• Gujarati News
 • National
 • Moharram Procession Not Allowed; Congress Protests Across The Country Over NEET And JEE, First T 20 Match Between England And Pakistan Today

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોહરમ નિમિતે જુલૂસ કાઢવા મંજૂરી નહીં; NEET- JEE મુદ્દે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે, ઈગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે આજે પ્રથમ T-20 મેચ

એક વર્ષ પહેલા

એવા સમાચાર કે જે દિવસભર છવાયેલા રહેશે....

 • સુપ્રીમ કોર્ટ આજે UGCની ગાઈડલાઈનને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે. UGCની 6 જુલાઈના રોજ જારી કરવામાં આવેલી ગાઈડલાઈનને પડકારતી આ અરજીઓ પર 18 ઓગસ્ટના રોજ અંતિમ સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
 • NEET-JEE એક્ઝામને લઈ આજે કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદન જારી કરી રહ્યું છે કે કેન્દ્ર સરકારની તાનાશાહીભર્યા વલણ સામે કોંગ્રેસ શુક્રવારે 11 વાગે તમામ રાજ્યોના તમામ જિલ્લા સરકારી કાર્યાલયો તથા જિલ્લા વડા મથકની બહાર વિરોધ પ્રદર્શન કરશે. આ અગાઉ બુધવારે આ કેસને લઈ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઓનલાઈન એક બેઠક યોજાઈ હતી.
 • સુશાંત કેસમાં CBIની તપાસને આજે 8મો દિવસ છે. આ અગાઉ ગુરુવારે સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ માટે NCBની એક ટીમ રચવામાં આવી હતી. 20 અધિકારીઓની આ ટીમ દિલ્હીથી મુંબઈ પહોંચી છે.
 • દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહએ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે રિયા લાંબા સમયથી મારા દિકરાને ઝેર આપી રહી હતી. તે સુશાંતની હત્યારી છે
 • આજથી ઈગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે T-20 સિરીઝની શરૂઆત થશે. બન્ને દેશ વચ્ચે કુલ ત્રણ T-20 મેચ રમાશે. આ મેચ અનુક્રમે 28 ઓગસ્ટ, 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ માંચેસ્ટરમાં રમાશે. આશરે 15 મહિના બાદ બન્ને ટીમો વચ્ચે T-20 મેચ રમાશે.

