈ અને કોલકાતામાં ચોમાસાનું આગમન 11 જૂન આસપાસ થશે. આની સાથે તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં મોન્સૂન સક્રિય થશે. આગામી 4-5 દિવસોમાં છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદ થવાનાં એંધાણ છે.

આ સપ્તાહે ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 જૂન પછી પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગાંગીય ક્ષેત્રમાં, 11 જૂને બંગાળ અને બિહાર, 11-12 જૂને પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં આ ચોમાસાના પ્રથમ લો પ્રેશર ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે. આના કારણે ઓડિશા, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વી UP, MP અને ગુજરાતના કેટલાક ભાગમાં મોન્સૂન પહોંચશે.

ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં 11-13 જૂનથી વરસાદના એંધાણ
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતો એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.

કોલકાતામાં યાસ વાવાઝોડાને પરિણામે 3 ગણો વરસાદ
કોલકાતામાં મે મહિનામાં યાસ વાવાઝોડાને કારણે 3 ગણો વરસાદ નોંધાયો છે. જૂનના પ્રથમ સપ્તાહે પ્રી-મોનસૂન વરસાદ વરસી રહ્યો છે. ત્યાં, મુંબઈમાં જૂનમાં વરસાદ સામાન્ય એવરેજ 493.1 મિમી છે, જ્યારે ગત 8 દિવસોમાં કુલ 135.3 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.

પશ્ચિમી મધ્ય પ્રદેશમાં વધુ વરસાદ નોંધાશે
હવામાન વિભાગે 1 જૂનના રોજ લોન્ગ રેન્જ ફોરકાસ્ટ અનુસાર આ વેળા ભોપાલ સહિત પશ્ચિમી મધ્ય પ્રદેશમાં પૂર્વી ભાગોથી વધુ વરસાદ નોંધાવાની સંભાવના છે. દક્ષિણ-પષ્શિમી મોનસૂન ઝડપી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના નિષ્ણાત એકે શુક્લાએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી વાળી બ્રાન્ચે એક જ દિવસમાં ઉત્તર-પૂર્વી ભાગને કવર કરી લીધું હતું.

જો આ ગતિ ચાલુ રહી તો 11 વર્ષ પછી આ બીજી વાર હશે, જ્યારે ચોમાસું નિર્ધારિત સમય પહેલા જ ભોપાલ પહોંચશે એટલે કે 20 જૂન. તેનું મુખ્ય કારણ એ છે કે 11 જૂને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર પણ બને તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં પણ ઘણી સિસ્ટમ્સ સક્રિય છે. તેનાથી ચોમાસામાં વેગ આવશે. આ પહેલા 2013માં ચોમાસું 10 જૂને ભોપાલ પહોંચ્યું હતું.

ભોપાલમાં મંગળવારે સાંજે એક કલાકમાં આશરે 1.5 ઈંચ વરસાદ નોંધાયો
ભોપાલમાં મંગળવારે હવામાનની અસર સાવ અલગ છે. સવારે ભારે તડકો અને ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. સાંજ સુધીમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું અને મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારપછી રાત્રે 8.30 વાગ્યે મોટાભાગના વિસ્તારોમાં 40ની ઝડપે પવન ફૂંકાયો હતો. આ કારણે ન્યૂ એન્ડ ઓલ્ડ શહેર કોલાર અને ભેલ ટાઉનશિપની 70 સોસાયટીમાં મોડી રાત સુધી વિજ-પુરવઠો ઠપ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...