• Gujarati News
  • National
  • Modi Inaugurates Science Conclave; He Said The Index Ranking Of The Country Is Also Improving

ભારત રિસર્ચ-ઇનોવેશનનું વૈશ્વિક કેન્દ્ર બનશે- PM:મોદીએ સાયન્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું; કહ્યું- દેશના ઈન્ડેક્સ રેન્કિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે જ્યારે આપણે જ્ઞાન અને વિજ્ઞાનથી પરિચિત થઈએ છીએ, ત્યારે જગતની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. ઉકેલ અને ઈનોવેશનનો આધાર વિજ્ઞાન છે. આ પ્રેરણાથી આજનું નવુ ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનની સાથે જ જય સંશોધનના આહ્વાન સાથે આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે આઝાદીના આ અમૃતયુગમાં આપણે ભારતને સંશોધન અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે ઘણા મોરચા પર કામ કરવું પડશે. આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાયેલા અમારા સંશોધનને સ્થાનિક સ્તરે લઈ જવાના છે.

PM મોદીએ વધુમાં કહ્યું હતુ કે અમારી સરકાર વિજ્ઞાના આધારે વિકાસના વિચાર સાથે કામ કરી 2014 થી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત ઈન્ટરનેશનલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 46માં ક્રમે છે, જે 2015માં 81માં સ્થાને હતું.

મોદીએ વધુમાં કહ્યું હતુ કે 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન તે ઉર્જા સમાન છે જેમાં દરેક ક્ષેત્રનાં વિકાસને, દરેક રાજ્યના વિકાસને ગતિ આપવાની ક્ષમતા છે. આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે તો તેમાં ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કાર્યક્રમ 2 દિવસ ચાલશે
આ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટીમાં 2 દિવસ ચાલશે. આ અંગેની માહિતી PMOએ શેર કરી છે. જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવાના વડાપ્રધાનના પ્રયાસોની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

દેશભરમાંથી 100 સ્ટાર્ટઅપ્સના સીઈઓ પણ હાજર રહ્યા હતા
આ કોન્ક્લેવમાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી સહિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યના સચિવો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સાહસિકો, એનજીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશભરમાંથી 100 થી વધુ સ્ટાર્ટઅપ સીઈઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

ઈનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે ઉદ્દેશ્ય
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે આ કોન્ફરન્સનો હેતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તાલમેલ સર્જવાનો છે, જેથી દેશમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનની મજબૂત ઈકો-સિસ્ટમનું નિર્માણ થાય. આ કોન્ફરન્સમાં STI વિઝન 2047 સહિત અન્ય ઘણા વિષયો પર સત્ર યોજાશે.

કોન્ફરન્સનું લક્ષ્ય 2030 સુધીમાં સંશોધન અને વિકાસમાં ખાનગી ક્ષેત્રના રોકાણને બમણું કરવાનો છે. તેમજ કૃષિ અને ખેડૂતોની ઉપજમાં નવીનતા લાવવા માટે ટેક્નોલોજી, પીવાના પાણીની સુવિધામાં વધારો કરવાનો છે. જેનાથી રોજગારીનું સર્જન થશે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડશે. જે દેશના વિકાસ અને અર્થતંત્ર માટે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...