તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન મોદીએ સોમવારે 100મી ખેડૂત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી જશે. ટ્રેનનું લક્ષ્ય બંગાળ હતું, તો મોદી પણ પોતાના ભાષણમાં બંગાળનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નહીં. પાંચ દિવસમાં તેમના ચોથા ભાષણમાં બંગાળનો સમાવેશ રહ્યો.
મોદીએ કહ્યું, "અનાનસ, લીચી, કેળા, માછલી, બંગાળમાં તેની કોઈ કમી નથી. સમસ્યા તેને દેશના બજારમાં પહોંચાડવાની છે. ખેડૂત ટ્રેનથી બંગાળના નાના ખેડૂતોને એક મોટો વિકલ્પ મળ્યો છે. સ્થાનિક બજારમાં નાના વેપારીઓને પણ વિકલ્પ મળ્યો છે. તેઓ ખેડૂતો પાસેથી વધુ રૂપિયામાં વધુ માલ ખરીદીને ખેડૂત ટ્રેન દ્વારા અન્ય રાજ્યોમાં પણ વેચી શકે છે."
આ પહેલા 24 અને 26 ડિસેમ્બરના રોજ મોદીએ પોતાના ત્રણ ભાષણોમાં બંગાળનો ઉલ્લેખ કર્યો હતો ...
26 ડિસેમ્બરે જ્યારે 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18 હજાર કરોડ રૂપિયા સન્માન ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, ત્યારે મોદીએ બંગાળનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતુ કે ત્યાંની સરકાર ખેડૂતો સુધી લાભ પહોંચવા દેતી નથી.
26 ડિસેમ્બરે મોદીએ જમ્મુ-કાશ્મીર માટે આયુષ્માન ભારત હેઠળ સેહત યોજના શરૂ કરી. અહીં, તેમણે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ યોજનાનો લાભ બધે થશે, પરંતુ કોલકાતામાં મળશે નહીં. શું કરવું, કેટલાક લોકોની આદત હોય છે.
મોદીના ભાષણની મહત્વની વાતો...
1. કોરોનામાં પણ ખેડૂત ટ્રેન 100ના આંકડે પહોંચી
મોદીએ કહ્યું, "ખેડૂતોને સમર્પિત પ્રથમ ટ્રેન ઓગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવી હતી. ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમમાં દરેક ક્ષેત્ર ખેડૂત ટ્રેન દ્વારા જોડાયેલ છે. કોરોનાની મહામારી દરમિયાન પણ, આ ખેડૂત ટ્રેનનું નેટવર્ક 100ની સંખ્યા પર પહોંચ્યું છે. થોડા સમય પહેલા ખેડૂત ટ્રેન મહારાષ્ટ્રના સાંગોલાથી બંગાળના શાલીમાર જવા રવાના થઈ ગઈ છે."
2. ખેડૂત ટ્રેન દ્વારા નાના ખેડૂતોને મદદ મળશે
મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે ખેડૂત ટ્રેન દેશના 80 ટકાથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને મદદ મળશે. તેમાં ખેડૂતો માટે કોઈ નિયત માત્રા નક્કી કરવામાં આવેલ નથી. જો ખેડૂત 50-100 કિલોગ્રામનું પાર્સલ મોકલવા માંગે છે, તો તે પણ મોકલી શકે છે. નાના ખેડૂતની નાની પેદાશ પણ થોડા સમયમાં યોગ્ય ભાવે મોટા બજારમાં પહોંચી શકશે. ખેડૂત ટ્રેનથી અત્યાર સુધીમાં 3 કિલો દાડમના નાનામાં નાના કન્સાઇમેન્ટ પેકેટ મોકલવામાં આવ્યાં હતાં. મરઘી પાલક પણ આ ટ્રેનમાં 17 ડઝન ઇંડાનો જથ્થો મોકલતા હતા.
3. નાના ખેડુતોને મોટું બજાર આપવાનો ઇરાદો
મોદીએ કહ્યું, "આઝાદી પહેલા પણ ભારતમાં એક વિશાળ રેલ્વે નેટવર્ક હતું. કોલ્ડ સ્ટોરેજ સાથે સંબંધિત ટેકનોલોજી પહેલાથી જ હતી અને હવે ખેડૂત ટ્રેન દ્વારા આ શક્તિનો સારો ઉપયોગ શરૂ થયો છે. નાના ખેડૂતોને મોટા બજારો આપવાના હેતુ અને નીતિ સ્પષ્ટ છે. બજેટમાં અમે ખેડૂત ટ્રેન અને કૃષિ ઉદ્યાનની જાહેરાત કરી હતી. જ્યારે અમે કહી રહ્યા છીએ કે અમે ખેડૂતોનો આવક વધારી રહ્યા છીએ તો અમે આ વાતો હવામાં નથી કરી રહ્યાં, તેને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છીએ."
