આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
મહત્તમ તાપમાન સામાન્ય અને સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદ 467mm થાય છે. જો ગયા વર્ષની વાત કરીએ તો એ દરમિયાન 436mm વરસાદ નોંધવામાં આવ્યો હતો.
ચોમાસા દરમિયાન દેશમાં વર્ષ દરમિયાન 87 સેમી વરસાદ થાય છે. વર્ષનો સામાન્ય વરસાદ 96થી 104% માનવામાં આવે છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે આખા ચોમાસા દરમિયાન લા-નીના પરિસ્થિતિ રહેવાની શક્યતા છે, તેથી જ વરસાદ વધારે થવાની શક્યતા છે.
શું છે લા-નીના
લા-નીનાનો અર્થ પ્રશાંત મહાસાગરના દરિયા કિનારાના તાપમાનમાં વારંવાર ફેરફાર થવો. એનાથી આખી દુનિયાના હવામાનને અસર થાય છે. અલ નીનોને કારણે તાપમાન ગરમ થાય છે અને લા-નીનાને કારણે ઠંડું થાય છે. આ વર્ષે ચોમાસું ત્રણ દિવસ પહેલાં કેરળ પહોંચ્યું છે. જો પંજાબની વાત કરીએ તો અહીં લૂ આવવાની શક્યતા છે. અહીં ચોમાસું 30 જૂન પહેલાં આવવાની શક્યતા છે.
2019થી સતત સારો થઈ રહ્યો છે વરસાદ
જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયામા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને 22 મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે.
આ વર્ષે મે મહિનામાં વધારે ગરમી રહી
મે મહિનામાં સરેરાશ દેશમાં વધારે ગરમી નોંધાઈ છે. IMDના જણાવ્યા પ્રમાણે, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં વધારે ગરમી નોંધાઈ છે. અમૃતસરમાં તો 2013 પછી પહેલીવાર ગરમી 40 ડીગ્રી પાર થઈ છે.
દિલ્હીમાં પવન ફૂંકાતાં વક્ષો તૂટ્યાં
દિલ્હીમાં ચોમાસાના પહેલા મહિને એટલે કે જૂનમાં સામાન્ય વરસાદ થવાનો છે. સામાન્ય રીતે જૂનમાં 165 mm વરસાદ થવાનો છે. જૂનમાં સામાન્ય વરસાદની રેન્જ 92થી 108 ટકા છે. દિલ્હીમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. એેને કારણે ઘણાં ઝાડ તૂટી ગયાં અને વીજળી જતી રહી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે વરસાદ સાથે 30 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડીગ્રી આસપાસ રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે, એેને કારણે તાપમાનમાં ઘટાડો થશે. જોકે આ સપ્તાહમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.