સતલજમાં મળી પાકિસ્તાની બોટ:જે ફ્લાયઓવર પર મોદીનો કાફલો ફસાયો હતો ત્યાંથી માત્ર 50 કિમી દૂર સતલજ નદીમાંથી મળી આવી શંકાસ્પદ બોટ, તપાસ શરૂ

16 દિવસ પહેલા

પંજાબના ફિરોઝપુરમાં બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીનો કાફલો ફસોયો હતો. આજ ફિરોઝપુરમાં BSFએ સતલજ નદીમાંથી એક પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. જોકે આ બોટ ખાલી મળી આવી છે. તેમાંથી કઈ મળ્યું નથી. આ બોટ સતલજ નદીમાં બીઓપી ડીટી પાસેથી મળી આવી છે. આ બોટ અહીં કેવી રીતે આવી? તેમાં કોણ હતું? અને આ બોટ અહીં આવી તેનો હેતુ શું હતો? તે વિશે સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે.

અહીંથી પાકિસ્તાની બોટ મળી આવી છે તે એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કારણ કે વડાપ્રધાન મોદીનો કાફલો અહીં જ ફસાયો હતો. હવે તેમની સુરક્ષામાં ખામી રહી હતી તે વિવાદ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે.

સતલજ નદીમાં જે પાકિસ્તાન બોટ મળી છે એ તે જગ્યાએથી મળી છે જ્યાંથી નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે
સતલજ નદીમાં જે પાકિસ્તાન બોટ મળી છે એ તે જગ્યાએથી મળી છે જ્યાંથી નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે

કેન્દ્રની હાઈ લેવલ તપાસ કમિટી આજે આ જિલ્લામાં
પાકિસ્તાની બોટ એવી જગ્યાએ મળી આવી છે જ્યાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટી પીએમની સુરક્ષા ખામીની તપાસ માટે ફિરોઝપુર પહોંચી છે. તેમાં ગૃહ મંત્રાલયના સુરક્ષા સચિવ સુધીર કુમાર, આઈબીના જોઈન્ટ ડિરેક્ટર બલબીર સિંહ અને એસપીજીના આઈજી એસ.સુરેશ સામેલ છે.

પંજાબનો ખૂબ સંવેદનશિલ જિલ્લો ફિરોઝપુર
ફિરોઝપુર પાકિસ્તાનની સીમાથી જોડાયેલો હોવાથી ખૂબ સંવેદનશિલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં પીએમનો કાફલો રોકાયો હતો. તે જગ્યા પણ પાકિસ્તાનથી માત્ર 50 કિમીના અંતરે જ આવેલી છે. આ વિસ્તારમાં ઘણી વખત ટીફિન બોમ્બ અને વિસ્ફોટક મળી ચૂક્યા છે. નવેમ્બર મહિનામાં દિવાળી પહેલાં ભારત-પાક સીમામાંથી ટીફિન બોમ્બ મળ્યા છે. અહીં પોલીસ હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. ફિરોઝપુર સાથે જોડાયેલા ફાજિલ્કાથી જલાલાબાદમાં ટીફિન બોમ્બથી બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા છે.

પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીનો કાફલો રોકતા વડાપ્રધાને 20 મિનિટ સુધી ગાડીમાં બેસી રહ્યા હતા
પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીનો કાફલો રોકતા વડાપ્રધાને 20 મિનિટ સુધી ગાડીમાં બેસી રહ્યા હતા

શું થયું હતું?
PM નરેન્દ્ર મોદી બુધવારે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. PM મોદી પંજાબના ફિરોઝપુર પહોંચીને 42,750 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનો પાયો મૂકવાના હતા. જે માટે તેઓ સડક માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યાં હતા, કેમકે વાતાવરણ ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ કાર્યક્રમ સ્થળથી થોડે દૂર ખેડૂતોએ પ્રદર્શન કરતા રસ્તાઓને બ્લોક કરી દીધા જેના કારણે PMનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાઈઓવર પર ફસાયો હતો. રસ્તો ખાલી ન થવાની સ્થિતિમાં તેઓએ પોતાની રેલી રદ કરીને પરત ફર્યા હતા. પ્રદર્શનકારી ખેડૂતો એકાએક વિરોધ કરવા આવી જતા PMની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવે છે. જો કે PMના કાફલાને લઈને પહેલાંથી જ રુટ અને વૈકલ્પિક માર્ગ નક્કી જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...