તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi's Team Of Young Ministers Has An Army Of Young Ministers, The Average Age Of The New Cabinet Is 58 Years.

મોદીની યુવા બ્રિગેડ:વયોવૃદ્ધ મોદીની ટીમમાં યુવા મંત્રીઓની ફૌજ, નવી કેબિનેટની સરેરાશ ઉંમર 58 વર્ષ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોદી સરકારની અત્યાર સુધીની સૌથી યુવા કેબિનેટ છે.
કેબિનેટમાં સામેલ 12 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે. - Divya Bhaskar
મોદી સરકારની અત્યાર સુધીની સૌથી યુવા કેબિનેટ છે. કેબિનેટમાં સામેલ 12 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે.
  • નવી કેબિનેટમાં નિશીથ પ્રમાણિક, શાંતનુ ઠાકુર અને અનુપ્રિયા પટેલ 40 કે તેથી ઓછી ઉંમરના છે.
  • 72 વર્ષના સોમ પ્રકાશ સૌથી મોટી ઉંમરના મંત્રી, 71 વર્ષના ઈન્દ્રજીત રાવ અને 70 વર્ષના નરેન્દ્ર મોદી

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષમાં સૌથી મોટી કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. નવી કેબિનેટ પહેલાંથી વધુ યુવાન નેતાઓને તક આપવામાં આવી છે. જેની સરેરાશ ઉંમર ગત કેબિનેટ કરતાં દોઢ વર્ષ ઓછી છે. PM મોદીની ગત કેબિનેટની સરેરાશ ઉંમર 59.36 વર્ષ હતી, જેમાં સૌથી યુવાન સ્મૃતિ ઈરાની અને સૌથી વૃદ્ધ રામવિલાસ પાસવાન હતા. જો કે આ નવી કેબિનેટમાં અત્યાર સુધીની સૌથી યુવાન ટીમ કહેવામાં આવે છે, જેમની ઉંમરની એવરેજ 58.2 વર્ષ છે. આ વખતે સૌથી નાની ઉંમરના મંત્રી માત્ર 35 જ વર્ષના છે.

મોદીની યુવા ટીમમાં વડાપ્રધાન સહિત બે મંત્રીઓ એવા છે કે જેઓની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે. જેમાં પંજાબના એકમાત્ર મંત્રી સોમ પ્રકાશ છે, જે સૌથી વધુ 72 વર્ષના રાજ્યકક્ષાના મંત્રી છે. તો ઈન્દ્રજીત સિંહ રાવ પણ 71 વર્ષના રાજ્યકક્ષાના મંત્રી છે. જ્યારે ખુદ વડાપ્રધાન મોદી અને વી.કે.સિંહ 70 વર્ષના છે. મોદીના મેગા મંત્રીમંડળમાં એક્સપિરિયન્સ મંત્રીઓની સાથે સાથે મોટા ભાગે યુવાનોને જ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે વયોવૃદ્ધ વડાપ્રધાનની ટીમમાં યંગ બ્રિગેડ પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે.

મોદી ઉપરાંત બે મંત્રી એવા જેઓ 70 પાર છે
40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના મંત્રીઓની વાત કરવામાં આવે તો 2014માં સ્મૃતિ ઈરાની એકમાત્ર મંત્રી હતી. 2019ની કેબિનેટમાં એક પણ મંત્રી 40 કે તેથી વધુ ઉંમરના ન હતા. નવી કેબિનેટમાં નિશીથ પ્રમાણિક (35 વર્ષ), શાંતનુ ઠાકુર (38 વર્ષ) અને અનુપ્રિયા પટેલ (40 વર્ષ) એવા છે જેઓ 40 કે તેથી ઓછી ઉંમરના છે. 72 વર્ષના સોમ પ્રકાશ સૌથી મોટી ઉંમરના મંત્રી છે. આ ઉપરાંત 70 પાર મંત્રીઓમાં 71 વર્ષના ઈન્દ્રજીત રાવ અને 70 વર્ષના નરેન્દ્ર મોદી સામેલ છે.
નવી કેબિનેટની સરેરાશ ઉંમર 58.2 વર્ષ છે. આ મોદી સરકારની અત્યાર સુધીની સૌથી યુવા કેબિનેટ છે. કેબિનેટમાં સામેલ 12 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે. 2019માં કેબિનેટમાં સામેલ 11 મંત્રી એવા હતા જેમની ઉંમર 50 વર્ષથી ઓછી હતી. તો 2014માં શપથ લેનારા સાંસદોમાં કેબિનેટમાં 33 એટલે કે લગભગ 72% મંત્રી 50 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના હતા. જો કે 2014ની મોદી કેબિનેટની સરેરાશ ઉંમર 59.6 વર્ષ હતી.

2019માં 19% મંત્રી 50 વર્ષથી ઓછી ઉંમરના હતા2019માં કેબિનેટમાં સામેલ 11 મંત્રી એટલે કે લગભગ 19% એવા હતા જેમની ઉંમર 50 વર્ષથી ઓછી હતી. નવા મંત્રીમંડળમાં સરેરાશ ઉંમર 59 વર્ષ હતી. 2014ની જેમ જ 2019માં સ્મૃતિ ઈરાની ( તે સમયે 43 વષ) સૌથી યુવા મંત્રી હતા. સૌથી ઉંમરવાળા મંત્રી રામવિલાસ પાસવાર હતા જે તે સમયે 72 વર્ષના હતા.

વર્ષ 2014ની મોદી કેબિનેટમાં સરેરાશ ઉંમર 59.6 વર્ષ હતી. નજમા હેપ્તુલ્લા (તે સમયે 74 વર્ષ) મોદી કેબિનેટના સૌથી વધારે ઉંમરના મંત્રી હતા. સ્મૃતિ ઈરાની (તે સમયે 38 વર્ષ)ના સૌથી યુવા મંત્રી હતા. 33 એટલે કે આશરે 72 ટકા મંત્રી 50 વર્ષ અથવા ઓછી ઉંમરના હતા.

નિશીથ વર્ષ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા
નિશીથ પ્રમાણિક વર્ષ 2019માં બંગાળની કૂચ બિહાર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને પ્રથમ વખત ભાજપ સાંસદ બન્યા હતા. તે પહેલા તે TMCમાં હતા અને ચૂંટણી પહેલા તે TMC છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તે પ્રાથમિક સ્કુલમાં શિક્ષક હતા અને બીસીએની ડિગ્રી ધરાવે છે. ભાજપે તેમને બંગાળના દિનહાટા સીટથી ચૂંટણી લડાવી હતી. તે વિધાનસભા ચૂંટણીમાં પણ વિજયી થયા હતા, જોકે પાર્ટી નેતૃત્વના નિર્દેશ પછી તેમને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. નિશીથ પ્રમાણિકનો રાજવંશી સમુદાય પર ઘણો પ્રભાવ છે. તેઓ પોતે જ રાજવંશી સમુદાયમાંથી આવે છે. ઉત્તર બંગાળમાં બીજેપીના વિસ્તાર પાછળ નિશીથ પ્રમાણિકનું ઘણું યોગદાન માનવામાં આવે છે.

નિશીથ પ્રમાણિક વર્ષ 2019માં બંગાળની કૂચ બિહાર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને પ્રથમ વખત ભાજપ સાંસદ બન્યા હતા
નિશીથ પ્રમાણિક વર્ષ 2019માં બંગાળની કૂચ બિહાર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને પ્રથમ વખત ભાજપ સાંસદ બન્યા હતા

TMCના યુવા નેતાના રૂપમાં કરિયરની શરૂઆત કરી
માત્ર 35 વર્ષના નિશીથ પ્રમાણિકે તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા તરીકે પોતાનુ રાજકીય કેરિયર શરૂ કર્યું હતું. જોકે વર્ષ 2018માં બંગાળની પંચાયત ચૂંટણીમાં તેમણે TMCની વિરુદ્ધ લગભગ 300 અપક્ષ ઉમેદવાર ઉભી કરી દીધા હતા. તેમાંથી ઘણાને જીત પણ પ્રાપ્ત થઈ હતી. તે પછી તે ફેબ્રુઆરી 2019માં ભાજપમાં સામેલ થયા હતા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને કૂચ બિહાર સીટથી લોકસભા ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. કૂચ બિહાર એક એવી સીટ હતી, જ્યાં વર્ષ 2016ની પેટાચૂંટણીમાં TMCના ઉમેદવારની જીત થઈ હતી.

શાંતનુ ઠાકુર 2019માં પહેલી જ વખત સાંસદ બન્યા
પશ્ચિમ બંગાળના જ સાંસદ 38 વર્ષના શાંતનુ ઠાકુરને પણ મોદી કેબિનેટમાં જગ્યા મળી છે. આ બંને નેતા ઘણાં જ યંગ છે અને લોકો વચ્ચે સારી પકડ રાખે છે. શાંતનુ ઠાકુર લોકસભાના સાંસદ છે, તેઓએ પશ્ચિમ બંગાળની બનગાંવ લોકસભા સીટ જીતી છે. 2019માં તેઓ પહેલી વખત સાંસદ બન્યા હતા. શાંતનુ ઠાકુરને મતુઆ સમાજના મોટા નેતા તરીકે જોવામાં આવે છે, તેઓએ કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટીથી BA(ઈંગ્લિશ) કર્યું છે.

પશ્ચિમ બંગાળના જ સાંસદ 38 વર્ષના શાંતનુ ઠાકુરને પણ મોદી કેબિનેટમાં જગ્યા મળી છે
પશ્ચિમ બંગાળના જ સાંસદ 38 વર્ષના શાંતનુ ઠાકુરને પણ મોદી કેબિનેટમાં જગ્યા મળી છે
અન્ય સમાચારો પણ છે...