તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Modi Said, A New Community Of Agitators Has Emerged In The Country And New Destructive FDI Has Come From Outside.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યસભામાં PMનો અલગ અંદાજ:મોદીએ કહ્યું, દેશમાં આંદોલનજીવીઓનો નવો સમુદાય ઉત્પન્ન થયો અને બહારથી નવી FDI આવી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીએ આજે જ્યારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમનો અંદાજ અલગ જ હતો. તેમણે કેટલાક નવા શબ્દોનો ઉલ્લેખ કર્યો, જેવા કે આંદોલનજીવી, ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી અને જી-231. તેમણે એ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત આજે હોત તો કવિતા કેવી રીતે લખત. ખેડૂતોના મુદ્દા પર વિપક્ષનો ઘેરાવ કરતાં મોદીએ 4 પૂર્વ વડાપ્રધાનનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વડાપ્રધાને પોતાની ટીકા કરવા પર પણ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું - મને આનંદ થયો કે હું આપ લોકોનાં કામમાં તો આવ્યો. 6 મુદ્દામાં જાણો મોદીનો અલગ અંદાજ કેવો રહ્યો.

1. દેશમાં નવો સમુદાય સામે આવ્યો- આંદોલનજીવી
વડાપ્રધાને કહ્યું હતું કે આપણે કેટલાક શબ્દોથી પરિચિત છીએ- શ્રમજીવી, બુદ્ધિજીવી. હું જોઈ રહ્યો છું કે થોડા સમયથી દેશમાં આ નવો સમુદાય સામે આવ્યો- આંદોલનજીવી. તમે જોશો કે આંદોલન ભલે વકીલોનું હોય કે વિદ્યાર્થીઓનું હોય કે મજૂરોનું હોય, દરેક આંદોલનમાં આ લોકો જોવા મળશે. આંદોલનજીવીઓનું આખું ટોળું છે. તેઓ આંદોલન વિના જીવી નથી શકતા. આંદોલન સાથે જીવવા માટે રસ્તાઓ શોધતા રહે છે. આપણે તેમને ઓળખવા પડશે.

મોદીએ આગળ કહ્યું હતું કે 'આવા આંદોલનજીવી દરેક જગ્યાએ પહોંચીને આઇડિયોલોજિકલ સ્ટેન્ડ લઈ લે છે. નવી નવી રીતો બતાવે છે. દેશ આવા આંદોલનજીવી લોકોથી બચે, આ આપણે સૌએ જોવાનું રહેશે. તેઓ પોતાનું આંદોલન ઊભું કરી શકતા નથી. કોઈનું આંદોલન ચાલી રહ્યું છે તો ત્યાં જઈને બેસી જાય છે. આ તમામ આંદોલનજીવી પરોપજીવી હોય છે.'

2. ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી
મોદીએ વધુમાં કહ્યું હતું, 'દેશ પ્રગતિ કરી રહ્યો છે અને આપણે સીધા વિદેશી રોકાણોની વાત કરી રહ્યા છીએ, પરંતુ એક નવી FDI બહારથી દેખાય રહી છે. આ નવી FDIછે- ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી. દેશને આ FDIથી બચાવવા માટે આપણે વધુ જાગ્રત થવાની જરૂર છે.'

વડાપ્રધાનનો સંકેત કલાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગથી લઈને પોપ સિંગર રિહાના સુધીની એવી વિદેશી હસ્તીઓ પર હતો, જેમણે હાલમાં જ તેમના સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો.

3. શીખોનાં વખાણ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેટલાક લોકો આપણા પંજાબના શીખભાઈઓના મગજમાં કેટલીક ખોટી બાબતો ભરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દેશને દરેક શીખ માટે ગૌરવ છે. દેશ માટે શું નથી કર્યું આ લોકોએ. તેમનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું હશે. ગુરુઓની એક મહાન પરંપરા છે. મને પંજાબી રોટી ખાવાની તક મળી છે, તેથી મને ખબર છે. મેં ઘણાં વર્ષો પંજાબમાં વિતાવ્યાં છે. કેટલાક લોકો શીખને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, એનાથી દેશનું ભલું થશે નહીં.'

