તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi Speaks: We Must Fight Epidemics Together, Biden Says No Country Can Tackle Climate Change Alone

ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વર્લ્ડ લીડર્સનો અભિપ્રાય:મોદી બોલ્યા- મહામારી સાથે મળીને લડત આપવી જોઈએ, બાઈડને કહ્યું- કોઈ દેશ એકલા હાથે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી શકે નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોદીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મોદીની ફાઈલ તસવીર
  • આપણે સોલર અલાયન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઊપર ઘણું બધું કાર્ય કર્યું છેઃ PM મોદી
  • જો બાઈડનના પર્યાવરણ દૂત જિમ કેરીએ ચીનના વિદેશ મંત્રી સાથે જિનપિંગને સામેલ કરવા વાતચીત કરી હતી

ક્લાઈમેટ ચેન્જ ઊપર વર્લ્ડ લીડર્સની સમિટ શરૂ થઈ ગઈ છે. આનું ઉદ્ઘાટન અમેરિકાના પ્રસિડન્ટ જો બાઈડને કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પણ આ સમિટને સંબોધિત કરી હતી. જેમાં મોદીએ એમના ભાષણની શરૂઆત નમસ્કારથી કરી હતી. ત્યારપછી તેઓએ માનવતાના રક્ષણ માટે એક સાથે મળીને કાર્ય કરવાની વાત પર ભાર મૂક્યો હતો. આ સમિટના પ્રથમ તબક્કાની થીમ- વર્ષ 2030 માટે આપણી સામૂહિક ગતિશીલ રેસ ઊપર છે. આ સમિટમાં 40 રાષ્ટ્રોના અધ્યક્ષે ભાગ લીધો હતો, આ કાર્યક્રમ કાલે પણ શરૂ રહેશે.

ભાગીદારી એજ સૌથી મહત્ત્વની જરૂરિયાત
મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્કાર સાથે કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું બાઈડનનો આભાર વ્યક્ત કરું છે કે એમને આ પ્રમાણેના કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે. અત્યારે સમગ્ર વિશ્વમાં માનવતા ગંભીર સંકટો વચ્ચે લડાઈ લડી રહી છે. આનાથી બહાર આવવા માટે આપણે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. આ તમામ પ્રશ્નોમાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટો મુદ્દો ઊભરી આવે તેમ છે. હું રાષ્ટ્રપતિનો આભારી છું કે તેઓએ ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાને પ્રકાશમાં લાવવા આ પ્રમાણે આયોજન કર્યું છે. મહામારીના આ કપરાકાળમાં આપણે ક્લાઈમેટ ચેન્જના પ્રશ્નની અવગણના ન કરવી જોઈએ. આપણે સમય સાથે સતર્ક થવાની જરૂર છે. આપણે સોલર અલાયન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઊપર ઘણું બધું કાર્ય કર્યું છે. આપણે ભાગીદારી દાખવીને એક સાથે કાર્ય કરી રહ્યા છીએ. બાઈડન સાથે મારે આ વિષય અંગે ઘણી ચર્ચાઓ થઈ છે. જો આપણે બધા ગંભીરતાથી આ મુદ્દા ઊપર કાર્ય કરીએ તો અવશ્ય આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

ભારતે કઠોર અને મોટા નિર્ણયો પણ લીધા છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત આપણે ઘણા કઠોર પગલાઓ પણ ભરવા પડશે. આ વિશાળ અને વૈશ્વિક સ્તર પર થવું જોઈએ. ભારત પણ આ અંગે પોતાના દરેક વાયદાઓ પૂરા કરતું આવ્યું છે અને કરતું રહેશે. અમે 2030 સુધી રિન્યૂઅલ એનર્જીનું લક્ષ્ય 450 ગીગાબાઈટ નક્કી કર્યું છે. આ લક્ષ્ય એવા સમયે નિર્ધારીત કરવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં વિકાસ લાવવાનો પડકાર પણ સમકક્ષ ઊભો છે. તેમ છતાં ભારતે ઘણા કઠોર અને સારા નિર્ણયો લીધા છે.

ક્લાઈમેટ ચેન્જની લડાઈ એકલા ન લડી શકાય
આની પહેલા સમિટની શરૂઆત કરતી વખતે જો બાઈડને કહ્યું હતું કે અમેરિકાએ કોલસા અને પેટ્રોલિયમના ઉપયોગથી થતા નુકસાનનો અભ્યાસ કરીને આ પદાર્થોનો વપરાશ 50 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આનાથી ચીન અને બીજા અન્ય દેશોને પણ સીખ મળશે. દુનિયાનો એકપણ દેશ એવો નથી, જે એકલા ક્લાઈમેટ ચેન્જનો પ્રશ્ન ઉકેલી શકે. આના માટે એકસાથે મળીને કાર્ય કરવું જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત થઈ શકે.

ભારત-ચીનની મુખ્ય ભૂમિકા રહેશે
બાઈડને 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા પછી પ્રથમ ભાષણમાં જ આ સમિટ અને ક્લાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકી પ્રશાસનના મત મુજબ ભારત અને ચીન જેવી મોટી અર્થ વ્યવસ્થાઓ મુખ્ય ભૂમિકા ભજવવાની રહેશે.

જિમ કેરીએ જિનપિંગને તૈયાર કર્યા હતા
ચીન અને અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે. પહેલા અનુમાન લગાવાઈ રહ્યું હતું કે જિનપિંગ આ સમિટમાં ભાગ નહીં લે. ત્યારપછી બાઈડનના પર્યાવરણ દૂત જિમ કેરીએ ચીનના વિદેશ મંત્રી સાથે આ અંગે વાતચીત કરી હતી. ત્યારપછી એ વાત નક્કી થઈ કે જિનપિંગ આ સમિટમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...