તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Monsoon Is Likely To Start From June 15 In Gujarat, Monsoon Will Start From June 1 In Kerala

કયા રાજ્યમાં ક્યારે વરસાદ:ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થવાની શકયતા, 1 જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત થશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં ચોમાસાની શરૂઆત 25થી 30 જૂનની વચ્ચે થવાની શકયતા
  • રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં સૌથી છેલ્લે આવશે વરસાદ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત થશે. જોકે દિલ્હીમાં ચોમાસાની શરૂઆત થવામાં થોડું મોડું થાય તેવી શકયતા છે. દિલ્હીમાં ચોમાસાની શરૂઆત 25થી 30 જૂનની વચ્ચે થવાની શકયતા છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની શકયતા છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં એક જૂનથી શરૂ થશે

ભારતીય મોસમ વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાના પગલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં એક જૂનથી શરૂ થશે. આ પહેલા હવામાન વિભાગે 15મેના રોજ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ચોમાસુ 5 જૂનથી દક્ષિણના રાજ્યમાં શરૂ થશે.

આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ એક જૂનથી શરૂ થાય છે. બંગાળની ખાડી પર સાઈકલોનની સ્થિત સર્જાવાને પગલે મોનસૂનની પ્રગતિમાં મદદ મળવાની શકયતા છે. હવામાનની વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબ સાગરમાં 31 મેથી 4 જૂન દરમિયાન લો પ્રેશર સર્જાવવાની શકયતા છે. આ સ્થિતિ કેરળમાં એક જૂને મોનસૂન લાવવા માટે અનુકુળ છે. હવામાન વિભાગે એ વાતની પણ માહિતી આપી છે કે આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થશે.

ક્યાં રાજ્યમાં ક્યારે થઈ શકે છે વરસાન ?

કેરળમાં એક જૂનથી ચોમાસાની શકયતા છે. 5 જૂનથી ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અસમ અને પૂર્વોતરના રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થશે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર 10 જૂનથી ચોમાસુ મહારાષ્ટ્ર, તેલંગાના, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પ્રવેશે તેવી શકયતા છે. આ સિવાય ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની શકયતા છે. જ્યારે ઉતર પ્રદેશ અને ઉતરાખંડમાં 20 જૂનથી ચોમાસુ પ્રારંભ થવાની શકયતા છે. જોકે 25 જૂન સુધીમાં ઉતર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને હિમાચલમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી જવાની શકયતા છે. એટલે કે ઉતર પ્રદેશ અને ગુજરાતમાં જૂનના અંતમાં જોરદાર વરસાદ પડવાની શકયતા છે. ચોમાસાનો અંતિમ પ્રવેશ રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં થશે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ આ રાજ્યોમાં 30 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...