4. કોંગ્રેસે ગુલામ નબીના અભિપ્રાયને જી-23 તરીકે સ્વીકારવો જોઈએ નહીં
રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદના બહાને વડાપ્રધાને કોંગ્રેસને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ગુલામ નબી આઝાદની પ્રશંસા કરું છું. તેઓ મૃદુતા નરમાઇશથી બોલે છે; ક્યારેય કઠોર શબ્દોની ઉપયોગ નથી કરતા. બધા સાંસદોએ તેમની પાસેથી શીખવું જોઈએ. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીની પ્રશંસા કરી હતી. આ માટે હું તમારો આભારી છું, પણ મને ડર પણ લાગે છે. મને વિશ્વાસ છે કે તમારી પાર્ટીના સભ્યો એને યોગ્ય ભાવનાથી લેશે. ભૂલથી જી -23 અભિપ્રાયને માનીને ઊલટું ન કરી દેવું.

અહીં જી-23નો ઉલ્લેખ મોદીના 23 કોંગ્રેસનેતાઓ તરફ હતો, જેમણે સોનિયા ગાંધીને ઓગસ્ટ 2020માં પત્ર લખીને કહ્યું હતું કે પાર્ટીને ફુલટાઇમ લીડરશિપની જરૂર છે. બાદમાં આ નેતાઓની વાતને પાર્ટીલાઇનની વિરુદ્ધની માનીને તેમને બહાર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

5. મૈથિલીશરણ આજે હોત તો શું લખત?
​​​​​​​મોદીએ રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ આપણા બધા માટે એક તક છે કે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ તહેવાર કંઈક કરવાનો હોવો જોઈએ. આપણે સ્વતંત્રતાના 100મા વર્ષમાં એટલે કે 2047માં ક્યાં હોઈશું એ વિશે વિચારવું જોઈએ. આજે દુનિયાની નજર આપણી પર છે.

મોદીએ કહ્યું, "જ્યારે હું તકોની ચર્ચા કરું છું ત્યારે મૈથિલીશરણ ગુપ્તાની કવિતા કહેવા માગું છું- તક તમારા માટે ઊભી છે, તેમ છતાં તમે ચૂપચાપ પડ્યા છો." તમારું કાર્યક્ષેત્ર મોટું છે, દરેક ક્ષણ કીમતી છે. અરે, ભારત જાગો, આંખો ખોલો. હું વિચારતો હતો, 21મી સદીમાં તેઓ શું લખશે- તક તમારા માટે ઊભી છે, તમે આત્મવિશ્વાસથી ભરેલા પડ્યા છો; દરેક અવરોધ, દરેક પ્રતિબંધને તોડ, અરે ભારત, આત્મનિર્ભરતાના માર્ગ પર દોડ.'

6. મારા પર પણ હુમલા થયા, આનંદ માણતા રહો, જો મોદી હોય તો મોકો લો
વડાપ્રધાને તેમના ભાષણની સમાપ્તિ કરતાં કહ્યું, ગૃહમાં ચર્ચાનો સ્તર સારો હતો. વાતાવરણ પણ સારું હતું. મારા પર પણ ખૂબ હુમલા થયા. જે કંઇ પણ કહી શકો છો એ કહેવામાં આવ્યું. મને આનંદ છે કે હું તમને ઓછામાં ઓછા કામમાં તો આવ્યો. કોરોનાને કારણે વધારે આવવા-જવાનું થતું ન હતું. કોરોનાને કારણે રસ્તાઓ ફસાયેલા હતા. ઘરમાં પણ ટિક-ટિક ચાલતું રહેતું હશે. જો તમે અહીં આટલો ગુસ્સો કાઢી નાખ્યો છે તો તમારું મન એટલું હળવું થઈ ગયું હશે. હવે ઘરની અંદર કેટલા ખુશીથી સમય વિતાવતા હશો.'

