• Gujarati News
  • National
  • Modi's 20 Years In Politics, 20 Days Of Service And Dedication Program, See 20 Different Pictures From CM To PM

PM મોદી @ 71:રાજકારણમાં મોદીનાં 20 વર્ષ, 20 દિવસ ચાલશે સેવા અને સમર્પણ કાર્યક્રમ, જુઓ CMથી PM સુધીની 20 વિવિધ તસવીર

એક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનસેવામાં 20 વર્ષ પૂરાં થતાં ભાજપ ઘણા જોર-શોરથી એની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે. ભાજપે આ કાર્યક્રમને સેવા અને સમર્પણ અભિયાનનું નામ આપ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત પીએમ મોદીના જન્મદિવસથી થવાની છે. ભાજપ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવાનો છે. 7 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે 20 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.

2014માં મોદીના વડાપ્રધાન બન્યા પછી ભાજપ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઊજવે છે. આ દરમિયાન એક સપ્તાહ માટે સમગ્ર દેશમાં કલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે ભાજપે આ કાર્યક્રમને 20 દિવસનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એની પાછળનું કારણ એ છે કે વડાપ્રધાન મોદીને ચૂંટણી રાજનીતિમાં આવ્યે 20 વર્ષ પૂરાં થયાં છે.

ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને આ અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય અને રક્તદાન શિબિર આયોજિત કરવા અને ગરીબોને રેશનને વહેંચણી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ભાજપશાસિત રાજ્યને કહ્યું છે કે દરેક લોકહિતવાળા કાર્યક્રમનું કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને આયોજન કરવામાં આવશે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને વેક્સિનેશન અભિયાનને સુવિધાજનક બનાવવા કોવિડ વેક્સિનેશન શિબિરોની મુલાકાત કરવા પણ કહ્યું છે.

20 દિવસના કાર્યક્રમનું આયોજન

  • અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ મહાત્મા ગાંધીની જયંતીએ એટલે કે 2 ઓક્ટોબરે મોટે પાયે સફાઈ અભિયાન ચલાવશે અને લોકોને ખાદીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપશે.
  • સમગ્ર દેશના ભાજપના બૂથ કાર્યકર્તાઓને કહેવાયું છે કે તેઓ 5 કરોડ પોસ્ટકાર્ડ મોકલશે, જેમાં તેઓ લખશે કે તેઓ પોતાને જનસેવા માટે સમર્પિત કરે છે.
  • પાર્ટી કાર્યકર્તાઓએ મોદીને મળેલા ઉપહારોની હરાજીના પ્રચાર-પ્રસારનું કામ પણ આપ્યું છે. હરાજી pmmemontos.gov.in પર થશે. આ પ્રક્રિયા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
  • હરાજીથી મળેલી રકમનો ઉપયોગ નમામિ ગંગે પરિયોજના માટે કરવામાં આવશે.
  • આ જ રીતે ભાજપના કિસાન મોરચા સંઘ પણ મોદીના જન્મદિવસને દરેક જિલ્લામાં 'કિસાન જવાન સન્માન દિવસ' તરીકે ઊજવશે. આ કાર્યક્રમ અંતર્ગત પાર્ટી સૈનિકો અને ખેડૂત પરિવારોને સન્માનિત કરશે.

