તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. દરમિયાન લોકડાઉન અને સ્થળાંતરીત શ્રમિકોના મુદ્દે પણ ચર્ચા થઈ છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળે લોકડાઉન વધારવાની હિમાયત કરી છે.તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું છે કે અત્યારે યાત્રી ટ્રેનો ચલાવવી જોઈએ નહીં. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે લોકડાઉનમાંથી બહાર આવવાની રણનીતિ તૈયાર કરવા રાજ્યોને સમય આપવો જોઈએ.
મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને શું કહ્યું?
મોદીએ કહ્યું- લોકો તેમના ઘરે જવા માંગે છે, તે માનવીય પ્રકૃત્તિ છે
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે લોકોને કહેતા હતા કે તેઓ જ્યાં પણ છે ત્યાં જ રહો. પણ લોકો તેમના ઘરે જવા ઈચ્છે છે, તે માનવીય પ્રકૃત્તિ છે. તેને લીધે અમારે અમારા નિર્ણયો બદલવા પડે છે. પણ તેમ છતાં અમારે ધ્યાન રાખવાનું છે કે સંક્રમણ ન ફેલાય અને તે ગામડાઓ સુધી ન પહોંચે.પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે આ આપણો સૌથી મોટો પડકાર છે.
ગૃહ મંત્રી શાહે આરોગ્ય સેતુ એપના ઉપયોગ પર ભાર આપ્યો
બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી અને તેમણે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે આ એપને ડાઉનલોડ વધારવા મુખ્યમંત્રીઓએ પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે તેનાથી સંક્રમિતોની ઓળખ કરી શકાય છે.
કેજરીવાલે કરી છૂટની માંગણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાં જ લોકડાઉનમાં રાહતની માંગણી કરી ચૂક્યા છે. કેજરીવાલે કહ્યું છે કે, લોકડાઉને આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. આ સંજોગોમાં દિલ્હીને ખોલવું જરૂરી. તેમનું કહેવું છે કે, આ સંજોગોમાં દિલ્હીમાં કેસ વધશે તો પણ અમે તેને ટક્કર આપવા તૈયાર છીએ. કેજરીવાલ પહેલાં જ કહી ચૂક્યા છે કે, આપણે કોરોના સાથે જીવતા શીખવું જ પડશે.
કેન્દ્રએ કહ્યું હતું- રાજ્ય આર્થિક પ્રવૃત્તિઓ પર ભાર આપે
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાજ્યોના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અને હેલ્થ સેક્રેટરી (સ્વાસ્થય સચિવ) સાથે વાત કરી હતી. ગૌબાએ કહ્યું કે, રાજ્ય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા વિશે વિચારવું જોઈએ. સરકાર મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. દરેક રાજ્યો તેમાં વધુને વધુ સહયોગ કરે અને વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને પરત ફરવામાં મદદ કરે.
ઘણાં રાજ્યોએ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન વિશે સવાલ ઉભા કર્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ સેક્રેટરીની સાથે ચર્ચામાં ઘણાં રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બનાવવામાં આવેલા નિયમો સામે સવાલ ઉભા કર્યા છે. જ્યારે ઘણાં રાજ્યોએ મજૂરોની વતન વાપસી સામે સવાલ ઉભા કર્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે, મજૂરોની વતન વાપસીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સંજોગોમાં જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે તે થોડા જ સમયમાં રેડ ઝોનમાં આવી જશે.
ત્રણ વાર વધારવામાં આવ્યું છે લોકડાઉન
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.