4. માગ વધવા પર ખેડૂત ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા
મોદીએ કહ્યું- પહેલા ખેડૂત ટ્રેન સાપ્તાહિક હતી અને હવે માંગ વધી ત્યારે આ ટ્રેન ત્રણ દિવસ ચલાવવી પડી રહી છે. આવા ટૂંકા સમયમાં 100મી ખેડૂત ટ્રેન એ સામાન્ય વાત નથી. તે સ્પષ્ટ સંદેશ છે કે દેશના ખેડૂત શું ઇચ્છે છે. આ કામ ખેડૂતોની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ તે વાતનો પુરાવો છે કે આપણા ખેડૂત નવી સંભાવનાઓ માટે કેટલા ઝડપી તૈયાર છે. ખેડૂત બીજા રાજ્યોમાં પણ પોતાનો પાક વેચી શકે, તેમાં ખેડૂત ટ્રેનની મોટી ભૂમિકા છે.
5. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળશે
મોદીએ કહ્યું, "ઘણી વખત આપણે સમાચારો જોયા છે કે કેટલાક કારણોસર કોઈ જગ્યાએ ટમેટાંના ભાવમાં ઘટાડો થાય છે, તે પછી ખેડૂતોનું શું થાય છે. પરિસ્થિતિ દુખદાયક બની જાય છે. ખેડૂત તેની મહેનતને તેની નજર સમક્ષ બરબાદ થતો જુએ છે.હવે નવા કૃષિ સુધારા બાદ ખેડૂત ટ્રેનની સુવિધા બાદ તેને એક વિકલ્પ મળ્યો છે. હવે આપનો ખેડૂત તેના ખેત ઉત્પાદનને દેશના તે ભાગોમાં પહોંચાડી શકે છે જ્યાં ટમેટાની માંગ વધારે છે જેથી કિંમત વધુ સારી મળી શકે છે. તેઓ ફળો અને શાકભાજીના વેપાર પર સબસિડીનો લાભ પણ લઈ શકે છે."
6. ખેડૂત ટ્રેન ચાલતું- ફરતું કોલ્ડ સ્ટોરેજ
PMએ કહ્યું - ખેડૂત ટ્રેન ચાલતું- ફરતું કોલ્ડ સ્ટોરેજ છે. ફળો, શાકભાજી, દૂધ, માછલી અથવા જે પણ જલ્દી ખરાબ થનારી વસ્તુઓ છે, તે પૂર્ણ સુરક્ષા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહી છે. પહેલા આ ચીજો રસ્તા દ્વારા મોકલવી પડતી હતી. જેમાં સમય લાગતો હતો, ભાડું વધારે થાય છે, ગામડામાં ઉત્પાદન કરનાર, અથવા શહેરમાં ખાનારા, બંનેને ખૂબ જ મોંઘું પડે છે.
7. ટ્રેનનું ભાડું ટ્રકની સરખામણીએ ઘણું ઓછું
મોદીએ કહ્યું, "રેલ્વે માટે ભાડુ ટ્રકની તુલનામાં રૂ .1700 ઓછું છે. ખેડૂત ટ્રેનમાં સરકાર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે. ખેડૂત ટ્રેન જેવી સુવિધાઓ મળવાથી વધારે કિંમતવાળા, વધુ પોષક પાક ઉત્પન્ન કરવા માટે ઉત્સાહ વધશે. નાના ખેડૂત એટલા માટે જોડાઈ શકતા ન હતા કારણ કે તેને કોલ્ડ સ્ટોરેજ અને મોટા બજારો મેળવવામાં મુશ્કેલી પડતી હતી. પાકને બજારમાં લઈ જવા માટે ભાડામાં ઘણી કિંમત ચૂકવવી પડતી હતી. 3 વર્ષ પહેલા અમારી સરકારે ટામેટાં, ડુંગળી અને બટાટાના પરિવહન માટે 50% સબસિડી આપી હતી. હવે તેને ફળો અને શાકભાજી સુધી વિસ્તૃત કરવામાં આવી છે. "
8. કૃષિ સુધારામાં ગામ લોકોની ભાગીદારી
PMએ કહ્યું, "જો સરકાર આજે દેશવાસીઓની નાની-નાની જરૂરિયાતો પૂરી કરી શકે છે, તો તેનું કારણ ભાગીદારી છે. કૃષિ સંબંધિત તમામ સુધારાઓ થઈ રહ્યા છે, તેમાં ગામના લોકોનો ભાગીદારી છે.ખેડૂત ઉત્પાદકસંઘ હોય, સહકારી સંઘ, મહિલા સ્વ-સહાય જૂથો, કૃષિ વેપાર અને માળખાગત સુવિધાઓમાં તેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કૃષિ સુધારણાના મોટા લાભાર્થીઓ ગામની મહિલાઓ અને યુવાનો છે. કૃષિ સુધારણા દ્વારા જે ખાનગી રોકાણ વધશે તે તેમને અને સરકારને જ બળ આપશે."
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.