તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોનાની રસી બનાવવાનો પ્રયત્ન તમામ દેશ કરી રહ્યાં છે. તેમ છતાં વિશ્વની નજર ઓછી કિંમતની અને સુરક્ષિત રસી પર છે. સ્વભાવિક છે કે વિશ્વની નજર ભારત પર પણ છે. સરકારે આજે કોરોના અંગે ઓલ પાર્ટી મીટિંગ (સર્વપક્ષીય બેઠક) યોજી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેમાં મોદીએ કોરોનાની વેક્સિનને લઈને 8 મહત્ત્વની વાત કહી હતી. તેમાં PM મોદીએ અણસાર આપ્યો હતો કે ભારતમાં આ વેક્સિન મફત નહીં હોય. એક તો તેઓ પોતાના ભાષણમાં ક્યાંય પણ ‘મફત’ શબ્દ બોલ્યા નથી, ઉપરથી તેમણે એવું પણ કહ્યું કે વેક્સિનની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને નક્કી કરશે.
તેમણે કહ્યું હતું, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્ત્વની બેઠક છે.તેમણે વેક્સિનની તૈયારીઓ અંગ વિસ્તારથી પોતાની વાત મુકી. કહ્યું કે, થોડાંક સપ્તાહમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે, પહેલી રસી બીમાર, વૃદ્ધ અને હેલ્થ વર્કર્સને લગાડવામાં આવશે.
અમારી તૈયારી પૂરી છે...
આપણી પાસે રસીકરણ માટે વિશ્વનું સૌથી મોટું અને અનુભવી નેટવર્ક છે. વેક્સિનની રિયલ ટાઈમની જાણકારી માટે સોફ્ટવેર પણ બનાવ્યું છે. કેન્દ્ર અને રાજ્યનું એક્સપર્ટ ગ્રૂપ પણ બનાવ્યું છે.બધુ સરળતાથી થઈ જશે. - નરેન્દ્ર મોદી, પીએમ
મોદીના ભાષણની મહત્ત્વની વાતો
સફળતામાં શંકા નહીં
ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે, જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.
વેક્સિન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે
ભારતની 3 અલગ અલગ વેક્સિનની ટ્રાયલ અલગ તબક્કામાં છે. એક્સપર્ટનું માનવું છે કે વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડાંક સપ્તાહમાં વેક્સિન તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળતાંની સાથે જ ભારતમાં વેક્સિનેશન શરૂ કરી દેવાશે. પહેલા તબક્કામાં કોને વેક્સિન લગાવાશે એ અંગે પણ કેન્દ્ર રાજ્યોનાં સૂચન પર કામ કરી રહ્યું છે. પ્રાથમિકતા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને પહેલાંથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા વુદ્ધોને આપવામાં આવશે.
અન્ય દેશોની તુલનામાં આપણે શ્રેષ્ઠ
વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશન અંગે પણ કેન્દ્ર અને રાજ્યની ટીમ મળીને કામ કરી રહી છે. અન્ય દેશોની તુલનામાં આપણે શ્રેષ્ઠ છીએ. આપણી પાસે વેક્સિનેશન માટે દુનિયાનું સૌથી મોટું અને અનુભવી નેટવર્ક છે. જે પણ વધુ જરૂર હશે, એનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોલ્ડ ચેઇનને મજબૂત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ભારતે વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં કોરોના વેક્સિનના લાભાર્થી વેક્સિન સાથે જોડાયેલી રિયલ ટાઈમની માહિતી મેળવી શકે છે. કોરોના વેક્સિન સાથે જોડાયેલા અભિયાનનું દાયિત્વ નેશનલ એક્સપર્ટ ગ્રુપને આપવામાં આવ્યું છે. આ ગ્રુપ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી નિર્ણય આ ગ્રુપમાંથી લેવાશે.
કિંમતનો નિર્ણય હાલ બાકી
વેક્સિનની કિંમતનો સવાલ પણ સ્વાભાવિક છે. કેન્દ્ર આ સંબંધમાં રાજ્યો સાથે વાત કરી રહ્યું છે. નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવાશે. ભારત આજે એ દેશોમાં છે, જ્યાં દરરોજ ટેસ્ટિંગ વધી રહ્યું છે. ભારત એવા દેશોમાં છે, જ્યાં રિકવરી રેટ વધુ અને મૃત્યુદર ઘટી રહ્યો છે. આપણે જે રીતે કોરોના વિરુદ્ધ જંગ લડી, એ પ્રત્યેક દેશવાસીની ઈચ્છાશક્તિને દેખાડે છે. ભારતે વિકસિત દેશોની તુલનામાં લડાઈ સારી રીતે લડી છે.
અફવાઓથી બચો
આપણે માત્ર આપણા દેશના નાગરિકોની જ ચિંતા નથી કરી રહ્યા, પણ અન્ય દેશોની મદદ કરવા માટે પણ કામગીરી કરી રહ્યા છીએ. ફેબ્રુઆરી-માર્ચની આશંકાઓ ભરેલા માહોલથી માંડી આજે ડિસેમ્બરનાં વિશ્વાસ અને આશાઓના વાતાવરણ વચ્ચે ભારતે લાંબી યાત્રા નક્કી કરી છે. હવે જ્યારે વેક્સિન તૈયાર થવાના આરે છે તો એ જ જનભાગીદારી, સહયોગ આગળ પણ જરૂરી છે. તમે બધા અનુભવી સાથીઓનાં સૂચન પણ સમય સમયે આમાં ભૂમિકા નિભાવશે. જ્યારે આટલું મોટું રસીકરણ અભિયાન ચાલે છે, તો અનેક અફવાઓ સમાજમાં ફેલાવવામાં આવે છે. આ જનહિત અને રાષ્ટ્રહિતની વિરુદ્ધ છે. તમામ પક્ષોનું દાયિત્વ છે કે દેશના નાગરિકોને જાગ્રત કરે અને અફવાઓથી બચાવે.
મોડર્નાની રસીથી શરીરમાં બનતાં એન્ટીબોડી 3 મહિનામાં ખતમ થઈ શકે છેઃ સંશોધન
વિજ્ઞાનીઓએ અમેરિકી કંપની મોડર્નાની રસીની અસર અંગે એક મહત્ત્વની જાણકારી મેળવી છે. આ રસીથી માણસના શરીરમાં બનેલા એન્ટીબોડી 3 મહિનામાં ખતમ થઈ જાય છે. આ અભ્યાસ અમેરિકાના રાષ્ટ્રીય એલર્જી અને ચેપી રોગ પ્રતિરોધક વિભાગ તરફથી કરાવાયો હતો. મોડર્નાની રસીના વિકાસમાં આ વિભાગ પણ સામેલ છે. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં આ અભ્યાસ પ્રકાશિત થયો છે. જો કે અભ્યાસ વધુમાં જણાવે છે કે ત્રણ મહિનામાં એન્ટી બોડી ખતમ થાય છતાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ અંગે હજુ અભ્યાસ થઈ રહ્યો છે.
દેશમાં મહામારીથી 1.39 લાખ લોકોનાં મોત
અત્યારસુધીમાં 95.71 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 90.15 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.39 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કુલ 4.14 લાખ એક્ટિવ કેસ વધ્યા છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા 21 જુલાઈ પછી સૌથી ઓછા છે. ત્યારે કુલ 4.12 લાખ એક્ટિવ કેસ હતા.
પહેલા 1 કરોડ હેલ્થકેર વર્કર્સ અને પછી 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાશે
ન્યૂઝ એન્જસીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે મીટિંગમાં જે પ્રેજેન્ટેશન આપ્યું છે તેમા કહેવાયું છે કે સૌથી પહેલા 1 કરોડ હેલ્થ વર્કર્સને વેક્સિન અપાશે. તેમા ન માત્ર સરકારી પરંતુ પ્રાઈવેટ સેક્ટરના હેલ્થવર્કર્સ પણ હશે. ત્યાર પછી 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાશે. ફ્રન્ટાલઈન વર્કર્સમાં પોલીસકર્મી, સેનાના જવાન અને મ્યુનિસિપલ વર્કર્સ વગેરે સામેલ થશે.
એક સપ્તાહથી વેક્સિન અંગે વડાપ્રધાન ઘણા સક્રિય છે. 28 નવેમ્બરે તેમણે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ઝાયડઝ બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસે.ની મુલાકાત કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 30 નવેમ્બરે વિડિયો-કોન્ફરન્સ દ્વારા જેનેવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝની ટીમ સાથે ચર્ચા કરી. પીએમએ તેમને સલાહ આપી હતી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્સ્ટ્રા એફર્ટ કરો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.