વડાપ્રધાન મોદીની વિવિધ તસવીરો

2002માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા
2002માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને ગુજરાતની જવાબદારી સંભાળવાનો આદેશ આપ્યો હતો
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને ગુજરાતની જવાબદારી સંભાળવાનો આદેશ આપ્યો હતો
લાલ કૃષ્ણ અડવાણી અને નાયકમાં સીતાનું પાત્ર ભજવતાં દીપિકા ચીખલિયા સાથે મોદીની અનસીન અને રેર તસવીર.
લાલ કૃષ્ણ અડવાણી અને નાયકમાં સીતાનું પાત્ર ભજવતાં દીપિકા ચીખલિયા સાથે મોદીની અનસીન અને રેર તસવીર.
વડાપ્રધાન મોદીની ખૂબ યંગ અને અનસીન તસવીર.
વડાપ્રધાન મોદીની ખૂબ યંગ અને અનસીન તસવીર.
મોદી એક સમયે થિયેટરમાં પણ કામ કરતા હતા.
મોદી એક સમયે થિયેટરમાં પણ કામ કરતા હતા.
2007માં એ સમયના ગવર્નર નવલ કિશોર શર્માએ નરેન્દ્ર મોદીને બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા.
2007માં એ સમયના ગવર્નર નવલ કિશોર શર્માએ નરેન્દ્ર મોદીને બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા.
2018માં લાલ કિલ્લા પરથી ભાષણ આપતા વડાપ્રધાન મોદી.
2018માં લાલ કિલ્લા પરથી ભાષણ આપતા વડાપ્રધાન મોદી.
નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાનપદના શપથ લીધા ત્યારની તસવીર.
નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાનપદના શપથ લીધા ત્યારની તસવીર.
વડાપ્રધાન બન્યા પછી મોદીએ યુએનમાં વિશ્વ યોગ દિવસને જાહેર કર્યો.
વડાપ્રધાન બન્યા પછી મોદીએ યુએનમાં વિશ્વ યોગ દિવસને જાહેર કર્યો.
વડાપ્રધાનની મોરને દાણા ખવડાવતી આ તસવીર ખૂબ વાઇરલ થઈ હતી.
વડાપ્રધાનની મોરને દાણા ખવડાવતી આ તસવીર ખૂબ વાઇરલ થઈ હતી.
વિદેશનીતિમાં વડાપ્રધાન મોદીની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા સાથેની મિત્રતા ખાસ માનવામાં આવે છે.
વિદેશનીતિમાં વડાપ્રધાન મોદીની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા સાથેની મિત્રતા ખાસ માનવામાં આવે છે.
કેનેડાના પીએમ ટ્રુડો જ્યારે ભારત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની દીકરી સાથે મસ્તી કરતા વડાપ્રધાન મોદી.
કેનેડાના પીએમ ટ્રુડો જ્યારે ભારત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની દીકરી સાથે મસ્તી કરતા વડાપ્રધાન મોદી.
વડાપ્રધાનને મળવા પહોંચેલા બોલિવૂડ સ્ટાર્સ.
વડાપ્રધાનને મળવા પહોંચેલા બોલિવૂડ સ્ટાર્સ.
વડાપ્રધાનને બાળકો ખૂબ ગમે છે તેવો વારંવાર પુરાવો મળતો રહ્યો છે, PM ઓફિસની આ તસવીર છે.
વડાપ્રધાનને બાળકો ખૂબ ગમે છે તેવો વારંવાર પુરાવો મળતો રહ્યો છે, PM ઓફિસની આ તસવીર છે.
વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે અથવા તેમનો જન્મદિવસ હોય ત્યારે તેઓ તેમની માતાને મળવાનો પ્રયત્ન કરે જ છે, 69મા બર્થ-ડે વખતે માતા હીરા-બા સાથે જમતા વડાપ્રધાન.
વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે અથવા તેમનો જન્મદિવસ હોય ત્યારે તેઓ તેમની માતાને મળવાનો પ્રયત્ન કરે જ છે, 69મા બર્થ-ડે વખતે માતા હીરા-બા સાથે જમતા વડાપ્રધાન.
આ તસવીર કોરોનાકાળમાં સંસદની કાર્યવાહી સમયની છે. જેમ જેમ વડાપ્રધાનનો અનુભવ વધતો જાય છે તેમ તેમ તેમનું પરિવર્તન પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ તસવીર કોરોનાકાળમાં સંસદની કાર્યવાહી સમયની છે. જેમ જેમ વડાપ્રધાનનો અનુભવ વધતો જાય છે તેમ તેમ તેમનું પરિવર્તન પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
અન્ય સમાચારો પણ છે...