મોદીએ શાસ્ત્રીથી મનમોહન સુધીના 4 ભૂતપૂર્વ વડાપ્રધાનોનાં નામ લીધાં, એમાં વાજપેયી સામેલ નહીં

દેવેગૌડાએ અમારી પ્રશંસા કરી
​​​​​​​મોદીએ કહ્યું, 'ખેડૂત આંદોલન પર ઘણી ચર્ચા થઈ હતી. જો મૂળ વાતની ચર્ચા કરવામાં આવી હોત તો સારું થયું હોત. કૃષિમંત્રીએ યોગ્ય રીતે સવાલો પૂછ્યા, પણ એના જવાબ નહીં મળે. દેવેગૌડાએ સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી, કારણ કે તેઓ લાંબા સમયથી કૃષિ સાથે સંકળાયેલા છે. '

ચૌધરી ચરણસિંહનું નિવેદન યાદ કરાવ્યું
​​​​​​​મોદીએ કહ્યું, 'છેવટે કૃષિની સમસ્યા શું છે? હું ચૌધરી ચરણસિંહને ટાંકવા માગું છું. તેમણે 1971માં કહ્યું હતું કે ‘33% ખેડૂતો પાસે 2 વીઘા કરતાં ઓછી જમીન છે. 18% પાસે 2થી 4 વીઘા જમીન છે. 51% ખેડુતોનો ગુજારો જમીન પર થઈ શકતો નથી. ”આજે દેશમાં આવા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે. આવા 12 કરોડ ખેડૂતો છે. આપણે યોજનાઓના કેન્દ્રમાં 12 કરોડ ખેડૂત રાખવાના છે ત્યારે જ ચૌધરીસાહેબને શ્રદ્ધાંજલિ હશે."

શાસ્ત્રીજીએ પણ વિચાર કરવો પડતો હતો
તેમણે કહ્યું હતું કે જરા હરિયાળી ક્રાંતિ વિશે વિચારો. લાલ બહાદુર શાસ્ત્રીને પણ કડક નિર્ણયો લેવાનું વિચારવું પડ્યું હતુ. ત્યારે પણ કોઈ કૃષિમંત્રી બનવા ઇચ્છતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે સખત નિર્ણયો લેતાં રાજકારણ સમાપ્ત ન થઈ જાય. આજે જે ભાષા મારા માટે બોલવામાં આવી રહી છે, એ ત્યારે તેમના માટે બોલવામાં આવતી હતી કે તે અમેરિકાના કહેવા પર જ થઈ રહ્યું છે. એક સમયે વિદેશમાંથી મગાવીને અનાજ ખાવામાં આવતું હતું, આજે આપણે એનું રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યા છીએ. '

મનમોહનજીએ જે કહ્યું એ હું પણ કરી રહ્યો છું
વડાપ્રધાને કહ્યું, 'મનમોહન સિંહજીએ ભારતમાં ખેડૂતોને એક બજાર આપવાની વાત કરી હતી, જે આજે યુ-ટર્ન લઇ ચૂક્યા છે, એ કદાચ તેમની સાથે સંમત હશે. મનમોહન સિંહજીએ કહ્યું હતું કે '1930ના દાયકામાં અસ્તિત્વમાં આવેલી માર્કેટિંગ સિસ્ટમ બની, એને કારણે સમસ્યાઓ થઈ અને એનાથી ખેડૂતોને તેમની પેદાશોના સારે ભાવે વેચવાથી રોક્યા. અમારો ઉદ્દેશ એ છે કે ભારતને એક મોટા સામાન્ય બજાર માટેના રસ્તામાં રહેલી સમસ્યાઓનો અંત લાવીએ.' તમને આ વાતનો ગર્વ થવો જોઈએ કે જે વાત સિંહસાહેબે કરી હતી એ મોદી કરી રહ્યા છે. મજા એ છે કે લોકો રાજકીય નિવેદનો આપે છે. "

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો