વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 લાખ કરોડ ડોલર (78 લાખ કરોડ રૂ.)ની થશે. દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનમાં 1.5 લાખ કરોડ ડોલર (117 લાખ કરોડ રૂ.)ના રોકાણની તક છે. મોદીએ એમ પણ જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતમાં જે પ્રકારે ડિજિટલ રૂપાંતરણ થઇ રહ્યું છે તેવું દુનિયામાં પહેલાં ક્યારેય નથી જોવા મળ્યું. તેમાં વ્યાપક સ્તરે સુધારો પણ કરાઇ રહ્યો છે. મોદીએ કહ્યું કે ન્યૂ ઇન્ડિયામાં દરેક સેક્ટરમાં મૂળભૂત ફેરફાર થઇ રહ્યા છે. દેશની આર્થિક બહાલીનો મુખ્ય સ્તંભ ટેક્નોલોજી દ્વારા વિકાસ છે.
આપણે દરેક સેક્ટરમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેન પર હુમલાથી માંડીને રશિયા પર અમેરિકા અને યુરોપના પ્રતિબંધોની ટીકા કરી. તેમણે કહ્યું કે યુક્રેનના મુદ્દાએ માનવતા માટે સંકટ ઊભું કરી દીધું છે. આ પ્રતિબંધોથી દુનિયાભરમાં લોકોને નુકસાન થયું છે. ઇતિહાસ દર્શાવે છે કે જૂથબાજીથી શાંતિ, સ્થિરતા નથી આવતી પણ ઘર્ષણ વધે છે. આ બિઝનેસ ફોરમ 5 દેશ- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના સંગઠન બ્રિક્સની શિખર બેઠકના એક દિવસ અગાઉ યોજાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.