તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Modi Scolds Kejriwal Work Is Being Done Against Tradition, Kejriwal Says I Apologize If There Is A Mistake

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMની મીટિંગના LIVE પ્રસારણ પર રાજકારણ:મોદીએ કેજરીવાલને ટોક્યા- પરંપરા વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, કેજરીવાલ બોલ્યા- ભૂલ થઈ હોય તો માફી માગું છું

નવી દિલ્હી18 દિવસ પહેલા
મોદીની મુખ્યમંત્રી સાથે વાત ચાલી રહી હતી, ઇન્ટર્નલ મીટિંગ લાઈવ ટેલિકાસ્ટ થવા લાગી. આ ત્યારે થયું જ્યારે કેજરીવાલ બોલી રહ્યા હતા, જેના પર મોદીએ વાંધો ઉઠાવ્યો.
  • 10 રાજ્યના મુખ્યમંત્રીની સાથે વડાપ્રધાન મોદીએ વધતા જતા કોરોનાના કેસને લઈને મીટિંગ કરી હતી

વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ વચ્ચે શુક્રવારે મળેલી બેઠકમાં એક વિચિત્ર ઘટના સામે આવી. બેઠકનો મુદ્દો કોરોનાની બગડતી જતી સ્થિતિને લઈને હતી, પરંતુ સંપૂર્ણ વાત આ બેઠકને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા લાઈવ ટેલીકાસ્ટ કરવાને લઈને અટકી.

10 રાજ્યોના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે ઓનલાઈન વાતચીત કરી રહ્યાં હતા. જેવાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વારો આવ્યો તો મીટિંગનું લાઈવ ટેલીકાસ્ટ દેશની ટીવી ચેનલ પર ચાલવા લાગ્યું. કેજરીવાલની વાત કરવાની શૈલી કડક હતી.

કેજરીવાલે વડાપ્રધાનને કહી રહ્યાં હતા- અમે આભારી છીએ કે કેન્દ્ર સરકારે દિલ્હીનો ઓક્સિજન કોટા વધારી દિધો છે, પરંતુ સ્થિતિ ઘણી જ ગંભીર બની ગઈ છે. અમે કોઈને મરવા માટે ન છોડી શકીએ. અમે ગત દિવસોમાં કેન્દ્રના અનેક મંત્રીઓને ફોન કર્યા. તેઓએ પહેલાં મદદ કરી, પરંતુ હવે તો તેઓ પણ થાકી ગયા છે.

વડાપ્રધાનજી જો દિલ્હીમાં ઓક્સિજન ફેક્ટરી નથી તો શું બે કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે? જે રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ છે, તેઓ બીજા માટેના ઓક્સિજનને રોકી શકે છે શું? જો કોઈ હોસ્પિટલમાં એક-બે કલાકનો ઓક્સિજન બચી જાય કે ઓક્સિજન રોકાય જાય અને લોકોના મોતની સ્થિતિ ઊભી થાય તો હું ફોન ઉઠાવીને કોની સાથે વાત કરું? કોઈ ટ્રક રોકી લે તો કોની સાથે વાત કરું? તમે ફક્ત આટલું જણાવી દો.

આપણે લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે એક-એક જીવન કિંમતી છે. અમે દિલ્હીના લોકો તરફથી હાથ જોડીને અપીલ કરી રહ્યાં છીએ કે તાત્કાલિક કોઈ પગલાં ઉઠાવવામાં નહીં આવે તો દિલ્હીમાં મોટી ત્રાસદી થઈ શકે છે. હું તમારું માર્ગદર્શન માંગુ છું.

સૌથી વધુ ઓક્સિજનના ટ્રક રોકવમાં આવી રહ્યાં છે. જો તમે તે રાજ્યોના મુખ્યમંત્રીને એક ફોન લગાવી દેશો તો ઘણું થશે. હું મુખ્યમંત્રી છું છતાં કંઈ જ કરી નથી શકતો. ઈશ્વર ન કરે કે કંઈક અનહોની થઈ ગઈ, તો અમે ક્યારેક પોતાની જાતને માફ નહીં કરીએ.

એક નેશનલ પ્લાન બનવો જોઈએ. જે અંતર્ગત દેશના તમામ ઓક્સિજન પ્લાન્ટને આર્મીની મદદથી સરકાર ટેકઓવર કરે. દરેક ટ્રકની સાથે આર્મીની એસ્કોર્ટ વ્હીકલ રહેશે તો કોઈ તેને રોકી નહીં શકે. 100 ટન ઓક્સિજન ઓરિસ્સા અને બંગાળથી આવવાનો છે. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે તેને દિલ્લી લાવવામાં આવે. બની શકે તો અમને હવાઈજહાજ ઉપલબ્ધ કરાવો કે તમને જો આઈડિયા છે ઓક્સિજન એક્સપ્રેસનો, તે તેના વડે જ અમને ઓક્સિજન મળે.

આ મુદ્દે વડાપ્રધાને તેમને ટોક્યા અને કહ્યું, 'ઓક્સિજન એક્સપ્રેસ ઓલરેડી ચાલી રહી છે.'

કેજરીવાલે કહ્યું, 'જી પરંતુ દિલ્હીમાં નથી આવતી. બાકી રાજ્યોમાં જ ચાલી રહી છે.'

ફરી કહ્યું, 'વેક્સિન બનાવનારી કંપનીએ હાલ કહ્યું છે કે કેન્દ્ર સરકારને વેક્સિન 150 રૂપિયામાં એક અને રાજ્યોનો રેટ 400 રૂપિયા હશે. એક જ દેશમાં વેક્સિનના બે રેટ કઈ રીતે હોય શકે છે? વેક્સિનનો વન નેશન, વન રેટ હોવો જોઈએ.'

'દરેક જીવ અમારા માટે કિંમતી છે. બધાને દવા, વેક્સિન અને ઓક્સિજન કોઈ પણ જાતના વિવાદ અને અડચણ વગર મળે. કોરોના વિરૂદ્ધ એક નેશનલ પ્લાન હશે, તો આપણે બધાં જ મળીને કામ કરીશું.'

હવે તેઓ બોલી રહ્યાં હતા કે, 'મારો વિશ્વાસ છે કે આ દેશમાં જો એક નેશનલ પ્લાન હશે તો અમે દરેક રાજ્ય સરકાર કેન્દ્રની સાથે મળીને કામ કરીશું. સર કોરોનાના કારણે મોતને ભેટેલા દિવંગત આત્માઓને શાંતિ મળે....'

ત્યારે મોદીએ કેજરીવાલને ટોકતા કહ્યું કે, 'એક મિનિટ, એક વાત હું કહેવા માંગુ છું કે આપણી જે પરંપરા છે, આપણાં જે પ્રોટોકોલ છે, તેના વિરૂદ્ધ થઈ રહ્યું છે કે કોઈ મુખ્યમંત્રી ઈનહાઉસ મીટિંગને લાઈવ ટેલીકાસ્ટ કરે. આ યોગ્ય નથી, આપણે હંમેશા સંયમથી પાલન કરવું જોઈએ.'

કેજરીવાલ શાંત થઈ જાય છે. તેમનો ટોન પણ ઢીલો પડી જાય છે અને તેઓ કહે છે, 'ઠીક છે સર, આગળથી આ વાતનું ધ્યાન રાખીશું. સર હું તમામ આત્માઓને શાંતિ મળે જે જે લોકોનું આ કોરોના દરમિયાન દેહાંત થઈ ગયું છે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જો સર મારા તરફથી કોઈ ભૂલ થઈ છે... મેં કંઈ કઠોર શબ્દોમાં કહ્યું હોય, મારા આચરણમાં કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું. અત્યાર સુધી જેટલાં પ્રેઝન્ટેશન થયા, તે સારા હતા. તમે જે અમને નિર્દેશ આપ્યા છે અમે તેનું પાલન કરીશું.' જે બાદ ચારેબાજુથી આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા.

કેન્દ્રએ કહ્યું- કેજરીવાલે સ્તર ઘટાડ્યો
સરકારનાં સુૂત્રોએ કહ્યું, 'કેજરીવાલે સ્તર ઘટાડ્યો છે. પહેલી વખત વડાપ્રધાનની મુખ્યમંત્રી સાથેની ખાનગી વાતચીતને ટેલિવાઈઝ કરવામાં આવ્યું. એની આખી સ્પીચ કોઈ સમસ્યાના ઉકેલ માટે ન હતી, પરંતુ રાજનીતિ અને જવાબદારીઓમાંથી બચવા માટેની હતી.'

અમને LIVE શેરિંગ ન કરવાના નિર્દેશ મળ્યા ન હતાઃ દિલ્હી CMO
મીટિંગના લાઈવ પ્રસારણના મુદ્દે કહ્યું તેણે હતું કે અમે મુખ્યમંત્રી કેજરીવાલના ભાષણને LIVE શેર કર્યું હતું. અમને ક્યારેય આવા લેખિત કે મૌખિક નિર્દેશ કેન્દ્ર પાસેથી મળ્યા ન હતા કે આ પ્રકારની વાતચીતને લાઈવ શેર ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો