• Gujarati News
  • National
  • Modi Will Attend Quad Meeting On September 24 And Also Meet Biden, Address UN General Assembly

PM મોદી US પ્રવાસ:24 સપ્ટેમ્બરે ક્વાડ બેઠકમાં મોદી ભાગ લેશે અને બાઈડન સાથે પણ મુલાકાત કરશે, યુએન મહાસભામાં ભાષણ આપશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ- ફાઈલ ફોટો - Divya Bhaskar
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ- ફાઈલ ફોટો

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વાડ બેઠકમાં સામેલ થશે. વોશિંગ્ટનના પ્રવાસ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત પણ કરશે. 25 સપ્ટેમ્બરે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ક્વાડ નેતાઓની વોશિંગ્ટનમાં થનારી પહેલી પ્રત્યક્ષ બેઠકમાં સામેલ થશે. આ બેઠક 24 સપ્ટેમ્બરે થશે. 25 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે. પીએમ ક્વાડ દેશોની બેઠક દરમિયાન જ વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પહેલી પ્રત્યક્ષ મુલાકાત કરશે.

બાગચીએ જણાવ્યું કે અમે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કથિત ભારતીય નાગરિક બાંસુરી લાલના ગુમ હોવાનો રિપોર્ટ જોયો છે. અમે દરેક સંબંધિત પક્ષોના સંપર્કમાં છે. અમે સ્થાનીય અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવાનો રિપોર્ટ પણ જોયો છે. સ્થિતિ પર અમારી સતત નજર છે, મામલામાં આગળ કોઈ પણ કાર્યવાહી થાય તો મીડિયાને જણાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...