• Gujarati News
  • National
  • Modi Yogi Visit At Raj Bhavan In Uttar Pradesh; PM Modi Was Seen Making A Big Strategy By Placing His Hand On The Yogi's Shoulder

મોદી-યોગીની જુગલબંદી:PM મોદી યોગીના ખભા પર હાથ રાખીને મોટી રણનીતિ બનાવતા નજરે પડ્યા, ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક આવતા શરૂ થઈ રાજનીતિ

લખનઉ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદીએ સીએમ યોગી સાથે ચર્ચા કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અનોખા અંદાજથી લોકોને હંમેશા આશ્ચર્યચકિત કરતાં આવ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખભા પર હાથ મુકીને ફરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન બંને નેતા વચ્ચે ગંભીર ચર્ચા થઈ રહી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ચર્ચાની બે તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં એક કવિતા લખી હતી.

હમ નિકલ પડે હૈ પ્રણ કરકે..

અપના તન-મન અર્પણ કરકે..

જીદ હૈ એક સૂર્ય ઉગાના હૈ..

અંબર સે ઊંચા જાના હૈ..

એક ભારત નયા બનાના હૈ!!

આ જ પંક્તિઓની સાથે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (21 નવેમ્બર) બપોરે 12:17 વાગે સોશિયલ મીડિયા પર બે તસવીરો પોસ્ટ કરી હતી. તેમની આ તસવીર વડાપ્રધાન મોદીની સાથેની હતી. તસવીરોમાં તેમની અને PM મોદીની વચ્ચે નવી કેમિસ્ટ્રી નજરે પડી. વડાપ્રધાન સીએમ યોગીના ખભા પર હાથ રાખીને રાજભવનની અંદર ફતરા-ફરતા રણનીતિ બનાવતા અને મંથન કરતાં નજરે પડ્યા હતા.

સીએમ યોગી સાથે ચર્ચા કરતાં વડાપ્રધાન મોદી.
સીએમ યોગી સાથે ચર્ચા કરતાં વડાપ્રધાન મોદી.
PM મોદીની સાથે યોગીની જબરદસ્ત નિકટતા જોવા મળી.
PM મોદીની સાથે યોગીની જબરદસ્ત નિકટતા જોવા મળી.

ડીજી કોન્ફરન્સમાં સામેલ થવા માટે પહોંચ્યા છે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં ચાલી રહેલ અખિલ ભારતીય ડીજી કોન્ફરન્સમાં સામેલ થવા માટે 19 નવેમ્બરથી રાજભવનના પ્રવાસે છે. રવિવારે PM મોદી સવા નવ વાગે ડીજીપી મુખ્યમથકે પહોંચ્યા હતા. જ્યાં ગૃહમંત્રી શાહે તેમનું સ્વાગત કર્યું હતું. ડીજી કોન્ફરન્સમાં દેશના તમામ રાજયોના ડીજીપી અને આઈજીપી સાથે સુરક્ષા બાબતે ચર્ચા થઈ રહી છે. આજે તેનું સમાપન થવાનું છે. શનિવારે વડાપ્રધાને કહ્યું હતું કે પોલીસ અધિકારી દેશની અંદર આવી રહેલા સુરક્ષા પડકારો માટે તૈયાર રહે.

આજે રાજ્યપાલ આનદીબેનનો જન્મ દિવસ છે. સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી. જણાવી કે આવતીકાલે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત મળવાની છે.

અન્ય સમાચારો પણ છે...