RSS પ્રમુખની સલાહ:મોહન ભાગવતે કહ્યું- હિન્દુ લોકો લગ્ન માટે ધર્મના બદલે, આવું કરીને તેઓ ભૂલ કરી રહ્યા છે

4 મહિનો પહેલા

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે હિન્દુ લોકો લગ્ન કરવા માટે તેમના ધર્મ બદલી રહ્યા છે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ બધુ ખૂબ નાના સ્વાર્થ માટે થઈ રહ્યું છે. હિન્દુ પરિવારે તેમના બાળકોને તેમના ધર્મ અને પરંપરા માટે ગર્વ કરવાનું શીખવું જોઈએ.

મોહન ભાગવત ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં RSS કાર્યકર્તાઓ અને તેમના પરિવાર સંબંધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કેવી રીતે ધર્માંતરણ થાય છે? આપણાં દેશના છોકરાઓ, છોકરીઓ બીજા ધર્મમાં કેવી રીતે જતા રહે છે? નાના-નાના સ્વાર્થના કારણે લગ્ન કરવા લાગ્યા છે. ધર્માંતરણ કરાવનાર ખોટા છે તે અલગ વાત છે, પરંતુ શું આપણાં બાળકોને આપણે તૈયાર નથી કરતાં?

આપણાં ધર્મ માટે ગૌરવના સંસ્કાર આપવા પડશે
તેમણે આગળ કહ્યું કે, આપણે આ વિશેના સંસ્કાર ઘરમાં જ આપવા પડશે. પોતાનાપણાં માટે ગૌરવ, પોતાના ધર્મ પ્રતિ ગૌરવ, આપણી પૂજા માચે આદર, તે વિશે પ્રશ્નો ઉભા થાય તો ઉત્તર આપવા, કનફ્યૂઝ નથી થવાનું.
ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણાં ભાજપ શાસિત રાજ્યો કથિત લવ-જેહાદ અથવા લગ્ન માટે ધર્મ પરિવર્તન માટે કાયદો લઈને આવ્યા છે. માનવામાં આવે છે કે, આ કાયદાઓને RSSના દબાણના કારણે જ લાગુ કરવામાં આવ્યા છે.

આયોજનોમાં સામેલ થાય 50% મહિલાઓ

  • આ દરમિયાન મોહન ભાગવતે ભારતીય પારિવારિક મૂલ્યો અને તેને કેવી રીતે જાળવી રાખવા તે વિશે વિસ્તરણથી વાત કરી હતી. તેમણે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, કેમ RSSના મોટાભાગના આયોજનોમાં માત્ર પુરુષો જ દેખાય છે.
  • તેમણે કહ્યું કે, RSSનો હેતુ હિન્દુ સમાજને એકજૂથ કરવાનો છે. પરંતુ જ્યારે આપણે કાર્યક્રમ આયોજિત કરીએ છીએ તો આપણે માત્ર પુરુષો જ જોઈએ છીએ. જો આપણે સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનો છે તો આ કાર્યક્રમોમાં ઓછામાં ઓછી 50 ટકા મહિલાઓએ સામેલ થવું પડશે.
અન્ય સમાચારો પણ છે...