• Gujarati News
  • National
  • Modi Went Home To Congratulate Advani; The Two Stayed Together For About 40 Minutes, Cutting The Cake And Celebrating

લાલકૃષ્ણ અડવાણીનો 95મો જન્મદિવસ:મોદીએ ઘરે જઈને અડવાણીને અભિનંદન પાઠવ્યા; બંને લગભગ 40 મિનિટ સુધી સાથે રહ્યા, કેક કાપી કરી ઉજવણી

નવી દિલ્હી22 દિવસ પહેલા

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી મંગળવારે 95 વર્ષના થયા. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને અભિનંદન પાઠવ્યા હતા. લગભગ 40 મિનિટ સુધી મોદી તેમની સાથે રહ્યા અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત રાજનાથ સિંહ પણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. રાજનાથ સિંહે અડવાણી સાથેનો ફોટો ટ્વીટ કર્યો- 'હું ભગવાનને તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરું છું.'

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અડવાણીએ તેમના અથાક પ્રયાસોથી દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કર્યું. સરકારમાં રહેતાં તેમણે દેશના વિકાસમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. શાહે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરતાં શુભેચ્છા પાઠવી હતી.

રાજનાથે કહ્યું- અડવાણીની ગણતરી મોટી હસ્તીઓમાં થાય છે
રાજનાથ સિંહે કહ્યું હતું કે અડવાણીએ દેશ, સમાજ અને પાર્ટી માટે ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમની ગણતરી દેશની સૌથી મોટી હસ્તીઓમાં થાય છે.

મોદી-અડવાણીની ત્રણ તસવીર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને અડવાણીને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને અડવાણીને અભિનંદન પાઠવ્યા હતા.

અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો
અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. 2002 અને 2004ની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન રહ્યા હતા. આ પહેલા તેઓ 1998થી 2004 સુધી એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંથી એક છે. તેમને 2015માં પદ્મ વિભૂષણ મળ્યો હતો.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ અડવાણીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા.
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ અડવાણીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા.
અડવાણી અને રાજનાથ સિંહ ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહ હાલમાં પીએમ મોદીની કેબિનેટમાં રક્ષામંત્રી છે.
અડવાણી અને રાજનાથ સિંહ ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહ હાલમાં પીએમ મોદીની કેબિનેટમાં રક્ષામંત્રી છે.

મોદી તેમના 94મા જન્મદિવસે અડવાણીના ઘરે પણ પહોંચ્યા હતા

મોદી દર વર્ષે લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
મોદી દર વર્ષે લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.

અડવાણીના દરેક જન્મદિવસ પર પીએમ મોદી તેમના ઘરે જઈને તેમને અભિનંદન પાઠવે છે. ભાજપના નેતાઓ સાથે PM કેક પણ કપાવે છે. ગયા જન્મદિવસે પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ સવારે અલગ-અલગ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.

બંનેએ તેમની સાથે લગભગ અડધો કલાક વિતાવ્યો હતો. આ દરમિયાન પીએમએ જૂના દિવસોની બે-ત્રણ વાત સંભળાવી. તેમણે યાદ કરતા કહ્યું હતું કે સંગઠનના વિસ્તરણ માટે તેઓ અને અડવાણીજી કેવી રીતે સાથે કામ કરતા હતા. વડાપ્રધાનની વાત દરમિયાન અડવાણી મૌન હતા. અંતમાં તેઓ માત્ર એક જ શબ્દ બોલ્યા હતા- આભાર.

અડવાણીના આશીર્વાદ લેતા પીએમ મોદી.
અડવાણીના આશીર્વાદ લેતા પીએમ મોદી.
રથયાત્રા દરમિયાન અડવાણી અને નરેન્દ્ર મોદી.
રથયાત્રા દરમિયાન અડવાણી અને નરેન્દ્ર મોદી.
અન્ય સમાચારો પણ છે...