તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Monsoon Arrives In Kerala 2 Days Ago, Announces Private Agency Skymet; The Meteorological Department Has Not Yet Confirmed

આવી ગયું ચોમાસુ:2 દિવસ પહેલા કેરળ પહોંચ્યું ચોમાસુ, ખાનગી એજન્સી સ્કાઈમેટની જાહેરાત; હવામાન વિભાગે હજી પુષ્ટિ નથી કરી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કાયમેટે ચોમાસું 30 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી હતી. તેમના મતે ચોમાસા સામાન્ય ગતિએ આગળ વધી રહ્યો છે. - Divya Bhaskar
સ્કાયમેટે ચોમાસું 30 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી હતી. તેમના મતે ચોમાસા સામાન્ય ગતિએ આગળ વધી રહ્યો છે.
  • સ્કાયમેટ અનુસાર ચોમાસુ કેરળ પહોંચ્યું

ચોમાસાએ દેશમાં એન્ટ્રી કરી દીધી છે. ખાનગી એજન્સી સ્કાય મેટે રવિવારે જણાવ્યું હતું કે ચોમાસુ કેરળ પહોંચ્યું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરળ પહોંચે છે. પરંતુ, આ વખતે 2 દિવસ પહેલા જ આવી ગયું છે. જો કે હવામાન વિભાગે હજુ ચોમાસાના આગમનની પુષ્ટિ કરી નથી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે.

સ્કાઈમેટનો ચોમાસુ ટ્રેક

  • સ્કાય મેટે ચોમાસુ 30 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી હતી. તેમના મતે ચોમાસુ સામાન્ય ગતિએ આગળ વધી રહ્યુ છે.
  • અંદમાન અને નિકોબાર આઇલેન્ડ પર નિરધારી તારીખ 21 મેના રોજ પહોંચ્યા બાદ તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યુ છે.
  • તે 24 મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કાંઠે પહોંચ્યુ હતું અને આગામી ત્રણ દિવસમાં શ્રીલંકાના ઉત્તરીય ભાગની નજીક પહોંચશે.
  • 27 મેના રોજ ચોમાસાએ માલદીવને પણ પાર કરી દીધુ છે. ત્યારે ચોમાસુ કેરળના દરિયાકાંઠેથી 200 કિમી દૂર હતું.
  • યાસ અને તાઉ તે વાવાઝોડાને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. આ પછી, 30 મેના રોજ, સ્કાય મેટે ચોમાસાના આગમનની જાહેરાત કરી.

IMDનો અંદાજ- 31 મેના રોજ પહોંચશે ચોમાસુ
હવામાન વિભાગ (IMD)ની આગાહી છે કે આવતીકાલે ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે. કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ આમ તો 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે તેની 31 મેએ જ પહોંચવાની આગાહી કરતાં 4 દિવસ પ્લસ-માઈનસ થવાની શક્યતા પણ જણાવી છે.