તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીની ઉજવણી સૈનિકો સાથે કરી હતી. આ વખતે વડાપ્રધાન મોદી જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પણ ગયા છે. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે. આજે સમગ્ર વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ એક પ્રકારે માનસિક વિકૃતિ છે અને 18મી સદીની આ વિચારસરણીને તિલાંજલિ આપવી જરૂરી છે. આ વિચારસરણી સામે ભારત પ્રખર અવાજ બની રહેશે.
મોદીના ભાષણની 10 મહત્વની વાતો
તમારા ચહેરાની ખુશી મારો આનંદ બમણો કરે છેઃ મોદી
2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે. અહીં જવાનોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે તમે બરફની ચાદરથી ઢંકાયેલા પર્વતો અથવા રણમાં ખડપગે રહો છો, મારી દિવાળી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું આપ સૌની વચ્ચે આવું. તમારા ચહેરા પર ખુશી જોઈને જ મારો આનંદ બમણો થઈ જાય છે. ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ભારત આમ તો સમજવામાં અને સમજાવવામાં વિશ્વાસ રાખે છે પણ જો કોઈ ભારતને પડકારશે તો તેનો પ્રચંડ જવાબ મળશે. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સાક્ષી રહેલી લોન્ગેવાલ બોર્ડર પર મોદીએ 40 મિનિટ સૈનિકોને સંબોધન કર્યું હતું.
જવાનોને મોદીની 3 અપીલ
મોદીના ભાષણની મહત્વની વાતો
તમે છો તો દેશના લોકો માટે ખુશી છે
હું તમારા માટે દરેક ભારતવાસીની શુભકામનાઓ અને પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠજનના આશીર્વાદ લઈને આવ્યો છું. તમે સૌ અભિનંદનના હકદાર છો. 2014માં પીએમ બન્યા પછી પહેલી વખત સિયાચીન ગયો હતો. દિવાળીની ઉજવણી કરવા માટે તો ઘણા લોકોને આર્શ્ચય થયું હતું, પણ તમે જાણો છો. જો દિવાળી પર પોતાના લોકો વચ્ચે નહીં જાઉ તો ક્યાં જઈશ. એટલા માટે આજે પણ પોતાના લોકો વચ્ચે જ આવ્યો છું. તમે બરફના પહાડોમાં રહો કે રેગિસ્તાનમાં. તમારા ચહેરા પરની ખુશી જોઈને મારી દિવાળી શુભ થઈ જાય છે.
લોંગેવાલા પોસ્ટનું નામ સૌને યાદ છે
કોઈ એક પોસ્ટનું નામ જો દેશ અને પેઢીઓને યાદ હશે તો તે છે લોંગેવાલા પોસ્ટ. અહીં ઉનાળામાં પારો 50 ડિગ્રી તો શિયાળામાં શૂન્ય પર પહોંચી જાય છે. શિયાળામાં તમે એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા નથી. લોંગેવાલાનું નામ લેતાંની સાથે જ મનના ઊંડાણમાંથી અવાજ આવે છે- જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.લોંગેવાલાની આ પોસ્ટથી દેશની નજરો તમારા પર છે.
મેજર કુલદીપ રાષ્ટ્રદીપ બની ગયા
ક્યારેક ક્યારેક મને લાગે છે કે કુલદીપનાં માતા-પિતાએ તેમનું નામ કુળનો દીપક સમજીને રાખ્યું હશે, પણ તેઓ તેમના પરાક્રમથી રાષ્ટ્રદીપ બની ગયા. લોંગેવાલાનું યુદ્ધ આપણા શૌર્યનું પ્રતીક તો છે જ. આ એરફોર્સ, આર્મી અને નેવીના શ્રેષ્ઠ સમન્વયનું પણ પ્રતીક છે, જેને દુનિયાની સામે ઉદાહરણ રજૂ કર્યું. લોંગેવાલાની લડાઈનાં 50 વર્ષ થવા જઈ રહ્યાં છે. આ ઈતિહાસની અમે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આવનારી પેઢીઓને આનાથી પ્રેરણા મળશે.
