મોન્સૂન ટ્રેકર:મુંબઈમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, આજે હાઇટાઇડનું અલર્ટ

મુંબઈ4 મહિનો પહેલા
મુંબઈમાં શુક્રવારે પણ હાઇટાઈડથી દરિયામાં જોરદાર મોજાં જોવા મળ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં ચોમાસું જામી રહ્યું છે, જ્યારે ગુજરાત-મધ્યપ્રદેશમાં સક્રિય થઈ રહ્યું છે. આગામી 24 કલાકમાં મોન્સૂન બિહારમાં પણ એન્ટર થશે. આ દરમિયાન બિહારના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે.

મુંબઈ અને આજુબાજુના જિલ્લામાં ગત રાત્રે અટકી-અટકીને વરસાદ પડ્યો હતો, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જોકે વીકેન્ડ હોવાને કારણે રસ્તા પર સામાન્ય દિવસોની જેમ ભીડ જોવા નહોતી મળી.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે પણ મધ્યમથી ભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. BMCએઆજે બપોરે 12.30થી 1ની વચ્ચે હાઇટાઈડનું અલર્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન સમુદ્રમાં 4-5 મીટર ઊંચી લહેરો જોવા મળી શકે છે.

આ પહેલાં મુંબઈમાં શુક્રવારે સતત બીજા દિવસે જોરદાર વરસાદ ખાબક્યો. સાંતાક્રુઝની બેઝ ઓબ્ઝર્વેટરી મુજબ, મુંબઈમાં શુક્રવારે સાંજે 5.30 સુધીમાં 137 મિમી વરસાદ પડ્યો, જે ગુરુવારની તુલનાએ 37 મિમી વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 115.6થી 204.4 મિમી વચ્ચે વરસાદને ઘણો ભારે વરસાદ માનવામાં આવે છે. જ્યારે કે મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં 300 મિમી વરસાદ નોંધાયો છે. આગામી કેટલાક દિવસોમાં વધુ ભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદને કારણે કલ્યાણની પાસે અહમદનગર હાઈવે પર લેન્ડસ્લાઈડ થયું. અહીં પહાડો પરથી પડેલા પથ્થરોને કારણે એક ગાડી દબાઈ ગઈ હતી.
ભારે વરસાદને કારણે કલ્યાણની પાસે અહમદનગર હાઈવે પર લેન્ડસ્લાઈડ થયું. અહીં પહાડો પરથી પડેલા પથ્થરોને કારણે એક ગાડી દબાઈ ગઈ હતી.

મુંબઈના આ વિસ્તારોમાં પાણી ભરાયાં
આખી રાત થયેલા વરસાદને પગલે મુંબઈમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયાં છે, જે બાદ એને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે.

મુંબઈમાં વરસાદ નવા રેકોર્ડ બનાવી શકે છે
હવામાનનો અંદાજો લગાડનારી ખાનગી એજન્સી સ્કાઈમેટ મુજબ 12થી 15 જૂન વચ્ચે મુંબઈ અને ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મુંબઈમાં આ વખતે જૂનમાં 2015નો 1106.7 મિમી વરસાદનો રેકોર્ડ તૂટી શકે છે. આ પહેલાં 2012માં જૂનમાં 1029.8 મિમી વરસાદ નોંધાયો હતો.

મધ્યપ્રદેશમાં પણ મોન્સૂન સક્રિય
મધ્યપ્રદેશમાં ગુરુવારે બૈતુલમાં મોન્સૂનનું આગમન થયું છે. પાટનગર ભોપાલમાં પણ મોન્સૂન સક્રિય થઈ ગયું છે. શુક્રવારે બપોરે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો. આ દરમિયાન એક કલાકમાં લગભગ એક ઈંચ વરસાદ પડ્યો. એનાથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે. એ બાદ રાત્રે લગભગ પોણાદસ વાગ્યે ફરીથી વરસાદ પડ્યો હતો.

શુક્રવારે બપોર બાદ ભોપાલમાં જોરદાર વરસાદ પડ્યો. આ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે અને વિઝિબિલિટી પણ ઘણી જ ઘટી ગઈ (ફોટો- અનિલ દીક્ષિત).
શુક્રવારે બપોર બાદ ભોપાલમાં જોરદાર વરસાદ પડ્યો. આ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે અને વિઝિબિલિટી પણ ઘણી જ ઘટી ગઈ (ફોટો- અનિલ દીક્ષિત).

24 કલાકમાં બિહાર પહોંચશે મોન્સૂન
બિહારમાં મોન્સૂનના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. હવાનું દબાણ પશ્ચિમ બંગાળના બાગડોગરામાં જોવા મળી રહ્યું છે. એવામાં બિહારમાં 24થી 48 કલાકની અંદર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, પૂર્ણિયા, બાંકા અને કટિહાર તેમજ મધ્ય બિહારમાં મોન્સૂનનું આગમન થશે. આ દરમિયાન 32થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફુંકાશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ તેમજ ભારે વરસાદની સંભાવના છે.

બેતિયામાં શુક્રવારે બપોરે થયેલા વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
બેતિયામાં શુક્રવારે બપોરે થયેલા વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...