ગઈકાલના મહત્વના સમાચાર કે જે તમે જાણવા ઈચ્છશો

 • વિરાટ-અનુષ્કાના ઘરે ગુડ ન્યૂઝ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ટૂંક સમયમાં નવા મહેમાનનું આગમન થશે. આ વાત અંગેની જાણકારી તેમણે ટ્વિટર પર આપી છે. વિરાટે ટ્વિટમાં કહ્યું કે-જાન્યુઆરી 2021માં અમે બે માંથી ત્રણ થઈ જશું. વિરાટ અને અનુષ્કા શર્માના 11 ડિસેમ્બર,2017ના રોજ ઈટાલીમાં લગ્ન યોજાયા હતા. અત્યારે વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે અને 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી 13મી સિઝન માટે ટીમ સાથે UAEમાં છે. આ સમાચાર બાદ વિરુષ્કા (વિરાટ-અનુષ્કા)ના ફેન્સ તરફથી મોટી સંખ્યામાં અભિનંદન પાઠવવામાં આવ્યા. RCBએ પણ ટ્વિક કરી કોહલીને અભિનંદન આપ્યા. વિરાટ-અનુષ્કાના ઘરે ગુડ ન્યૂઝ શું છે? (વાંચો વિગતવાર)
ભારતીય ક્રિકેટ પ્લેયર વિરાટ કોહલીએ ટ્વિટ કરી ફેન્સને ગુડન્યૂઝ આપ્યા
ભારતીય ક્રિકેટ પ્લેયર વિરાટ કોહલીએ ટ્વિટ કરી ફેન્સને ગુડન્યૂઝ આપ્યા
 • મોહરમ પર માતમી જુલૂસ કાઢવા મંજૂરી નહીં સુપ્રીમ કોર્ટે મોહરમ નિમિતે દેશમાં માતમી જુલૂસ કાઢવાની મંજૂરી આપવાનો આજે ઈન્કાર કરી દીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેની ખંડપીઠે કહ્યું કે કોરોના સંક્રમણ ફેલાયેલુ છે. આ સમયમાં લોકોના આરોગ્યને જોખમમાં મુકી શકાય નહીં. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે માતમી જુલૂસની મંજૂરી આપવામાં આવશે તો હંગામો થશે અને એક ખાસ સમુદાય પર કોરોના ફેલાવવાનો આરોપ લાગી શકે છે.કોર્ટે કહ્યું કે જગન્નાથ પુરીનો કેસ અલગ હતો. ત્યાં રથને એક નિર્ધારીત જગ્યાથી અન્ય જગ્યા લઈ જવાના હતા. આ રીતે એક ચોક્કસ જગ્યા પર જોખમ અંગે અનુમાન લગાવીને આદેશ જારી કરી શકાય છે. જોકે, આ આદેશ દરેક બાબતમાં આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું (વાંચો વિગતવાર)
 • સુશાંતના મૃત્યુ બાદ રિયાનો પહેલો ઈન્ટરવ્યૂ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના 74 દિવસ બાદ રિયા ચક્રવર્તીએ એક સમાચાર ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો છે અને કેટલીક વાતો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે સુશાંતને ફ્લાઈટમાં ડર લાગતો હતો. જેને લીધે તે મોડાફિનિલ નામની દવા લેતો હતો. રિયાએ કહ્યું કે ઓક્ટોબર,2019માં યુરોપ ટૂર પર જતી વખતે ફ્લાઈટમાં બેસતા પહેલા પણ સુશાંતે તે દવા લીધી હતી. મોડાફિનિલ સામાન્ય રીતે વધારે ઉંઘ આવવાની બિમારી (નાર્કોલેપ્સી) માટે લેવામાં આવે છે. રિયાએ કહ્યું કે સુશાંત, શોવિક અને હું એક કંપની 'રિયલિટિક્સ'માં ભાગીદાર હતા, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ પર આધારિત હતી. સુશાંતે જ મારા નામ પર કંપનીનું નામ રાખ્યુ હતું. કંપનીમાં ભાગીદાર થવા માટે સૌએ રૂપિયા 33-33 હજાર રૂપિયા આપવાના હતા. શોવિક બેરોજગાર હતો. માટે તેના નાણાં મે આપ્યા હતા. તે કેટની તૈયારી કરી રહ્યો હતો અને એવી પણ આશંકા હતી કે તે જોડાઈ શકશે નહીં. રિયાએ પોતાના ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ વિશે કેટલાક ચોકાવનારા ખુલાસા પણ કર્યા છે. રિયાએ ઈન્ટરવ્યૂમાં શું કહ્યું (વાંચો વિગતવાર)
 • નવા સ્ટડીમાં દાવો: ડાયાલિસિસ કરાવતા દર્દીઓને થઈ શકે છે કોરોનાથી વધુ જોખમ ક્રોનિક કિડની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓ માટે ખરાબ સમાચાર. જ્હોન્સ હોપ્કિંસ મેડિસિનનાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ક્રોનિક કિડની બીમારી માટે હિમોડાયાલિસિસ લઈ રહેલા નર્સિંગ હોમમાં દાખલ દર્દીઓને SARS-CoV-2ચેપ લાગવાનું વધુ જોખમ હોઈ શકે છે. મોર્બિલિટી એન્ડ મોર્ટેલિટી વીકલી રિપોર્ટમાં આપવામાં આવેલી રિસર્ચની જાણકારીઓને અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કંટ્રોલ પ્રિવેન્શન (CDC)માં પ્રકાશિત કરવામાં આવી હતી રિસર્ચ માટે સંશોધકોએ એપ્રિલમાં 200 બેડવાળી મેરીલેન્ડ નર્સિંગ હોમમાં કોરોનાના કેસની તપાસ કરવામાં આવી. અહીં કુલ 170 દર્દી દાખલ હતા, જેમાંથી 32ને 16થી 30 એપ્રિલની વચ્ચે ડાયાલિસિસ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સંશોધકોને જાણવા મળ્યું કે, ડાયાલિસિસ લઈ રહેલા 32માંથી 15 (47%) દર્દી કોરોના પોઝિટવ મળ્યા. જ્યારે બીજા 138 દર્દીઓમાં આ આંકડો માત્ર 22 (16%) રહ્યો. જાણો કિડનીની બીમારી કેટલી ખતરનાક છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે....

