તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Monsoon Rain LIVE Updates; Maharashtra Madhya Pradesh Gujarat | IMD Predicts Heavy Rains In Uttar Pradesh, Chhattisgarh In Next 24 Hours

મોન્સૂન ટ્રેકર:મુંબઈમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા; ગુજરાતમાં 5 દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી

4 મહિનો પહેલા
  • ગુજરાતના વલસાડ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો

મહારાષ્ટ્ર પછી મોન્સૂનનું આગમન ગુજરાત અને મધ્યપ્રદેશમાં થયું છે. મધ્ય પ્રદેશમાં 7 દિવસ પહેલા ચોમાસુ બેઠું. બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ બાજુ નીચાણવાળા દબાણનું ક્ષેત્ર બન્યું. જેથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 20 રાજ્યોમાં મોન્સૂન અલર્ટ જાહેર કરાયું છે.

આ રાજ્યમાં મોન્સૂન અલર્ટ
ઓડિશા, પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, તેલંગાણા, દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, મરાઠાવાડા અને વિદર્ભ, તામિલનાડુ, રાયલસીમા, લક્ષદ્વીપ, આંતરિક કર્ણાટક, દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં 5 દિવસ સુધી સતત વરસાદ નોંધાઈ શકે છે- હવામાન વિભાગ
ગુજરાતમાં 5 દિવસ સુધી સતત વરસાદ નોંધાઈ શકે છે- હવામાન વિભાગ

ગુજરાતમાં મેઘરાજાનું આગમન
ગુજરાતમાં ગુરૂવારે ચોમાસું બેઠું છે. મેઘરાજાએ કપરાડાથી રાજ્યમાં પ્રવેશ કર્યો છે. વલસાડ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આની પહેલા બુધવારે રાત્રે વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયું હતું. રાજ્યના ઘણા જિલ્લામાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 જૂનથી 13 જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ નોંધાયો હતો.

આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં 75 મિમી, મુંબઈના સાંતાક્રૂઝમાં 107 મિમી, કોંકણના દહાનુમાં 64 મિમી અને આસામના સિલચરમાં 64 મિમી વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે મુંબઈની પરિસ્થિતિ વણસી
મુંબઈમાં શુક્રવારના રોજ ફરીથી મુશળધાર વરસાદ નોંધાયો છે. IMDએ આખો દિવસ ભારે વરસાદ નોંધાઈ શકે છે, એવી આગાહી કરી છે. શુક્રવારે તડકો તથા વરસાદ બંને હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા.

મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

મુંબઈના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ
મુંબઈના કોલાબા, અંધેરી, સાયન, માહિમ, કિંગ્સ સર્કલ, હિંદમાતા, દાદર અને પરેલના ઘણા વિસ્તારોમાં માર્ગો અને અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે. જોકે, ધીમી ધારે વરસાદ વરસતા પાણીનું ડ્રેનેજ પણ થઈ રહ્યું છે. ભારે વરસાદની આશંકાના પરિણામ મરીન ડ્રાઈવમાં સવારે 9 વાગ્યા પછી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. મુંબઈની જેમ નવી મુંબઈ અને થાણેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 107.4 મિમી વરસાદ
હવામાનનું પુર્વાનુમાન આપતી સંસ્થા 'સ્કાઈમેટ'ના જણાવ્યા પ્રમાણે, 24 કલાકમાં 3 અંકોના બમણા વરસાદની પરિસ્થિતિમાં આ એક સારી શરૂઆત છે. જૂનના પહેલા 10 દિવસોમાં, મુંબઈમાં 426.9 મિમી વરસાદ નોંધાયો છે. જે નોર્મલ 89 મિમીથી 338 મિમી વધુ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોલોબામાં 23.4 મિલીમીટર અને સાંતાક્રૂઝમાં 107.4 મિલીમીટર વરસાદ નોંધાયો.

ધોધમાર વરસાદ વચ્ચે ઘુંટણસમા પાણી વચ્ચે જન જીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ધોધમાર વરસાદ વચ્ચે ઘુંટણસમા પાણી વચ્ચે જન જીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

હાઈટાઈડ અલર્ટ
મુંબઈમાં વરસાદ વચ્ચે હાઈ ટાઈડ અલર્ટનું જોખમ. શુક્રવારે બપોરના સમયે 12:54 વાગ્યાની આસપાસ મુંબઈમાં હાઈટાઈડ આવવાની સંભાવના છે. ત્યારે સમુદ્રરમાં 4 મીટર ઉંચી લહેરો ઉઠશે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 15 ટીમને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. NDRFના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને ટ્વીટ કર્યું હતું કે રત્નાગિરિમાં 4 ટીમો, સિંધુદુર્ગ, પાલઘર, રાયગઢ અને થાણેમાં 2 ટીમો અને કુર્લામાં એક ટીમ ગોઠવવામાં આવી છે.

મહારાષ્ટ્રઃ આ શહેરોમાં ધોધમાર વરસાદની આશંકા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 11થી 15 જૂન વચ્ચે મુંબઈ અને ઉપનગરોમાં ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે. મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, પાલઘર અને અલીબાગમાં આ દરમિયાન પાણી ભરાઈ જવાનું જોખમ રહ્યું છે. આ સમયગાળામાં સિંધુદુર્ગ, રાયગઢ, મહાબળેશ્વર અને રત્નાગિરી સહિત કોંકણના અન્ય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી. મુંબઈમાં 2 જગ્યાએથી મોન્સૂનનું આગમન થયું છે. પૂર્વી મધ્ય અને ઉત્તરી અરબ સાગરમાં મધ્યમ સ્તર બાજુથી એક ચક્રવાતી સર્ક્યુલેશન બન્યું છે.

દિલ્હી NCRમાં મોડી રાત્રે વરસાદ
દિલ્હીમાં વરસાદના આગમનથી ગરમીમાં લોકોને રાહત મળી હતી. ત્યાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતા 1 ડિગ્રી વધુ હતું. શુક્રવારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ આવવાના એંધાણ. દિલ્હીમાં એક સપ્તાહ સુધી ધીમી-ધારે વરસાદ નોંધાઈ શકે છે. શુક્રવારે સવારે દિલ્હીનું શુક્રવારે સવારે આઠ વાગ્યે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું.

મધ્ય પ્રદેશઃ 13-14 જૂન સુધીમાં ચોમાસું ઈન્દોર-ભોપાલ પહોંચશે
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુરુવારે બેતુલ, છીંદવાડા, સિવની, બાલાઘાટ અને મંડલા થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ્યું છે. હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 10 દિવસ સુધી સતત સક્રિય ચોમાસાને કારણે મધ્યપ્રદેશમાં પણ અગાઉથી મોન્સૂનનું આગમન થયું છે. જોકે, તે 20 જૂન સુધીમાં સંપૂર્ણપણે સક્રિય થવાની સંભાવના છે. 13 થી 14 જૂન સુધીમાં ચોમાસું ઈન્દોર-ભોપાલ પહોંચશે.

આ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી
ભોપાલ, જબલપુર, શાહદોલ, રેવા, સત્ના, બેતુલ, હરદા, ખંડવા, બુરહાનપુર, ઉજ્જૈન, સાગર, ગ્વાલિયર, ખારગોન, બરવાની, અલીરાજપુર, ઝાબુઆ, ધાર, ઇન્દોર, હોશંગાબાદ, સીધી, સિંગરોલી

બિહારમાં 48 કલાકનું અલર્ટ
બિહારના દક્ષિણ-પશ્ચિમમાં મોનસૂનની અનુકુળ સ્થિતિ બની રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાકની ચેતવણી જાહેર કરી છે. 16 જિલ્લામાં વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી છે. જ્યારે 22 જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. ઝારખંડ સરહદને અડીને આવેલા જમુઇ, બાંકા, કટિહાર અને પૂર્ણિયાથી મોન્સૂન રાજ્યમાં 15 જૂન આસપાસ પ્રવેશ કરી શકે છે. અહીંથી ચોમાસું પટણા, ગયા, નાલંદા થઈને આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...