• Gujarati News
  • National
  • Modi Will Share Video Message With Countrymen At 9 Am Today, Discuss Possible Corona Crisis

વીડિયો સંદેશ:પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડવા મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; PMએ 5 એપ્રિલે રાત્રે 9 વાગે 9 મિનિટ માંગી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • વડાપ્રધાન મોદીએ 11 મિનિટનું પ્રોત્સાહન અને મોટિવેટ કરતું ભાષણ આપ્યું
  • કોરોના અંગે વડાપ્રધાન મોદીએ મેસેજ આપતા કહ્યું- જનતા કર્ફ્યૂ દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું
  • લોકડાઉનમાં દેશે સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે, દેશ એક જૂથ થઈ કોરોના વિરુદ્ધ લડી શકે છે- મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસો મા જ્યોર્તિગમય. આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા બેસીને મા ભારતીનું સ્મરણ કરો. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે. પીએમ મોદીએ આ મેસેજ દ્વારા છેલ્લા 12 દિવસથી ઘરમાં રહેલા લોકોને મોટિવેટ અને તેમને કોરોના સામેની આગળની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

કોરોના અંગે વડાપ્રધાન મોદીએ મેસેજ આપતા કહ્યું- જનતા કર્ફ્યૂ દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું
પીએમ મોદીએ કહ્યું કે, તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું. હજુ અમુક દિવસો પસાર કરવાના છે. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.

વડાપ્રધાને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જાગૃતતા અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવે. 
મોદી આ મહામારીના જોખમ વચ્ચે 2 વખત રાષ્ટ્રના નામે સંબોધન આપી ચુક્યા છે. પહેલી વખતે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવા અને કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાની વાત કહી હતી. ત્યારબાદ 24 માર્ચના બીજા સંબોધનમાં 21 દિવસ માટે લોકડાઉનની વાત કહી હતી. આ લોકડાઉન 14 એપ્રિલે ખતમ થશે. તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસના સંક્રમણના સંકજામાં આવવાથી દેશમાં અત્યાર સુધી 60થી વધું લોકોના મોત થયા છે. દેશભરમાં 2 હજાર કરતા વધારે લોકો સંક્રમિત છે.મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે.

મોદીએ માફી માંગી હતી 
29 માર્ચે વડાપ્રધાને મનકી બાતમાં લોકડાઉનના કારણે લોકોને પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે બિમારી પહેલા જ તેના ઉપાય કરી લેવા જોઈએ. કોરોના માણસને ખતમ કરવાની જીદે ચડ્ય છે. આ જીવન અને મૃત્યુની લડાઈ છે. એટલા માટે તમામે એકજૂથ થઈને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. લોકડાઉનમાં ધૈર્ય બતાડવાનું છે. ઘણા લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પણ હું કહું છું કે, આવા વહેમમાં ન રહેતા, ઘણા દેશ બરબાદ થઈ ગયા છે. કોરોના સામે લડાઈમાં યોગદાન આપી રહેલા લોકોનું સન્માન કરો. ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. 

‘કોરોનાના સંક્રમણનું ચક્ર તોડવું પડશે’
24 માર્ચે મોદીએ કહ્યું હતું કે, ‘હિન્દુસ્તાનને બચાવવા માટે 21 દિવસનું આ લોકડાઉન જરૂરી છે. આ જનતા કર્ફ્યૂથી વધારે કડક હશે અને આ એક પ્રકારનો કર્ફ્યૂ જ છે. બહાર નીકળવું શું હોય છે, તે 21 દિવસ માટે ભૂલી જાવ. 21 દિવસ નહીં સાચવી શકો તો તમારો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ જતો રહેશે. કોરોનાની સરખામણી માટે સોશ્યલ ડિસ્ટેસિંગ જરૂરી છે. આપણે સંક્રમણની ચેઈનને તોડવી પડશે.કોરોનાથી ત્યારે જ બચી શકાશે, જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગશો નહીં’

અન્ય સમાચારો પણ છે...