• Gujarati News
  • National
  • Mohan Bhagwat Says DNA Of All Indians Is One, No Matter What Religion They Belong To, Hindu Muslim Is Not Different

RSS ચીફનું મહત્વનું નિવેદન:મોહન ભાગવતે કહ્યું- બધાં જ ભારતીયોના DNA એક, તે પછી કોઈ પણ ધર્મના કેમ ન હોય, હિંદુ-મુસ્લિમ અલગ નથી

ગાઝિયાબાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંઘ પ્રમુખે ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હ રાવના સલાહકાર રહેલા ડૉ. ખ્વાજા ઈફ્તિખારના પુસ્તકનું વિમોચન કર્યું (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સંઘ પ્રમુખે ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હ રાવના સલાહકાર રહેલા ડૉ. ખ્વાજા ઈફ્તિખારના પુસ્તકનું વિમોચન કર્યું (ફાઈલ ફોટો)

હંમેશા ચૂંટણી મુદ્દો બનતો DNAનો વિષય ફરી ચર્ચામાં છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં DNAને લઈને નિવેદન આપ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રોગ્રામમાં સંઘ પ્રમુખે કહ્યું કે તમામ ભારતીયોના DNA એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય.

વધુમાં તેઓએ કહ્યું કે હિંદુ-મુસ્લિક એકતાની વાતો જ ભ્રામક છે કેમકે તેઓ અલગ નથી, પરંતુ એક જ છે. લોકોમાં પૂજા પદ્ધતિના આધારે અંતર ન કરી શકાય. તેઓએ મોબ લિંચિંગ કરનારા વિરૂદ્ધ પણ પ્રહારો કર્યા. કહ્યું કે લિંચિંગ કરનારાઓ હિંદુત્વના વિરોધી છે.

રાજકારણમાં પહેલાં ક્યારે થયો DNAનો ઉલ્લેખ

  • 2015માં મુઝફ્ફરપુરમાં એક રેલી દરમિયાન PM મોદીએ ઈશારા ઈશારામાં નીતિશ કુમારનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે લગભગ તેમના DNAમાં કોઈ ગરબડ છે.
  • 2016માં મધ્યપ્રદેશના BJPના ધારાસભ્ય રામેશ્વર શર્માએ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે રાહુલ આતંકવાદી છે. તેમનો DNA ટેસ્ટ કરાવવો જોઈએ.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ DNAની વાત કરીને રાહુલ ગાંધી અંગે કહ્યું હતું કે મુસ્લિમ બાપ અને વિદેશી ઈસાઈ માતાનો પુત્ર બ્રાહ્મણ કઈ રીતે હોય શકે છે?

પૂર્વ PM નરસિમ્હા રાવના સલાહકારના પુસ્તકનું વિમોચન
સંઘ પ્રમુખે અહીં ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના સલાહકાર રહેલા ડૉ.ખ્વાજા ઈફ્તિખારના પુસ્તક 'વૈચારિક સમન્વય- એક વ્યવહારિક પહેલ'નું વિમોચન કર્યું. આ પુસ્તકમાં અયોધ્યા-બાબરી વિવાદને લઈને મોટો ખુલાસો કરાયો છે. ડૉ. ખ્વાજાએ લખ્યું છે કે જો નેતા અને બુદ્ધિજીવી યોગ્ય રીતે આ મુદ્દે વાતચીત કરી હોત તો આ વિવાદ પહેલાં જ શાંત થઈ ગયો હોત. તેઓએ લખ્યું છે કે જો વાતચીતમાં તેનું સમાધાન નીકળ્યું હોત તો મુસ્લિમોને ઘણું બધું મળ્યું હોત. ડૉ. ઈફ્તિખાર અયોધ્યાના રામ મંદિર વિવાદમાં બનાવવામાં આવેલી અટલ હિમાયત કમિટીના મહત્વપૂર્ણ સભ્ય પણ રહ્યાં છે.

શું-શું છે પુસ્તકમાં?

  • પુસ્તકમાં છેલ્લાં 100 વર્ષ (1920-2020)ની અંદર દેશમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • પુસ્તકમાં રામ જન્મભૂમિ વિવાદનો પણ ઉલ્લેખ છે. જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે દેશના મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકાર્યો.
  • પૂર્વ PM રાજીવ ગાંધી, પૂર્વ PM પીવી નરસિમ્હા રાવ દ્વારા તે સમયે લેવામાં આવેલા નિર્ણયોના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે.

PM મોદીની પ્રશંસા
ડૉ. ઈફ્તિખારે પોતાના પુસ્તકમાં RSSને વૈચારિક સંગઠન ગણાવ્યું છે. લખ્યું છે કે તેનો ઘણો જ પ્રભાવ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરવામાં આવી છે. એક પેરેગ્રાફમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે AMUને કટ્ટરવાદી લોકો ટાર્ગેટ કરતા હતા, પરંતુ તેની સ્થાપનાના 100 વર્ષ પૂરાં થવા પર ઓનલાઈન કાર્યક્રમમાં PM મોદીની ઉપસ્થિતિએ તેઓને ચોટદાર જવાબ આપ્યો છે.

ડૉ. ખ્વાજા ઈફ્તિખાર અહમદનું પુસ્તક
ડૉ. ખ્વાજા ઈફ્તિખાર અહમદનું પુસ્તક

વિમોચન પહેલાં દેશના 500 લોકો સુધી પહોંચ્યું પુસ્તક
પુસ્તકનું વિમોચન પૂર્વમાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે કાર્યક્રમ ટાળવામાં આવ્યો. હવે તેના માટે ગાઝિયાબાદની પસંદગી થઈ હતી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના બેનર હેઠળ આ કાર્યક્રમમાં માત્ર 30-40 મહત્વપૂર્ણ લોકો હાજર રહ્યાં. હિંદી, અંગ્રેજી અને ઉર્દૂમાં લખેલા આ પુસ્તકનું વિમોચન પહેલાં દેશભરમાં 500 ધર્મગુરુઓ, શિક્ષણવિદ્ અને મુસ્લિમ સમાજના પ્રભાવી લોકો સુધી પહોંચી ગઈ છે. RSS મુજબ આ પુસ્તક મુસ્લિમ સમાજના દરેક પ્રભાવી વ્યક્તિ સુધી પહોંચાડવાના પ્રયાસરૂપ હશે.

ઈન્દ્રેશ બોલ્યા- સમસ્યા સમાધાનને ટકરાવ નહીં, સંવાદ જરૂરી

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પુસ્તક ભેટ કરતા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખ ઈન્દ્રેશ કુમાર
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પુસ્તક ભેટ કરતા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખ ઈન્દ્રેશ કુમાર

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખ ઈન્દ્રેશ કુમારે આ પુસ્તક અંગે પોતાના ફેસબુક પેજ પર લખ્યું- 'અનેક વર્ષોથી કટ્ટરપંથી તેમજ રાજનીતિક દ્વેષવાળા નેતાઓએ મુસ્લિમોને એમ સમજાવ્યું છે કે RSS-BJP તેમના દુશ્મન છે, પરંતુ એવું નથી.' આ પુસ્તક તે વાતનું આહ્વાન કરશે કે RSS-BJP સાથે નફરત નહીં, સંવાદ કરીશું. હિંસા નહીં, ભાઈચારો લાવીશું. ઈન્દ્રેશ કુમારે એમ પણ કહ્યું કે સમસ્યાઓના સમાધાન માટે ભયાનક નિંદા અને ટકરાવ નહીં, પરંતુ સૌહાર્દપૂર્ણ સંવાદ જરૂરી છે.