તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • More Than 25,000 Unclaimed Bodies Have Been Cremated, Life Changed By The Death Of A Son 28 Years Ago

મોહમ્મદ શરીફ પણ ભૂમિપૂજનમાં જશે:25 હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કર્યો છે, 28 વર્ષ પહેલા થયેલા પુત્રના મોતે જીંદગી બદલી નાંખી

અયોધ્યા2 મહિનો પહેલા
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 ઓગસ્ટે પ્રસ્તાવિત રામ મંદિર ભૂમિપૂજન સમારંભ માટે સમાજસેવી અને પદ્મશ્રીથી સન્માનિત મોહમ્મદ શરીફને આમંત્રિત કર્યા છે.
  • મોહમ્મદ શરીફે કહ્યું- મારા માટે હિન્દુ-મુસ્લમાન બધા સરખા છે, આ કારણે ભૂમિપૂજનમાં જવામાં કોઈ વાધો નથી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું- તેમણે મને સૌથી મોટું સન્માન અપાવ્યું છે

અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાય તરફથી ભારત સિવાય નેપાળના સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોનું યાદીમાં બે નામ ચર્ચામાં છે. એક નામ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીનું છે, જ્યારે બીજું નામ મોહમ્મદ શરીફનું છે. ઈકબાલ અંસારીનું નામ દેશમાં ચર્ચિત છે, તો એવામાં મોહમ્મદ શરીફ કોણ છે ? ચાલો જાણીએ...?

મોહમ્મદ શરીફને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન મળ્યું હતું.
મોહમ્મદ શરીફને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન મળ્યું હતું.

ગત વર્ષે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા
સાઈકલ રિપેરિંગનું કામ કરતા 80 વર્ષના મોહમ્મદ શરીફ અયોધ્યામાં અલી બેગ મોહલ્લામાં રહે છે. લોકો તેમને ચચા શરીફ કહે છે. તેમને ગત વર્ષે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા. શરીફ અત્યાર સુધીમાં 25 હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે. તેઓ રોજ બિનવારસી શબોના અંતિમ સંસ્કાર કરવા માટે કબ્રસ્તાન અને સ્મશાનમાં જાય છે. જો કોઈ કારણસર તેઓ ન પહોંચી શકયા તો પોલીસ, સ્મશાન સ્થળ કે કબ્રસ્તાનના દેખરેખ કરનારાઓ તેમનું નામ આપી દે છે. આ કામનો સંપૂર્ણ ખર્ચ તેઓ પોતે આપે છે.

28 વર્ષ પહેલા શરૂ કર્યું હતું આ કામ
શરીફના જણાવ્યા અનુસાર, તેમના બે પુત્રમાંથી બેના મોત થયા છે. તેમાંથી એક મોહમ્મદ રઈસ પણ હતો. તે કેમિસ્ટ હતો. કોઈ કામ માટે તે 28 વર્ષ પહેલા તે સુલ્તાનપુર ગયો હતો. ત્યાંથી તે ગુમ થઈ ગયો હતો. આ તે સમય હતો જ્યારે અયોધ્યામાં વિવાદિત મળખાને તોડી પાડવામાં આવ્યો હતો. કોમી રમખાણો થઈ રહ્યાં હતા. એક મહિના પછી તેમનું શબ રેલવેના પાટા પરથી મળ્યું. તે પણ કોમી રમખાણનો ભોગ બન્યો હતો. આ એક એવી ઘટના હતી, જેણે જીંદગી બદલી નાંખી. તેમના પુત્રના શબનો બિનવારસી સમજીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી શરીફે જિલ્લાના બિનવારસી શબોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી લીધી. તેમણે આર્થિક તંગી છતાં પણ આ કામ ચાલુ રાખ્યું. લોકો તેમને આ કામ માટે દાન પણ આપે છે.

મોહમ્મદ શરીફ સાઈકલ રિપેરિંગનો વ્યવસાય કરે છે.
મોહમ્મદ શરીફ સાઈકલ રિપેરિંગનો વ્યવસાય કરે છે.

મને ભૂમિપૂજનમાં જવાનો કોઈ વાંધો નથી, વડાપ્રધાનને મળવાની ઈચ્છા
મોહમ્મદ શરીફ કહે છે કે મેં ક્યારેય હિન્દુ-મુસ્લિમ કે કોઈ પણ ધર્મમાં ભેદ કર્યો નથી. આ કારણે રામ મંદિરના ભૂમિપૂજનમાં સામેલ થવામા મને કોેઈ વાંધો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિએ મને પદ્મશ્રી માટે પસંદ કર્યો, તે મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હવે પીએમ મોદી અયોધ્યા આવી રહ્યાં છે તો મારી તેમને મળવાની ઈચ્છા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો