UPની ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં છે. છઠ્ઠા ફેઝની 54 સીટ પર વોટિંગ ખતમ થઈ ગયું છે, પાર્ટીની નજર હવે અંતિમ 54 સીટ પર છે. આ તમામ સીટ બનારસ ઝોનની છે, તેથી અહીં 4 દિવસ રાજકીય પક્ષોનો જમાવડો ઉમટી પડ્યો છે. આ 54 સીટ પર 7 માર્ચે ચૂંટણી છે.
પાર્ટીએ આ ફેઝને જીતવા માટે એડીચોટીનું જોર એટલા માટે લગાવ્યું છે કેમકે કાંટાની ટક્કરની સ્થિતિમાં બહુમતી આ ફેઝ જ અપાવશે. બનારસમાં ચર્ચા તો એ વાતની પણ છે કે યુપી ચૂંટણીમાં સત્તાનો મોક્ષ પાર્ટીઓને આ કાશીમાંથી મળશે. તેથી જ તો વડાપ્રધાન મોદીથી લઈને મમતા બેનર્જી, અખિલેશ યાદવ, માયાવતી અને પ્રિયંકા ગાંધીએ પણ બનારસમાં ધામા નાંખ્યા છે.
જુઓ કોણ કેટલું જોર લગાડી રહ્યું છે
મમતા બેનર્જી- બનારસમાં બે દિવસની મુલાકાતે
મમતા બે દિવસની બનારસની મુલાકાતે છે. એક દિવસ પહેલાં ગંગા આરતી કરવા પહોંચ્યા તો તેમને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. તેના વિરોધમાં તેઓ સીડી પર જ બેસી ગયા. બીજા દિવસે ગુરુવારે મમતા બેનર્જીએ અખિલેશ યાદવની સાથે કાશીમાં પહેલી રેલી કરી. મમતાએ કહ્યું કે હવે UPમાં ખેલા હોબે.
કાળા ઝંડા દેખાડનારાઓને આડે હાથ લેતાં તેમને કહ્યું કે કાલે ભાજપના કાર્યકર્તાઓના મગજમાં ફોડવું-તોડવું સિવાય બીજું કંઈ જ નથી. તેઓએ અમારી ગાડી રોકી દીધી. ગાડી પર દંડા માર્યા અને કહ્યું કે પાછા જાવ. હું ડરતી નથી. હું ડરપોક નથી, લડાયક છું. મારા પર ગોળી ચલાવવામાં આવી.
મોદી 4 દિવસ સુધી ક્ષેત્રની 37 સીટ પર જઈને મત માગશે
વડાપ્રધાન મોદી પણ હવે સંપૂર્ણપણે બનારસ ઝોન પર ફોકસ કરી રહ્યાં છે. 2 માર્ચથી જ આ વિસ્તારમાં છે. અને 4 માર્ચ સુધી અહીં રેલી કરશે. ગુરુવારે તેઓ વારાણસી પહોંચ્યા જ્યાં બે દિવસ રોકાશે. આ 4 દિવસમાં PM પૂર્વાંચલની 37 સીટ પર ભાજપના ઉમેદવાર માટે મત માગશે.
વડાપ્રધાન મોદીએ વારાણસી એરપોર્ટ પર યુક્રેનથી પરત ફરીને આવેલા વારાણસી સહિત પૂર્વાંચલના અલગ-અલગ જિલ્લાના 15 છાત્રાઓ સાથે મુલાકાત પણ કરી. મોદીએ ગુરુવારે જૌનપુર અને ચંદૌલીમાં રેલી કરી. બુધવારે સોનભદ્ર અને ગાજીપુરમાં રેલી કરી હતી. શુક્રવારે મિર્ઝાપુરમાં રેલી અને બનારસમાં રોડ શો કરશે.
પ્રિયંકા કબીરચૌરા મઠમાં ત્રણ દિવસ રહેશે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે સાંજે જ વારાણસી પહોંચ્યા હતા. ગુરુવારે પ્રિયંકા ગાંધીએ કબીરચૌરા મઢની સાથે જ કબીરચૌરાની ગલીઓમાં ભ્રમણ કર્યું. જે બાદ બનારસ ઘરાનાના કલાકારો સાથે મુલાકાત કરી. જાતે ચા બનાવી અને સંગીતનો આનંદ માણ્યો. પ્રિયંકા ગાંધી 5 માર્ચ સુધી કબીરચૌરા મઠમાં જ પ્રવાસ કરશે. 4 માર્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ફુલપુરમાં જનસભાને સંબોધિત કરશે.
માયાવતી પણ બનારસ પહોંચ્યાં, મીડિયા સાથે કરી વાત
બસપા સુપ્રીમો માયાવતીએ આમ તો આ ચૂંટણીમાં વધુ રેલી નથી કરી પરંતુ છેલ્લાં ફેઝ માટે તેઓ કાશી પહોંચી ગયા છે. તેમને ગુરુવારે સંદહામાં કહ્યું કે UPના હાલના મુખ્યમંત્રી માત્ર મુસ્લિમ, દલિત અને બ્રાહ્મણ જ ગુંડા-માફિયા નજર આવે છે તેવા પ્રહારો કર્યા. યોગી આદિત્યનાથ મુસ્લિમ, દલિત અને બ્રાહ્મણના જ ઘર અને સંપત્તિને બરબાદ કરી રહ્યાં છે. એક વર્ગ પર યોગી આદિત્યનાથનું કંઈ નથી ચાલતું અને તેમને સંરક્ષણ આપવામાં આવે છે. તેમને કહ્યું કે બસપાની સરકાર આવશે તો તે ખાસ વર્ગના માફિયાઓના ઘરો પર બુલડોઝર ચલાવશે.
અખિલેશ પૂરા ગઠબંધનને લઈને ઊતર્યા, મુલાયમ પણ આવશે
અખિલેશ યાદવે પણ છેલ્લાં બે દિવસથી વારાણસી ઝોનમાં ડેરો જમાવ્યો છે. ગુરુવારે તેમને બનારસમાં રેલી કરી. તેમની સાથે મંચ પર સુભાસપા અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર, RLD પ્રમુખ જયંત ચૌધરી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હતા. અખિલેશે કહ્યું કે- મમતાજી અહીં આવતા જ આજે જ્યાં વોટ પડ્યા ત્યાં ભાજપ હારશે. છઠ્ઠા તબક્કામાં અને હવે સાતમા તબક્કામાં જ્યારે મત પડશે ત્યારે ભાજપનો સફાયો થઈ જશે. બુધવારે અખિલેશ આ ઝોનમાં એકપછી એક એમ 5 રેલીઓ કરી હતી. 4 માર્ચે તેઓ મુલાયમસિંહ યાદવને લઈને જૌનપુરમાં રેલી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.