 • GST કાઉન્સિલની 41મી બેઠક ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલની 41મી બેઠક ગુરુવારે યોજાઈ હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કોવિડને લીધે GST કલેક્શન ઓછું થયુ છે. નાણાકીય વર્ષ 2021માં GST કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં રાજ્યોને 2 વિકલ્પ આપવામાં આવ્યા. પહેલા વિકલ્પ અંતર્ગત કેન્દ્ર જાતે જ ઋણ લઈ રાજ્યોને વળતર આપે અથવા તો બીજા વિકલ્પમાં RBI પાસે રાજ્યો પોતે જ ઋણ મેળવે. આ બન્ને વિકલ્પો અંગે રાજ્યોએ વિચારણા કરવા 7 દિવસનો સમય માંગ્યો છે. GST બેઠકમાં શું અગત્યનું હતું (વાંચો વિગતવાર)
 • NEET-JEE પર દેશ-વિદેશના 150 શિક્ષકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો વર્તમાન સમયમાં દેશમાં NEET-JEE પરીક્ષાના મુદ્દે વાતાવરણ ગરમાયુ છે. તેને લઈ બે છાવણી બની ગઈ છે. એક છાવણી પરીક્ષાની સામે છે તો બીજી છાવણી પરીક્ષાની તરફેણમાં છે. સોશિયલ મીડિયાપર બન્ને તરફથી ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તથા તેની સહયોગી પાર્ટી પરીક્ષા ટાળવાના પક્ષમાં છે. દરમિયાન દેશ-વિદેશની યુનિવર્સિટીના આશરે 150 શિક્ષકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. તેમણે લખ્યુ છે કે આ પરીક્ષામાં વધારે વિલંબ થશે તો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે બાંધછોડ થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ડાના ભાગરૂપે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. શિક્ષકોએ પત્રમાં PMને શું લખ્યું (વાંચો વિગતવાર)

હવે નજર કરીએ આજના ઈતિહાસ પર
1.આજના દિવસે,1956માં ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી એશિઝ સિરીઝ પર કબ્જો જમાવ્યો હતો

2.28 ઓગસ્ટ 1986ના દિવસે ભાગ્યશ્રી સાઠે શતરંજમાં ગ્રાન્ડમાસ્ટર બનનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

3.શ્રીલંકાના મુથૈલા મુરલીધરને વર્ષ 1992માં આજના દિવસે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી

4.28 ઓગસ્ટ,2008ના રોજ વિશ્વની સૌથી મોટી મહિલા મારિયા એસ્ટર ડી.કાપોવિલાનું ઈક્વેડોરમાં અવસાન થયુ હતુ

5. વર્ષ 2018માં આજના દિવસે ભારતની મંજીત સિંહે જકાર્તા એશિયાઈ રમતોની પુરુષ 800 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો.

અને અંતમાં ....આજે શહીદ કેપ્ટન અનુજ નૈય્યરનો જન્મદિવસ છે. 21 વર્ષ અગાઉ કારગિલ યુદ્ધ સમયે બહાદુરીથી લડતા-લડતા તેઓ શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...