તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi Dedicates 7500th Janausdhi Kendra To The Nation, Modi Said There Is No Better Job Than Saving Lives.

7500મું જનઔષધિ કેન્દ્ર ખુલ્યું:PMએ કહ્યું- લોકો મોદીની દુકાનમાંથી સસ્તી દવાઓ ખરીદે, તેનાથી યુવાનોને રોજગાર પણ મળી રહ્યો

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • મોદીએ શિલોંગમાં 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પણ કર્યું
  • મોદીએ કહ્યું, લોકોનો જીવ બચાવવાથી વધુ સારું કામ કોઈ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (7 માર્ચ) જનઔષધિ દિવસ નિમિત્તે શિલોંગમાં 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે લોકોને રૂપિયાની તંગીમાં દવાઓ ખરીદવા માટે મુશ્કેલીઓ ન પડે, એટલા માટે જનઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી. લાભાર્થીઓ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ જનઔષધિ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્ય માટે લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત દુનિયાનું ફાર્મસી : મોદી
મોદીએ કહ્યું કે ભારતે દુનિયાના ફાર્મસી તરીકે પોતાને સાબિત કર્યું છે. અમે વેક્સિન બનાવી. મેડ ઇન ઇન્ડિયા રસી માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા માટે પણ છે. તેમણે જણાવ્યું હતું કે
અમે દુનિયાની સૌથી સસ્તી વેક્સિન આપી રહ્યા છીએ. ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનની કિંમત ફક્ત 250 રૂપિયા છે.

તેમણે કહ્યું કે 2014 પછી એમબીબીએસની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. મારા દેશવાસીઓ મારો પરિવાર છે, જો તમે બીમાર છો તો તેનો અર્થ એ છે કે મારો પરિવાર બીમાર છે. તેથી સરકાર હંમેશાં તમારા લોકો માટે વધુ સારી સુવિધા આપવાનો પ્રયત્ન કરશે.

યુવાનોને રોજગારની તકો મળી રહી
આ દરમિયાન મોદીએ કહ્યું કે જનઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ મળી રહી છે. તેમજ યુવાનોને રોજગારની તકો મળી રહી છે. તેમણે કહ્યું કે જનઔષધિ કેન્દ્રથી માતાઓ અને બહેનોને સેનિટરી નેપકિન્સ જેવી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. તે મહિલાઓના આત્મનિર્ભરતાનું પ્રતીક છે.

અમે દર્દીઓને કહેતા હતા કે તમે મેડિસિન નહીં, મોદીસિન લઈ રહ્યા છો
આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. મોદીએ કહ્યું કે લોકોનો જીવ બચાવવાથી વધુ સારું કામ કોઈ નથી. અમદાવાદની જનઔષધિની ટીમના રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાક કારણે મારા પિતાનું અવસાન થયું. ત્યારે મેં વિચાર્યું કે આવું બીજા કોઈની સાથે ન થવું જોઈએ. મહામારીમાં જનઔષધિ મિત્રોએ ઘરે-ઘરે જઈને બીપી અને ડાયાબિટીસના દર્દીઓને દવા પહોંચાડી હતી. તેમણે કહ્યું કે લોકડાઉન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયું. અમે 8 થી 10 હજાર દર્દીઓને દવા પહોંચાડી છે. અમારી પાસે 250 લોકોની ટીમ છે. અમે દર્દીઓને કહેતા હતા કે તમે મેડિસિન નહીં, મોદીજીની દુકાનમાંથી મોદીસિન લઈ રહ્યા છો. લોકો અમને કહેતા કે તમે હનુમાનજીના સેવક છો અને અમારા માટે સંજીવની લાવી રહ્યા છો.

તમારી વાતો યુવાઓને પ્રેરણા આપી રહી
મોદીએ રાજુભાઇને કહ્યું, "હું તમને અને તમારા બધા યુવાનોને અભિનંદન આપું છું. આ વાતો ફક્ત મને જ પ્રભાવિત અને પ્રેરણા નથી આપી રહી, તે દેશના તમામ યુવાનોને પ્રેરણા આપી રહી છે. તમે કોરોનાની મુશ્કેલીઓમાં તમારા પિતાને ગુમાવ્યા અને તેમાંથી તમે સમાજ માટે કંઈક કરવાનો સંકલ્પ કર્યો. તમે અઢીસો સાથીઓ બનાવ્યા છે અને તમે ઘરે ઘરે જઈને જનઔષધિ આપી રહ્યા છો. તમે જીવન બચાવી રહ્યા છો અને શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. તમે સાબિત કરી દીધું છે કે જો આપણા દેશના યુવાનોને સાચો રસ્તો બતાવવામાં આવે તો તેઓ પોતાનું જીવન સમર્પિત કરી દે છે. હું તમને એક નાનું કાર્ય બતાવીશ. જે સરકારના વેક્સિનેશન સેન્ટર છે, ત્યાં તમારા સાથીઓની ડ્યૂટી લાગુ કરો. વૃદ્ધ લોકોની વેક્સિનેશન થઇ જાય, તેમના ફોર્મ ભરાઇ જાય, તેમની બેઠક માટેની વ્યવસ્થા થઈ જાય. તમને આ કામથી ખૂબ જ આશીર્વાદ મળશે.'

દીવના ઇરશાદ અહેમદે પણ વાત કરી
આ પછી દીવના ઇરશાદ અહેમદ રફીકજીએ મોદી સાથે વાત કરી. તેમણે કહ્યું, "મારું સ્વપ્ન એક મેડિકલ સ્ટોર ખોલવાનું હતું અને લોકોની સેવા પણ કરવા માંગતો હતો. આ જનઔષધિ કેન્દ્રના માંધ્યમ દ્વારા થયું. મારી આવક ત્રણ મહિનામાં ત્રણ ગણી વધી ગઈ છે. એક મહિનામાં 1500 જેટલા લોકોએ લાભ લીધો છે. આ બાબતે મોદીએ કહ્યું કે તમે સારું કામ કર્યું છે. તમે સેવાભાવ સાથે આ કાર્ય કર્યું છે. તમે મારા સાથી બની ગયા છો.

અન્ય સમાચારો પણ છે...