ઈડીના દરોડા:માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદરના ઠેકાણાઓ પર ઈડીના દરોડા, મની લોન્ડ્રિગનો કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
હર્ષદ મંદર- ફાઈલ ફોટો - Divya Bhaskar
હર્ષદ મંદર- ફાઈલ ફોટો

પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ ગુરુવારે માનવાધિકાર કાર્યકર્તા અને સેવાનિવૃત IAS અધિકારી હર્ષ મંદરના દિલ્હી સ્થિત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ આ દરોડા મની લોન્ડ્રિગ સાથે જોડાયેલ તપાસને કારણે પાડવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે મંદરના દક્ષિણ દિલ્હીના અધચીની, વસંતકુંજ અને મહરૌલીમાં સ્થિત ઓછામાં ઓછા ત્રણ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઈડીએ આ કેસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા(EOW) દ્રારા દાખલ કરાયેલ એક FIR પર આધારિત છે. આર્થિક અપરાધ શાખાએ ફેબ્રુઆરીમાં મંદર દ્વારા ચલાવામાં આવી રહેલી સેન્ટર ફોર ઈક્વિટી સ્ટડીઝ(CSE) વિરુદ્ધ FIR દાખલ કરી હતી. તેઓ આ સંસ્થાના ડાયરેક્ટર પણ છે. મંદરે ઘણી પુસ્તકો લખી છે અને સામાજીક કાર્યો સિવાય તે સામાજીક ન્યાય અને માનવાધિકાર જેવા વિષયો પર સમાચાર પત્રકોમાં કોલમ પણ લખે છે.

પોલીસે CSE દ્વારા દક્ષિણ દિલ્હીમાં સ્થાપિત અમન ઘર અને ખુશી રેનબો હોમ વિરુદ્ધ ઘણી ધારાઓમાં કેસ દાખલ કર્યો છે. તેમા રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રજિસ્ટ્રારની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 188(લોક સેવક દ્વારા વિધિવત આદેશની અવજ્ઞા), કિશોર ન્યાય અધિનિયમની કલમ 75 અને 83(2)માં દાખલ કેસ પ્રમુખ છે.

અન્ય સમાચારો પણ છે...