ભારતે દુનિયાને શક્તિ દેખાડી
દુનિયાનો ઈતિહાસ જણાવે છે કે તે દેશ જ જીવિત રહે અને બચે, જેમની અંદર આક્રમકતા સામે મુકાબલો કરવાની શક્તિ હોય. દુનિયાનાં સમીકરણ ગમે તેટલાં બદલાઈ ગયાં હોય, સક્ષમતા જ સુરક્ષાનો પુરસ્કાર છે. ભારત પાસે તમારાં જેવાં વીર દીકરા અને દીકરીઓ છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે ભારતે દુનિયાને દેખાડ્યું છે કે તેમની પાસે શક્તિ પણ છે અને રાજકીય ઈચ્છાશક્તિ પણ છે.
આતંકીને ઘૂસીને મારીએ છીએ
આજે ભારત આતંકીઓ અને આતંકી આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે. દુનિયાએ સમજી રહી છે કે આ દેશ તેનાં હિતો સાથે થોડીક પણ સમજૂતી કરવા માટે તૈયાર નથી. આ તમારી શક્તિ અને પરાક્રમના કારણે જ શક્ય બન્યું છે. આજે દુનિયાના મંચ પર પ્રખરતાથી આપણે આ વાત રજૂ કરીએ છીએ. વિશ્વ આજે વિસ્તારવાદી શક્તિઓથી હેરાન છે. ભારત આ 18મી સદીની નફરત સામે સંઘર્ષ કરી રહ્યો છે. આપણે સૈન્ય આધુનિકીકરણ કરી રહ્યા છીએ. આપણે ભારતમાં હથિયારો બનાવીશું, જેમાં ઘણા દમ અને સાહસની જરૂર હોય છે.
પ્રચંડ જવાબ આપીશું
અમારું લક્ષ્ય છે- સરહદ પર શાંતિ. રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવા અને સમજાવવાની રણનીતિ પર વિશ્વાસ કરે છે, પણ જો અમારી પર કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો જવાબ પણ એટલો પ્રચંડ મળશે. દેશની અખંડતા દેશવાસીઓની એકતા પર નિર્ભર કરે છે. સેનાનો ઉત્સાહ અને આત્મબળ ઊંચાં રહે એ જ અમારી પ્રાથમિકતા છે. અમે સૈનિકોનાં પરિવાર અને બાળકોના શિક્ષણ પર મહત્ત્વના નિર્ણય લીધા. બીજા કાર્યકાળમાં પહેલો નિર્ણય મેં જ લીધો હતો. રાષ્ટ્રીય શૌર્ય સ્મારક દેશને પ્રેરણા આપે છે.
#WATCH I Rajasthan: Prime Minister Narendra Modi distributes sweets among jawans during his visit to Longewala, Jaisalmer. #Diwali pic.twitter.com/qE76hDVVF5
— ANI (@ANI) November 14, 2020
જવાનોને મોદીની 3 અપીલ
જવાનોને મોદીનો મેસેજ
આપણે આપણા એ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જેઓ આ તહેવારો પર સીમા પર ખડેપગે છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ. આપણે ઘરમાં એક દીપ ભારતમાતાના એ વીર સપૂતો માટે પ્રગટાવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માગીશ કે ભલે તમે સરહદ પર છો, પણ આખોય દેશ તમારી સાથે છે, તમારું સન્માન કરી રહ્યો છે. હું એ પરિવારોને પણ નમન કરું છું, જેમનાં દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે. દરેક એ વ્યક્તિ જે દેશ સાથે જોડાયેલી હોઈ, કોઈ ને કોઈ જવાબદારીને કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું દિલથી તેમનો આભાર માનું છું.
This Diwali, let us also light a Diya as a #Salute2Soldiers who fearlessly protect our nation. Words can’t do justice to the sense of gratitude we have for our soldiers for their exemplary courage. We are also grateful to the families of those on the borders. pic.twitter.com/UAKqPLvKR8
— Narendra Modi (@narendramodi) November 13, 2020
6 વર્ષમાં ક્યાં ઊજવી દિવાળી
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.